________________
૧૫ર
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) “હું’ સામે જાગૃતિ !
૧૫૩
શક્તિ, ઐશ્વર્યનું જ્યાં સુધી ભાન નથી “એને’ અને બીજી જ વસ્તુનું ચિંતવન કરે છે ત્યાં સુધી અહંકાર છે, એ વિશેષ પરિણામ છે. આ બન્નેને છુટાં પાડો તો બેઉ છૂટી જાય, પછી કશું જ નથી. પણ સામીપ્યભાવને લઈને અહંકાર ઊભો થયો છે. આ સંસારકાળ બધો સામીપ્યભાવવાળો છે. જ્યારે “પોતે કોણ છે એવું ભાન થાય એટલે અહંકાર રહેતો નથી પછી.
પ્રશ્નકર્તા : પણ “હું શુદ્ધાત્મા છું’ એ પણ અહંકાર તો ખરો જ ને ?
દાદાશ્રી : આ બાજુ જોયું એટલે સંસાર થયો, માયા, મમતા થઇ ને આ બાજુ જોયું ત્યાં મોક્ષ થયો. ત્યાં સ્વરૂપ આવ્યું.
પ્રશ્નકર્તા ઃ તો અજ્ઞાન પહેલા નહોતું ?
દાદાશ્રી : અજ્ઞાન તો હતું જ ને ! જ્ઞાનનું પ્રદાન કરે તો જ્ઞાન થાય.
પ્રશ્નકર્તા : તો પહેલા જ્ઞાન કે અજ્ઞાન નહોતું ?
દાદાશ્રી : અજ્ઞાન હોય પણ એ સૂક્ષ્મરૂપે હોય છે ને પછી બહારના સંજોગો મળે એટલે બહાર દેખાય, ફૂટે.
હું શુદ્ધાત્મા’ એ અહંકાર ? પ્રશ્નકર્તા : આપણે અમસ્તી વાત કરતાં પણ કહીએ છીએ કે મારો આત્મા આમ કહે છે પણ “હું આત્મા છું' એમ નથી કહેતા. તો આમાં ‘હું એ કોણ અને “આત્મા’ એ કોણ ?
દાદાશ્રી : ‘એ અહંકાર છે અને “આત્મા’ એ મૂળ વસ્તુ છે. પ્રશ્નકર્તા : ‘ક્યાંથી ચાલુ થયો ?
દાદાશ્રી : “હું તો છો જ તમે. ‘હું'ને કાઢી નાખવાનો નથી. આ અહંકાર કાઢી નાખવાનો છે.
અહંકાર શી રીતે થયો ? આત્મા મહીં ચોખ્ખો છે જ. અને આ અહંકાર તો એની હાજરીમાં વ્યતિરેક ગુણથી ઊભો થયો છે.
પ્રશ્નકર્તા : પણ એ અહંકાર સ્વભાવિક છે તે ?
દાદાશ્રી : સ્વભાવિક તો વસ્તુ આમાં કોઈ છે જ નહીં. આ તો અવસ્થિત વસ્તુઓ છે, વિશેષભાવી છે. એ સ્વભાવિક વસ્તુ નથી. સ્વભાવિક વસ્તુ હંમેશાં અવિનાશી હોય અને વિશેષભાવી વિનાશી હોય.
હું જ શુદ્ધાત્મા છું', પેલું બધું (રોંગ બિલીફો) છૂટી ગયું, એટલે અહંકાર જાય. એ અહંકાર ક્યાં સુધી કહેવાય છે કે જ્યાં સુધી પોતાની
દાદાશ્રી : એ અહંકાર ના કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું' એ પોતાનું, વસ્તુત્વનું ભાન છે.
પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું' એ ભાવ કરવો જ પડે છે ને, આપણે?
દાદાશ્રી : એ ભાવ કરે તેનો વાંધો નથી. એ ભાવ છે એક જાતનો, પણ એ અહંકાર નથી ગણાતો. અહંકાર એટલે પોતે જે નથી, એ વસ્તુ બોલવી, એનું નામ અહંકાર. પોતે જે નથી અને કહે કે “હું આ છું'. દેહધારી પોતે નથી છતાં કહે કે “હું દેહધારી છું', નામધારી પોતે નથી છતાં ‘હું ચંદુભાઈ છું, કાકો છું, મામો છું.' એ બધો અહંકાર છે.
પ્રશ્નકર્તા : તે ‘હું શુદ્ધાત્મા છું' એ શું ?
દાદાશ્રી : પોતાના અસ્તિત્વનું ભાન છે જ પણ ‘હું કોણ છું” એ ભાન થઈ ગયું, એ પોતાનું વસ્તુત્વ કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું' એ વસ્તુને જાણી કે ‘પોતે કોણ” અને પછી પૂર્ણત્વ થાય એટલે ‘હુંયે ઊડી જાય પછી.
આંધળાં અહંકારતે વળી ચશ્મા ? પ્રશ્નકર્તા : રિલેટિવ વ્યુ પોઇન્ટથી “આઈ ચંદુભાઈ છે અને