________________
(૧.૧૨) ‘હું સામે જાગૃતિ !
૧૫૯
૧૫૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧) પ્રશ્નકર્તા : હવે આ જ્ઞાન કે અજ્ઞાન એ બન્નેનું આદિ કયું?
દાદાશ્રી : બન્નેનું આદિ વિજ્ઞાન. મૂળ આત્મા, વિજ્ઞાનમય આત્મા. એમાંથી આ જ્ઞાન ને અજ્ઞાન, તડકો-છાંયડો બે શરૂ થઈ ગયા.
અહંકારતી આદિ તે વૃદ્ધિ ! પ્રશ્નકર્તા : અહમ્ એટલે જ અહંકાર, એવું માનતા હતા. દાદાશ્રી : ના, એ તો અહંકાર ને અહમાં બહુ ફેર.
પ્રશ્નકર્તા : એમાંય ફરક છે ? એમાં શું ફરક છે ? એ સૂક્ષ્મતાએ ફોડ પાડો ને !
- દાદાશ્રી : “હું'પણું એ અહમ્ અને ‘હુંપણાનો પ્રસ્તાવ કરવો (હું ચંદુ છું) એ અહંકાર. ‘હું પ્રેસિડન્ટ છું’ એ અહંકાર ના કહેવાય. એ તો આપણા લોકો કહે કે અહંકારી પુરુષ છે, પણ ખરેખર એ માની પુરુષ કહેવાય. અહંકાર તો, કશું સંસારની ચીજ-બીજ અડતી ના હોય ને જ્યાં પોતે નથી ત્યાં પોતે ‘હું છું’ એમ માને, તે અહંકારમાં જાય. વસ્તુમાં કશુંય ના હોય. અને બીજી વસ્તુને અડે એટલે માન થયું ! ‘હું પ્રેસિડન્ટ (પ્રમુખ) છું’, એ બધું દેખાડે એટલે આપણે સમજીએને કે આ માની છે.
પ્રશ્નકર્તા : પ્રસ્તાવમાં શું આવે ?
દાદાશ્રી : વધારે પડતું ‘હું'પણું બોલવું. પેલું ‘હું'તો છે જ, અહમ્ તો છે જ માન્યતામાં, પણ એનો પ્રસ્તાવ કરવો, ‘આ ખરું ને આ ખોટું’ બૂમાબૂમ કરવા જાય, એ અહંકાર કહેવાય. પણ બીજી વસ્તુ ના હોય મહીં, માલિકીપણું ના હોય કશાયમાં. માલિકીપણું આવે એટલે માન આવે.
પ્રશ્નકર્તા : અહંકારનો દાખલો ? દાદાશ્રી : અહંકારના દાખલા તો બધા છે ને ! એ માન એકલું નહીં, પછી જેમ જેમ માલિકીભાવ વધારે થયો
ને, તે અભિમાન. દેહધારી હોય તે માની કહેવાય ને ‘આ ફલેટ અમારો, આ અમારું એ (મમતાવાળું) તે અભિમાન. એટલે અહંકારથી માની, અભિમાની, બધા બહુ જાતના પર્યાય ઊભા થાય છે.
અહંકાર એટલે આપણા લોકો સમજે છે અને અહંકાર કહેવાતો નથી. આપણા લોકો જેને અહંકાર કહે છે ને, એ તો માન છે. અહંકાર બિલીફ(માન્યતા)માં હોય, જ્ઞાનમાં ના હોય. જ્ઞાનમાં આવે એ માન કહેવાય. પોતે કરતો નથી, ત્યાં આગળ ‘પોતે કરું છું' એવું માને છે, એનું નામ અહંકાર.
પ્રશ્નકર્તા : હવે એક દાખલો આપીને સમજાવો એ.
દાદાશ્રી : આપણે અહીં કહે છે કે, ‘હું નીચે આવ્યો’ હવે ઉપરથી નીચે આવ્યો, એમાં પોતે આવ્યો જ નથી, એ તો આ શરીર આવ્યું. આ બધું શરીર આવ્યું, તેને પોતે માને કે, “આવ્યો’ એવી માન્યતા, એ અહંકાર અને પછી એ મોઢે બોલે કે “હું આવ્યો', એ માન કહેવાય. તો આપણા લોકો “હું આવ્યો’ તેને અહંકાર કહે છે.
પ્રશ્નકર્તા : અહમ્પણું અને પોતાપણું બે એક જ કે અલગ અલગ ?
દાદાશ્રી : બહુ ફેર. પ્રશ્નકર્તા : શું ફેર ?
દાદાશ્રી : અહમ્ તો માનેલું જ રહ્યું અને પોતાપણું વર્તનમાં રહ્યું. વર્તનમાં હોય એને એ રહે અને માનેલું તો જતું રહે. ‘હું'પણું માનેલું એ જતું રહે, પણ પછી વર્તનમાં રહે ને !
પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને પોતાપણું હોય ?
દાદાશ્રી : પોતાપણું તો જબરજસ્ત હોય. ભોળો હોય ને, તેને ઓછું હોય.
પ્રશ્નકર્તા: એ ‘હું’ વિશે વધારે કહો ને !