________________
૧૬૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) ‘હું’ સામે જાગૃતિ !
૧૬૫
પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જાગૃતિ હોય તો તન્મયાકાર ના થાય ?
દાદાશ્રી : પછી ભાન રહે છે એ એક જાગૃતિ છે ને જાગૃતિ એના સ્વભાવમાં આવશે એટલે એ તન્મયાકાર થાય નહીં. આ તો પાછલો ફોર્સ છે ત્યાં સુધી ખસી જાય. ફોર્સ ઓછો થાય પછી તન્મયાકાર ના થાય. જે ડિસ્ચાર્જ છે એ બધું ટાંકીનું પાણી, ભરેલો માલ છે.
પ્રશ્નકર્તા : જાગૃતિ થઈ, એટલે તમે તન્મયાકાર ના થાવ એવું તમે કહ્યું, એટલે કેવી રીતે સમજવું ?
દાદાશ્રી : તમે એટલે શું ? મૂળ આત્મા નહીં. હજુ છે તે “હું” તો રહેલું જ છે, પહેલાં છે તે પ્રતિષ્ઠિત આત્મા તરીકે ‘હું' હતું, હવે જાગૃતિ તરીકે ‘હું છે. એ ‘તન્મયાકાર ના થઈ જાય.
પ્રશ્નકર્તા : આપણે તન્મયાકાર ના થઈએ, એટલે પ્રતિષ્ઠિત આત્મા તન્મયાકાર નથી થતો, એનો અર્થ એ થયો ?
દાદાશ્રી : ના, આપણે એટલે કોણ ? તે વખતે હાજર જે છે તે. તે વખતે જે આપણી બિલીફમાં છે. હજુ શુદ્ધાત્મા સંપૂર્ણ થયા નથી. મૂળ પ્રતિષ્ઠિત આત્મા પાછો છૂટી ગયો. હવે જાગ્રત આત્મા, એટલે જાગૃતિ. જાગૃતિ જે પરિણામ છે, એ ત્યાં અત્યારે આમ તન્મયાકાર નથી થતી.
પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી પ્રતિષ્ઠિત આત્મા તો છે જ, તો એ શું કરે છે ? એની સ્થિતિ શું પછી?
દાદાશ્રી : પછી એની કશી સ્થિતિ નથી, એ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એટલે નિશ્ચેતન ચેતન છે. એ જોય સ્વરૂપે રહે છે. પછી શેય સ્વરૂપે ‘શું કરે છે ને શું નહીં ?’ તેને જાણનાર જાગૃતિ છે.
સ્વરૂપનું ભાન થતાં પહેલાં પ્રતિષ્ઠિત આત્માને જ આપણે જ્ઞાતા માનતા હતા. સ્વરૂપ જ્ઞાન પછી એ પ્રતિષ્ઠિત આત્મા પોતે શેય થઈ જાય છે અને ત્યાં આગળ જાગૃતિ પોતે જ જ્ઞાતા થાય છે. એટલે કે
પહેલાં પ્રતિષ્ઠિત આત્મા તરીકે ‘હું હતું, તે હવે જાગૃતિ તરીકે “હું” થાય છે અને મૂળ આત્મા તો એની આગળ રહ્યો હજુ. આ જાગૃતિમાં આવી ગયું. સંપૂર્ણ જાગ્રત થયો એટલે મૂળ આત્મામાં એકાકાર થઈ જાય છે. સંપૂર્ણ ના થાય ત્યાં સુધી જુદું રહે છે. ત્યાં સુધી અંતરાત્મા તરીકે રહે. ત્યાં બહિર્મુખી પદ છૂટી ગયેલું હોય છે. અંતરાત્મ દશા પૂરી થાય કે પરમાત્મા પદ પ્રાપ્ત થાય !
હું'તું સ્થાત, શરીરમાં.. પ્રશ્નકર્તા : માણસ માત્ર “હું જે કહે છે, એ ક્યાં રહેતો હશે ?
દાદાશ્રી : આખા શરીરમાં જ્યાં સોય મારીએને ત્યાં આગળ એને ખબર પડે, ત્યાં ‘હું છે. સોય આમ અડાડી જોવી. આંખો મીંચીને જ્યાં આગળ સોય અડે, ત્યાં એની મેળે હુંકારો બોલશે, હંઅ, ના બોલે ?
પ્રશ્નકર્તા : બોલે.
દાદાશ્રી : એટલે “હું” આ જગ્યાએ રહે છે. આ વાળમાં નહીં, વાળ કોઈ કાપે તો હુંકારો નહીં બોલે. આ નખ કોઈ કાપે તો હુંકારો નહીં બોલે. “” ઓઓઓ બોલે, એ બધું ‘હું જ છે, તે જગ્યાએ. આ મોટી બસનો ડ્રાઈવર હોય, તેને હું ક્યાં હશે ?
પ્રશ્નકર્તા : એના શરીરમાં.
દાદાશ્રી : ના, આખી બસમાં. તે ડ્રાઈવિંગ કરે તે જરાય અથડાય નહીં, પેલી બાજુ. આખી બસ રૂપે જ થઈ જાય એનું “હું'.
જ્યાં અથડાય ત્યાં “હું તે બિલકુલ અથડાવા ના દે. મોટી સો ફૂટની બસ હોય, તોય એય અથડાવા ના દે, મૂઓ. શી રીતે ખબર પડે કે આ કોર્નર પર અથડાશે કે નહીં ? પણ ‘હું'પણું છે એટલે. ‘હું'પણું એટલું બધું વિસ્તાર કરે છે, કે જ્યાં બસમાં બેઠો હોય તો બસમાં, કારમાં બેઠો હોય તો કારમાં. વિસ્તારપૂર્વક એટલે જરાય અથડાતો નથી, કશે ક્યાંય. નહીં તો ખરી રીતે આમાં જ છે. આ દેહમાં જ જ્યાં સોય અડાડે, ત્યાં તેને ખબર પડે કે ના પડે ? કહેવા જવું પડે ? પૈડો હોય તેનેય ખબર પડે.