________________
૧૬૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) ‘હું’ સામે જાગૃતિ !
૧૬૧
દાદાશ્રી : “હું તો એવરીવ્હેર એડજસ્ટેબલ કે “તો જમાઈ થઉં. તો તે જમાઈએય થાય. સસરો થઉં તો એય થાય અને ‘હું શુદ્ધાત્મા છું એટલે શુદ્ધાત્માય થાય અને ‘હું પુદ્ગલ છું તો પુદ્ગલેય થાય.
‘' તો એવરીવ્હેર એડજસ્ટેબલ, એવી કેવી સરસ વસ્તુ છે ! જોને, ‘હમણે ચંદુભાઈ હતો, બે કલાક પછી ‘હું શુદ્ધાત્મા થઈ ગયો. એનો એ જ “હું. હજુ નવડાવ્યું-ધોવડાવ્યું કશું નહીં, એવું ને એવું જ. જો એ ‘હું અપવિત્રેય થતો નથી ને ! કસાઈ થયેલો ‘હું, શુદ્ધાત્મા થઈ જાય. પહેલાં કસાઈ હોય. તે એને પૂછે કે તું કોણ છો ? તો એમ કહે, ‘હું કસાઈ છું. એટલે જ્ઞાન પછી શુદ્ધાત્મા થઈ જાય. ધોવડાવવું-નવડાવવું કશું નથી પડતું અને આ લોકો તો નહાય નહાય કરે છે રોજ, તોય કોઈ દા'ડો સુધર્યા નહીં. એ “” ઉપર વિચાર કરવા જેવો છે ! કેવું છે એ ! એવરીવ્હેર એડજસ્ટેબલ !
‘હું'માં ઓવરહોઈલીંગ કરવાનું કશું જ નથી. એમાં સ્પેરપાર્ટ એકેય નથી. અનંત અવતારની સ્થિતિમાં ક્યારેય પણ બદલાય નહીં.
પોતાપણું એવરીવ્હેર એડજસ્ટ નહીં થાય. પોતાપણું પોતાપણાને જ એડજસ્ટ થઈ શકે. બીજા કોઈને એડજસ્ટ થાય નહીં. એટલે ‘હું' ને ‘પોતાપણું’ બેઉ બહુ જુદી વસ્તુ છે. એ અમારે પોતાપણું ના હોય. આ જ્ઞાન પછી તમારું પોતાપણું છૂટવા માંડ્યું હવે.
પ્રશ્નકર્તા : દાદા, અજ્ઞાન દશામાં ‘ત્યાં’ ધર્મભક્તિ કરતા'તા ત્યારે તો પોતાપણાને ગુણ માની લીધો'તો ને ? તો પછી એ છૂટે જ એમાંથી કેવી રીતે ?
દાદાશ્રી : માની બેસનાર કોણ ? પ્રશ્નકર્તા : પોતે.
દાદાશ્રી : એ પોતે, એ જ પોતાપણું છે. અહંકાર એ ‘હું, એ પોતાપણું નથી. પોતે એ પોતાપણું. ‘હું તો મને પોલીસવાળો કહેશે કે, “આ ગાડી આમ કેમ ફેરવાવડાવી ? શું નામ છે ?” તો કહું,
‘લખો, હું એ. એમ. પટેલ.’ ‘ભઈ, ક્યાંના રહીશ છો ?” તો કહું ‘હું ભાદરણનો.’ ‘કઈ નાતના છો ?” “પટેલ છું.” શું કહું ? “તો મારું એડજસ્ટેબલ થઈ ગયું ને ! ‘હું આજે દાદા ભગવાનેય કહી શકું, કોઈ જગ્યાએ જ્યાં કહેવાય એવું હોય, નહીં તો ‘એ. એમ. પટેલે'ય કહી શકું. નહીં તો કન્ટ્રાક્ટરે કહ્યું અને હીરાબાના ગામમાં જઉં છું ત્યારે લોકો ‘ફૂઆ’ કહે ત્યારે હું ફૂઓ, હા બરોબર.’ નહીં ? કોઈ ફુઆ કહે, કોઈ બનેવી કહે, કોઈ મામા કહે, કોઈ કાકા કહે, એવરીવ્હેર એડજસ્ટેબલ. એ “હું કેવું સરસ હશે ! અને ‘પોતે એડજસ્ટેબલ થાય એવો હોત તો તો બહુ સારું કહેવાયને ! ત્યાં બીજે બધે તો પોતાપણું કરે છે.
‘' વસ્તુ નહીં સમજાવાથી, ‘હું માંથી બીજી વસ્તુમાં આરોપ કર્યો. એટલે વિકલ્પ ઊભો થયો. એટલે વિકલ્પનો આખો ગોળો એનું નામ પોતાપણું. વિકલ્પનો આખો ગોળો ભેગો થયો. આમથી વિકલ્પ ને તેમથી વિકલ્પ એ પોતાપણું. એમાં જેટલા વિકલ્પ ઓછા કરે એટલા ઓછા થાય ને જેટલા વધારે એટલા વધે, પણ એ ગોળો રહ્યા કરે.
એ ગોળો બહુ વસમો. એ ગોળો હોય છે ને પોતાપણાનો. આ તમારી જોડે ધર્મસ્થાનકોમાં, ભક્તિમાં બેસનારા છે ને, એમના ગોળા તો આવડા આવડા મોટા છે. ટીકામાં ના ઉતરવું જોઈએ, પણ ગોળા જોઈએ તો એ મોટા મોટા છે. એ ગોળો ક્યારે કાઢી રહેશે, એ જ મને સમજાતું નથી.
પ્રશ્નકર્તા : આ પોતાપણું ‘હું'ને લીધે મનાય છે, દાદા ? “હું તમે કહ્યુંને, “હું” એ આ પોતાપણું મનાવડાવે છે ?
દાદાશ્રી : ‘હું તો જુદી વસ્તુ છે. ‘હું'નો આરોપ કરવો કોઈ પણ જગ્યાએ, ‘હું'ને અવળી જગ્યાએ વાપર્યું, એ ઘડીએ પોતાપણું ઊભું થાય.
પ્રશ્નકર્તા : એ વિકલ્પ થાય ત્યારે ?
દાદાશ્રી : હા, બીજી જગ્યાએ (અજ્ઞાન) વાપર્યું તો વિકલ્પ. પણ તેમાં ‘હું'ને શું લેવાદેવા ? ‘હું તો ચોખ્ખું ને ચોખ્ખું. અહીં લાવો