________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : સ્વભાવમાં આવી ગયા, તેથી તો અડે નહીં.
પ્રશ્નકર્તા : જોવાનું શું, ખાલી પુદ્ગલ જ જુએ ? એ જાગૃતિ એમની ક્યાં હોય તો પછી ?
૧૪૬
દાદાશ્રી : બધી જ્ઞેયોમાં.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞેયના જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવિક રીતે રહ્યા કરે ? દાદાશ્રી : બસ, એટલું જ, બીજું કશું નહીં.
ઍબ્સૉલ્યૂટ એટલે સાંસારિક વિચાર જ આવતા બંધ થયા હોય ! ‘પોતે’ પોતાના જ પરિણામને ભજે ! વૈજ્ઞાનિક જ્ઞાનીની વાતો વૈજ્ઞાનિક છે કે નહીં ?
પ્રશ્નકર્તા : વૈજ્ઞાનિક છે.
દાદાશ્રી : હું, વૈજ્ઞાનિક વાતને આપણા શાસ્ત્રોમાં લોકોએ આ ગૂંચવાડો ઊભો કર્યો છે. તે બધું આ ગૂંચાવી માર્યું છે અને એ લોકો તો કહેવાય એટલું કહી ગયા, પછી અવક્તવ્ય ને અવર્ણનીય બોલતા ગયા. આપણા લોકોએ લખ્યું કે અવક્તવ્ય છે ને અવર્ણનીય.... ત્યારે મૂઆ ખોળ ખોળ શું કરવા કરો છો મહીં ? બહાર ખોળો ને ત્યાં આગળ ! આ તો બોર્ડ જ બતાવે છે ગો ધેર (ત્યાં જાવ). એટલે ત્યાં બોર્ડ આગળ જ બેસી રહેવાનું ?
વીતરાગો જાણતા હતા, આ બધી વાત. જે વીતરાગ થઈ ગયા હિન્દુસ્તાનમાં પણ વીતરાગોએ વાત શબ્દથી જેટલી કહેવાય એટલી કહી, પછી વધારે શી રીતે કહી શકે ? શબ્દથી એટલે નિઃશબ્દ વસ્તુની, આત્મા નિઃશબ્દ, અવક્તવ્ય, અવર્ણનીય છે, તેનું વર્ણન કેવી રીતે કરે ? પ્રશ્નકર્તા : ના થાય.
દાદાશ્રી : અને આ જગતનું વર્ણન કેવી રીતે કરે, જ્યાં શબ્દ જ છે નહીં એટલે પછી. જગતને શી રીતે સમજાય ? આ કંઈ બુદ્ધિના ખેલ ઓછા છે ? ત્યાં બુદ્ધિ કંઈ પહોંચે એવી છે ? બહુ ઝીણી વાત.
(૧.૧૧) વિશેષ પરિણામનો અંત આવે, ત્યારે...
આ તો હું બોલું છું તે જાડી ભાષામાં વાત કરું છું. મેં જે જોયું છે ને, તે વાત વિગત સમજાવતાંય વાર લાગે. એ ભાષાના શબ્દો જ ના હોય ને !
૧૪૭
પ્રશ્નકર્તા : ના, પણ આપના આ જે સાયન્ટિફિક શબ્દો નીકળે છે ને, એ એક્ઝેક્ટ બહુ ફોડ પાડતા નીકળે છે.
દાદાશ્રી : એ હોય જ ને, પણ જોયેલું છે એટલે. પણ તેય એક્ઝેક્ટ તો બોલાય જ નહીં. એય તો જોયેલાનું વર્ણન, શબ્દ જ ના હોયને ત્યાં. એ જેમતેમ ખોળી કાઢીને બોલવા પડે શબ્દો. આપણી ભાષામાં સમજાય એવું ખોળી કાઢીને બોલવા પડે. છતાં આ વાણી વ્યતિરેક ગુણમાંથી ઊભી થઇ છે.
પ્રશ્નકર્તા : એટલે એ ક્રોધ-માન-માયા-લોભ વગરનો ગુણ ? દાદાશ્રી : ના, ના, ક્રોધ-માન-માયા-લોભમાંથી જ આ બનેલી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : પણ આ તો ઉત્તમ વાણી છે, યથાયોગ્ય વાણી છે.
દાદાશ્રી : ઉત્તમ વાણી છે, તોય પણ એ આમાંથી જ બનેલી છે. આ કઇ ભાષાની છે ? એ રિલેટિવ ભાષાની નથી, રિયલ રિલેટિવની છે.
પ્રશ્નકર્તા : દાદા, આ તો નવું નીકળ્યું, અમારા માટે તો હું ! આ તો કેટલીક આવી વાતો તો દાદા પાસે એકલા બેઠા હોઇએ ત્યારે સંભળાય.
દાદાશ્રી : એ તો એવો ટાઇમ આવે ત્યારે જ નીકળે. નહીં તો નીકળે નહીં ને ! એવો સંજોગ બાઝવો જોઇએ, ટાઇમ બાઝવો જોઇએ, એવું ક્ષેત્ર ફરતું હોવું જોઇએ. એક જગ્યાએ બેઠાં બેઠાં શી રીતે નીકળે ? ફરતું ક્ષેત્ર (જુદી જુદી જગ્યાએ સત્સંગ) હોય તો આવું નીકળે ! પ્રશ્નકર્તા : એટલે વ્યતિરેક ગુણમાંથી રિયલ રિલેટિવની ભાષા
છે, એમ ?