________________
૧૫૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧),
(૧.૧૨) ‘હું’ સામે જાગૃતિ !
૧૫૭
ભેગો થતો. બીજા સંયોગો ભેગા થાય છે. પેલો દારૂ પીધોને ? અજ્ઞાનતા એ જ અહંકાર જ છે.
પ્રશ્નકર્તા: આત્મા તો મૂળ પ્રકાશ છે, અનંત શક્તિવાળો છે, તો એને આ અહંકાર ક્યાંથી આવી છે ?
દાદાશ્રી : એને ક્યાં આવી જાય છે ? અજ્ઞાનતા એ જ અહંકાર છે.
પ્રશ્નકર્તા: આવરણ આવે તોય વાંધો શું છે ? એ પોતે તો જાણે જ છેને કે હું પ્રકાશ છું !
દાદાશ્રી : એમાં દહાડો વળે નહીંને ! અહંકારને શો લાભ ? અહંકારને ગળ્યું લાગે નહીં ત્યાં સુધી એ કહે નહીં કે આ સાકર છે. એટલે અહંકારનો નિવેડો કરવાનો છે. આત્માનો તો નિવેડો થયેલો જ છે.
આપણે પોતે કોણ ? એવું છે ને, આપણે અત્યારે જે છીએ ને, તે વસ્તુમાં આપણે ખરેખર શું છીએ ? આ નામરૂપ નથી આપણે, વ્યવહારરૂપ નથી આપણે, તો ખરેખર શું છીએ આપણે ? ત્યારે કહે છે, જેટલું આપણું જ્ઞાન અને જેટલું આપણું અજ્ઞાન એટલું, એ જ આપણે. જ્ઞાન હોય એ પ્રમાણે સંજોગો બાઝે. અજ્ઞાન હોય તો તે પ્રમાણે સંજોગો બાઝે. જ્ઞાન-અજ્ઞાનનાં પ્રમાણે સંજોગો બાઝે છે.
પ્રશ્નકર્તા : અને એ જ્ઞાન-અજ્ઞાન પ્રમાણે કર્મ થાય ?
દાદાશ્રી : હા, તે પ્રમાણે કર્મ થાય ને તેના હિસાબે આ બધા સંજોગ બાઝે. આ નામ એ પોતે નથી, અહંકાર એ પોતે નથી, ‘આ’ (જ્ઞાન-અજ્ઞાન) પોતે છે.
પ્રશ્નકર્તા : “આ પોતે છે’ એટલે શું, દાદા ? દાદાશ્રી : જ્ઞાન કે અજ્ઞાન, તે જ પોતે. એ જ એનું ઉપાદાન.
પણ એ સમજણ ના પડે એટલે એના પ્રતિનિધિ એટલે અહંકારનો આપણે સ્વીકાર કરીએ છીએ. આ બહુ ઊંડી વાત છે. સંતોય જાણતા નથી. ક્રમિક માર્ગના જ્ઞાનીઓય જાણતા નથી.
પ્રશ્નકર્તા: અત્યાર સુધી આપણે એમ કહીએ છીએ કે અહંકાર કરે છે એ.
દાદાશ્રી : આ તો ભઈ આવ્યા તેથી વાત નીકળી, નહીં તો નીકળે નહીં ને આવી ઝીણી વાત. વાત તો મેં કહી દીધી. વાત સમજવા જેવી છે, ઝીણી છે.
એટલે આ જ્ઞાન-અજ્ઞાનને લઈને કર્મ થાય છે. એ ઉપાદાન કહો, અને એ અહંકાર જે કહો તે એ. એ પોતે જ. પણ આમ ખરેખર અહંકાર જુદો પડે છે. અહંકાર જુદો દેખાય અને આ તો જ્ઞાન અને અજ્ઞાન, પ્રકાશ ને અંધારું તેના આધારે જ “એ” (‘પોતે') કરે છે.
પ્રશ્નકર્તા : હા, પણ જ્ઞાન હોય, અજ્ઞાન હોય અને અહંકાર ના હોય તો પછી શું થાય ? તો કર્મ થાય જ નહીં ને ?
દાદાશ્રી : અહંકાર હોય જ. જ્યાં જ્ઞાન ને અજ્ઞાન બે ભેગું હોય ત્યાં અહંકાર હોય જ.
પ્રશ્નકર્તા : અજ્ઞાન હોય એટલે અહંકાર હોય ?
દાદાશ્રી : હોય જ. જ્યારે અજ્ઞાન જતું રહે ત્યારે અહંકાર જતો રહે. ત્યાં સુધી જ્ઞાન ને અજ્ઞાન જોડે રહેવાનું. એને ક્ષયપક્ષમ કહેવામાં આવે છે.
પ્રશ્નકર્તા : તો જ્ઞાન મળ્યા પછી જે પુરુષ થાય છે તો પુરુષ કયો ભાગ કહેવાય ?
દાદાશ્રી : જ્ઞાન એ જ પુરુષ, એમાં વળી ભાગ કેવો ? અજ્ઞાન એ છે તે પ્રકૃતિ. જ્ઞાન-અજ્ઞાનનું ભેગું સ્વરૂપ એ પ્રકૃતિ. જ્ઞાન એ જ પુરુષ, એ જ પરમાત્મા. જ્ઞાન એ જ આત્મા છે. જે જ્ઞાન, વિજ્ઞાનસ્વરૂપનું હોય એ આત્મા છે, એ જ પરમાત્મા છે.