________________
૧૬૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) ‘હું’ સામે જાગૃતિ !
૧૬૩
તો અહીં એ પાછું. એને કશું લેવાદેવા નથી. એનાથી પોતાપણું ઊભું થાય છે, તે લેવાદેવા છે. તમારે પોતાપણું થયેલું કે ન'તું થયેલું?
પ્રશ્નકર્તા : દાદા, જરા દાખલો આપીને સમજાવોને ! સમજાયું નહીં “” અને “પોતાપણું’, બન્ને ડિફરન્ટ કેવી રીતે ?
દાદાશ્રી : મેં દાખલો જ આપ્યા જેવું જ થયું છે ને ! “હું એટલે કોઈ પણ વસ્તુમાં આરોપ કરવો કોઈ જગ્યાએ ‘હું'નો કે “હું આ છું. હું આ છું, તે છું અને તે છો નહીં, છતાંય ‘તમે” એમ કહો કે, “હું આ છું’ એટલે આરોપ થયો, એટલે એમાંથી પોતાપણું ઊભું થયું. હવે એ હું નથી કરતો એવું. પણ હું એ છું’ એવો આરોપ કર્યો, માટે આરોપ કરનારને પોતાપણું ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા ઃ એ આરોપ કોણ કરે છે ?
દાદાશ્રી : એ જ મહીં છે. એને અજ્ઞાન કહેવામાં આવે છે. હવે અજ્ઞાન એ શું, કે “હું'થી પણ પહેલાંની વસ્તુ છે, ‘હું'ને આરોપ કરનારી વસ્તુ જ અજ્ઞાન છે અને હું'નું આરોપણ છોડી દે તો એનું બધું ચાલ્યું જાય. ‘હું'નું આરોપણ છોડી દીધું, ‘હું શુદ્ધાત્મા થયો, એનો અહંકાર’ જતો રહ્યો.
પ્રશ્નકર્તા : દાદાનું જ્ઞાન લીધું એટલે ગયું ?
દાદાશ્રી : ‘એનું આરોપણ છૂટી ગયું તો સહેલી વાત છે ને ! ક્યાં અઘરી વાત છે ?
પ્રશ્નકર્તા : એટલે તમે જ્ઞાન આપો, ત્યારે આરોપણ છોડાવડાવો છો ?
દાદાશ્રી : તો જ છૂટે, નહીં તો છૂટે નહીંને ! પછી આપણે કહીએ, અરે, તમે શુદ્ધાત્મા છો કે ચંદુભાઈ ?” ત્યારે કહે, “ના, હું શુદ્ધાત્મા છું.’ તે ઘડીએ વળગી રહે કે “ના, હું ચંદુભાઈ છું', તો આપણે જાણીએ કે આરોપણ છૂટ્યું નથી. પણ તે ઘડીએ બધાંય કહે છે કે “શુદ્ધાત્મા છું', નહીં ?
પ્રશ્નકર્તા : હા. એટલે દાદા, અનંત અવતારનું આરોપણ એક કલાકમાં છૂટીને પાછું હતું તે મૂળ જગ્યાએ આવી જાય છે, તો એ ‘હું' પણ કેટલો ફલેક્સિબલ છે ને ?
દાદાશ્રી : ‘હું તો એવરીવ્હેર એડજસ્ટેબલ છે.
પ્રશ્નકર્તા : પણ એક વખત ‘હું શુદ્ધાત્મા છું', એમાં જો એડજસ્ટ થઈ ગયો, પછી નથી ખસતું એ. એમાં પછી સ્થિર થઈ જાય છે.
દાદાશ્રી : થઈ જ જાયને પછી. પ્રશ્નકર્તા : એ શાથી ?
દાદાશ્રી : મૂળ જગ્યાએ બેઠું એટલે થઈ જ જાયને ! લોકોનેય મૂળ જગ્યાએ બેસાડવું છે, પણ બેસતું નથીને ! શી રીતે બેસે ? એ તો બધાં પાપો ભસ્મીભૂત થાય એટલે હલકાફૂલ થઈ જવાય. પાપો ભસ્મીભૂત થાય ત્યારે હું મૂળ જગ્યાએ બેસે. એ તો ‘એને’ પછી ઠંડક વળેને ! એટલે પછી કહે, “ના, અહીં જ રહીશું.” હવે છૂટે નહીં.
પ્રશ્નકર્તા : દાદા, એ “'પણું છૂટું થઈ જાય છે, જ્ઞાન આપી છો ત્યારે, પણ જે ‘હું'પણું છે, એ જાગૃતિ જેટલી વધારે, એ પ્રમાણે રહેને કે જાગૃતિ ઓછી હોય એ પ્રમાણે રહે ? એમાં જાગૃતિ કામ કરે ખરી ?
દાદાશ્રી : જાગૃતિ જ છે ને ! (ભાવ)નિદ્રાથી ‘હું'પણું અવળી જગ્યાએ વપરાય અને જાગૃતિ થાય ત્યારે સવળી જગ્યાએ વપરાય, જાગૃતિથી.
હુંની વર્તતા ફરે આમ. પ્રશ્નકર્તા : તન્મયાકાર કોણ થાય છે ?
દાદાશ્રી : અહંકાર, એમાં તન્મયાકાર ના થવા દે એ જાગૃતિ. એ જ છૂટું રાખે. મૂળ આત્મા તન્મયાકાર થતો નથી. આપણે અજાગૃતિમાં તન્મયાકાર થઈ જઈએ છીએને !