________________
૧૪૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૧) વિશેષ પરિણામનો અંત આવે, ત્યારે....
૧૪૯
દાદાશ્રી : આ રિયલ રિલેટિવ છે, એટલે આનો તાળો બીજી જગ્યાએ ન મળે. આ સ્વતંત્ર તાળો હોય. આ ભાષા, આ અર્થ એ બધા સ્વતંત્ર હોય અને લોકોને ત્યાં બુદ્ધિ ઠરી જાય એવા હોય, બુદ્ધિ શાંત થઈ જાય એવા હોય. આ જવાબો રિયલ રિલેટિવ હોય. અને રિલેટિવમાં તો બુદ્ધિ છે તે કૂદે. એ સમજવા જેવું છે બધું પાછું.
પ્રશ્નકર્તા : આ રિયલ રિલેટિવમાંથી ઉદ્ભવેલી એટલે....
દાદાશ્રી : છે રિલેટિવ, પણ કયું રિલેટિવ ? ત્યારે કહે, રિયલ રિલેટિવ. પેલું રિલેટિવ રિલેટિવ છે. એક રિયલ રિલેટિવ, બીજું રિલેટિવ અને ત્રીજું રિલેટિવ રિલેટિવ. આ ત્રણ સાંધા. એમાં આ પહેલાં સાંધાની વાત છે. પહેલા સાંધામાં પહોંચી ના શકે માણસ. એ પહોંચી શકે તો એની વાણી ટેપરેકર્ડ હોય.
સ્વક્ષેત્ર છે દરવાજો, સિદ્ધક્ષેત્રતો ! પ્રશ્નકર્તા : જ્યારે જુઓ ત્યારે દાદા આપ એવા ને એવા જ લાગો છો, ફેર નથી લાગતો, એ શું છે ?
દાદાશ્રી : આ કંઇ ફૂલ છે કે કરમાય ? આ તો મહીં પરમાત્મા પ્રગટ થઇને બેઠા છે ! નહીં તો ખખડી ગયેલા દેખાય ! જ્યાં પરભાવનો ક્ષય થયો છે, નિરંતર સ્વભાવ જાગૃતિ રહે છે, પરભાવ પ્રત્યે જેને કિંચિત્માત્ર રુચિ રહી નથી, એક અણુ-પરમાણુ જેટલી રુચિ રહી નથી, પછી એને શું જોઇએ ?
પરભાવના ક્ષયથી ઓર આનંદ અનુભવાય છે અને તમે એ ક્ષય ભણી દૃષ્ટિ રાખજો. જેટલો પરભાવ ક્ષય થયો એટલો સ્વભાવમાં સ્થિત થયો. બસ, આટલું જ સમજવા જેવું છે, બીજું કશું કરવા જેવું નથી.
જ્યાં સુધી પરભાવ છે ત્યાં સુધી પરક્ષેત્ર છે. પરભાવ ગયો કે સ્વક્ષેત્રમાં થોડોક વખત રહી અને સિદ્ધક્ષેત્રમાં સ્થિતિ થાય. સ્વક્ષેત્ર એ સિદ્ધક્ષેત્રનો દરવાજો છે !
એટલે આ લપટાયેલો કેમ છૂટે ? ત્યારે કહે છે કે આ પોતાના
સ્વરૂપને જાણે તો એ છૂટે ને પછી છે તે જ્યાં આગળ બીજાં તત્ત્વો જ ન હોય એ જગ્યાએ ત્યાં જાય, તો બીજાં તત્ત્વો એને અસર ના કરે તો પોતે મુક્ત રહી શકે. પણ અહીં તો જો બધું હોય તો બીજાં તત્ત્વ એને અસર કર્યા વગર રહેવાના જ નહીં. આ ખબર પડે છે આ વાત ? બહુ ઝીણી વાતો આ બધી છે.
બીજાં તત્ત્વની અસર છે આ. હવે એ અસર ગયા વગર શી રીતે જાય મુક્તિમાં ? જો પોતાનું સ્વરૂપ જાણે અને સેફસાઈડ થઈ જાય, ત્યાર પછી એ ત્યાં આગળ જાય. તે ત્યાં આગળ આ બીજાં તત્ત્વો નહીં હોવાથી ત્યાં સિદ્ધગતિમાં કાયમને માટે સિદ્ધસ્થિતિમાં રહેશે. અને કાયદેસરનું છે, આ ગમ્યું નથી. બિલકુલ કાયદેસરનું. જેમ એકથી સો સુધી રકમ હોય છે ને, તે અડતાલીસ પછી ઓગણપચાસ આવે, ઓગણપચાસ પછી પચાસ આવે. એમાં સહેજેય ગમ્યું નથી.
એટલે સિદ્ધક્ષેત્રમાં ગયા પછી સ્વસ્વરૂપ જાય નહીં. સિદ્ધક્ષેત્રમાં જવા માટે જ્ઞાની પુરુષે જે જ્ઞાન આપ્યું હોય, પ્રકાશ આપ્યો હોય અને આત્મા છૂટો પાડી આપ્યો હોય પછી એ આજ્ઞા પાળો એટલે છુટો ને છૂટો રહે. એટલે કર્મો બધાં ક્ષય થઈ જાય અને પછી એક-બે અવતારમાં મોક્ષે ચાલ્યો જાય. પછી ત્યાં વિશેષભાવ થાય નહીં.
અલોકમાં આકાશ એકલું જ છે અને સિદ્ધક્ષેત્રમાં ત્યાં બીજા જોયો છે નહીં, એટલે જ્ઞાતાને બીજું કશું રહ્યું જ નહીંને !
પ્રશ્નકર્તા : ત્યાં જોયો નથી તો પછી એ આપ કહો છો ને કે સિદ્ધક્ષેત્રમાં ગયા પછી ખાલી એ જુએ ને જાણે છે. એ આ લોકનું જુએ ને જાણે છે ?
દાદાશ્રી : આખાય લોકનું. બે તત્ત્વો નજીક હોય ત્યારે છે તે વિભાવ એને થઈ જાય. સિદ્ધક્ષેત્રમાં નજીક કોઈ છે જ નહીં ને !
સિદ્ધલોકમાં છે તે બીજી વસ્તુ જ નથી. એટલે એને સામીપ્યભાવ નથી. કશું જ છે જ નહીં. અહીં તો આ લોક છે. લોકમાં બધી