________________
૧૫૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
વસ્તુનો સામીપ્યભાવ છે. એટલે બીજી વસ્તુના સામીપ્યભાવથી વિશેષભાવ ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા શુદ્ધ દશામાં જાય સિદ્ધક્ષેત્રમાં, તો પછી પેલા પરમાણુઓ ક્યાં રહે છે ?
દાદાશ્રી : કયા ? પ્રશ્નકર્તા : અચેતનવાળા.
દાદાશ્રી : એ તો બધા ઊડી ગયા, ત્યાર પછી જ જાય ને ! અને ચૌદમા ગુઠાણામાં થોડાક રહ્યા હોય, તે થોડીક વાર રહે, પછી ઊડી ગયા કે જાય ઉપર સિદ્ધક્ષેત્રમાં. પછી ધર્માસ્તિકાય ઉપર મૂકી જાય.
પ્રશ્નકર્તા : પછી એને ક્યારેય સ્પર્શ ના કરે, પછી કોઈ વસ્તુ એને સ્પર્શ ન કરે ?
દાદાશ્રી : પછી સંયોગ જ નહીં ત્યાં. સંયોગ હોય તો જ વિશેષભાવ થાય. સંયોગ જ નહીં, પછી વિશેષભાવ શાના ?
પ્રશ્નકર્તા : અને એ સંયોગ સંસારમાં રહે ત્યારે જ થાય ? દાદાશ્રી : આ લોકમાં.
પ્રશ્નકર્તા ઃ આ લોકમાં રહે ત્યારે જ વિભાવ થાય. પેલા લોકમાં ના થાય ?
દાદાશ્રી : અલોક જે કહે છે ત્યાં નહીં.
એમાંથી જ્યારે પોતે પોતાનું ભાન પ્રગટ થાય છે ત્યારે એ છૂટો થાય છે. ત્યારે એ ત્યાં જાય છે, જ્યાં આગળ ફરી બીજા કોઈ તત્ત્વનું સંમેલન ન થાય. એટલે ત્યાં આગળ પછી ફેરફાર થતો નથી. સિદ્ધક્ષેત્રમાં બીજાં તત્ત્વો છે નહીં. આ તો આખું વિજ્ઞાન છે !
[૧૨] હું' સામે જાગૃતિ !
અહંકાર થયો ઉત્પન્ન આમ... પ્રશ્નકર્તા : ઇગોને ઉત્પન્ન કરનાર કોણ ?
દાદાશ્રી : આ જગતમાં છ તત્ત્વો છે. ચેતન, પુદ્ગલ, ગતિસહાયક સ્થિતિસહાયક, આકાશ અને કાળ. આત્માનું પ્રવહન છે. તે પ્રવાહમાં જ વહી રહ્યો છે. એ પ્રવાહમાં આ પાંચ તત્ત્વોનું દબાણ આવે છે ને વિશેષભાવ ઊભો થાય છે ને અહમ્ ઉત્પન્ન થાય છે. એના અમલમાં આ ઈગો ઊભો થયો છે. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. આ વિજ્ઞાન છે.
પ્રશ્નકર્તા : નિગોદમાંથી જીવ આવ્યો, ત્યારે ક્રોધ-માન-માયાલોભ અને અહંકાર નહોતા, તે પછી જીવ કેમ ગૂંચાયો ? એ મૂળ આવ્યા ક્યાંથી ? કયા કારણસર આવ્યા ? અહંકાર વગરનો કેમ એક્ય જીવ નથી ?
દાદાશ્રી : અહંકાર તો હોય જ, ક્રોધ-માન-માયા-લોભ તો હોય
પ્રશ્નકર્તા : અહંકાર કેમ હોય ?
દાદાશ્રી : અહંકાર તો દરેકમાં હોય જ, નિગોદમાં તો આખું ઘોર અંધારું જ હતું.
પ્રશ્નકર્તા : માયા, ઇગો જ મૂળથી ?