________________
૧૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) ‘હું’ સામે જાગૃતિ !
૧૫૫
રિયલ વ્યુ પોઈન્ટથી “આઈ’ શુદ્ધાત્મા છે, તો એ “આઈ’ એક જ છે ? એ બેઉમાં ‘આઈ' છે ?
દાદાશ્રી : ‘હું’ શુદ્ધાત્મા તો છું જ. પછી એને’ બ્રાંતિ ઉત્પન્ન થઇ કે આ ગાડી ચાલે છે કે હું ચાલુ છું ? એટલે એને એમ લાગ્યું કે હું ચાલુ છું. એટલે પછી હુંનો થયો અહંકાર કે ‘હું ચંદુભાઇ, હું મગનભાઇ.” પછી પાછો અહંકારને આંધળો બનાવ્યો. તે ચમાં પહેરાવડાવે છે, પાસ્ટ (પૂર્વ) કર્મના હિસાબે. એટલે પાછું આંધળું બધું જુએ છે ને ‘મારી વાઇફે જ દગો દીધો છે', કહેશે. આવું દેખાડે છે.
પ્રશ્નકર્તા : ચશ્માંને લીધે એવું દેખાય છે ?
દાદાશ્રી : હં. ખરેખર એવું હોતું નથી પણ એને ચશ્માંને લીધે એવું દેખાય છે.
પ્રશ્નકર્તા: ‘પેલો આ કરે છે, આણે જ કર્યું એ બધું ચશ્માને લીધે દેખાય છે ?
દાદાશ્રી : ચશ્માંને લીધે દેખાય છે. એવું પેલામાં ચશ્માં હોય છે તેથી બધાને ખરાબ છે ને સારું છે ને ફલાણું છે, એવું દેખાય છે.
અહંકાર આવ્યો કોને ? પ્રશ્નકર્તા : પણ આ અહંકાર ના હોત તો આત્મશોધ કેવી રીતે થાત? સાપેક્ષ તો ખરું ને કંઈક ?
દાદાશ્રી : એ ના હોત કે હોત, એ તો અજ્ઞાનતાનો સ્વભાવ છે કે અજ્ઞાનતા વગર અહંકાર ઊભો જ ના રહે. અજ્ઞાનતા હતી ત્યાં સુધી અમનેય અહંકાર હતો.
પ્રશ્નકર્તા : અહંકાર ક્યાંથી આવ્યો ને કોને આવ્યો ?
દાદાશ્રી : ક્યાંથી આવ્યો ને ક્યારે એ જુદી વસ્તુ છે, પણ આ જે ભોગવે છેને, તે અહંકાર છે.
પ્રશ્નકર્તા : કોને અહંકાર આવ્યો ?
દાદાશ્રી : જેને અણસમજણ તેને. અજ્ઞાનને અહંકાર આવ્યો. પ્રશ્નકર્તા : અજ્ઞાન કોનું ?
દાદાશ્રી : બે વસ્તુ, અજ્ઞાન અને જ્ઞાન. જ્ઞાન એટલે આત્મા અને અજ્ઞાન એટલે અનાત્મા. તેને અહંકાર આવ્યો, અજ્ઞાનને. એટલે અહંકાર આવ્યો તેનું આ બધું ઊભું થઈ ગયું. તે રાત-દહાડો ચિંતાઉપાધિઓ, સંસારમાં ના ગમે તોય પડી રહેવું પડેને, ક્યાં જાય છે ?
ક્યાં જવાય ? ત્યાં ને ત્યાં જ. એટલે અહીં ખાટલામાં સૂઈ રહેવાનુંને, ઊંઘ ના આવે તોય !
પ્રશ્નકર્તા : અહંકાર ક્યાંથી ઉત્પન્ન થયો ?
દાદાશ્રી : અહંકાર એ જ અજ્ઞાનને. અજ્ઞાન ને જ્ઞાન બે જુદી વસ્તુ છે. આપણે અહીં આગળ અત્યારે એક, મોટા શેઠ આવ્યા છે,
એ શેઠ બહુ સુંદર વાતચીત કરે, પણ કો’કે અડધો રતલ બ્રાન્ડી પાઈ દીધી એમને, પછી એ વાત કેવી કરે ?
પ્રશ્નકર્તા : બ્રાન્ડીનો સંયોગ થયો, એટલે બીજી વાત કરે.
દાદાશ્રી : આ સંયોગ ભેગા થયા છેને, એટલે આ બધું ઊભું થયું. જ્ઞાન સ્વરૂપને સંયોગ ભેગો થયો એટલે આ બ્રાંતિ ઉત્પન્ન થઈ. જેમ પેલો શેઠ એમ કહે છેને કે ‘હું તો વડાપ્રધાન છું, આમ છું, તેમ છું,’ બોલે....
પ્રશ્નકર્તા : દાદા, તો જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થયું ?
દાદાશ્રી : જ્ઞાન તો ઉત્પન્ન હોય જ નહીંને ! જ્ઞાન તો પરમેનન્ટ વસ્તુ છે. બહારની વસ્તુઓને લઈને અજ્ઞાન ઊભું થયું, જેમ પેલો દારૂ પીધોને, સંયોગથી. એટલે પછી આ બધા સંયોગોથી છૂટી જાય તો બધું મુક્ત થાય.
પ્રશ્નકર્તા : ભાવ કર્યો તો તે અજ્ઞાનનો સંયોગ થયોને એને ? દાદાશ્રી : ભાવનો કશો સવાલ નથી. અજ્ઞાનનો સંયોગ નથી