________________
૧૪૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રતીતિ વધતી જાય, અહમ્ ભાવ ખોટો છે એવું, તેમ પેલો વિશેષભાવ પણ મંદ પડતો જાય ?
દાદાશ્રી : અહમ્ ભાવ જેટલો ઓગળતો ગયો એટલો વિશેષભાવ ઓગળતો ગયો.
પ્રશ્નકર્તા : અને અહમ્ ભાવ સંપૂર્ણ ખલાસ થાય તો ?
દાદાશ્રી : વિશેષભાવ ખલાસ થઈ જાય. સ્વભાવ રહ્યો. બેઉના જાતિ સ્વભાવ રહ્યા. પુદ્ગલ પુદ્ગલના સ્વભાવમાં, આત્મા આત્માના સ્વભાવમાં. બેઉ હતા તેનાં તેમ જ થઈ ગયાં.
પ્રશ્નકર્તા : તો આ મન-વચન-કાયા રહે છે તે ? મનના વિચારો રહે છે, વાણી રહે છે, આ પ્રવર્તન, તો એને અને વિશેષભાવને સંબંધ ખરો ?
દાદાશ્રી : એને કશું લેવાદેવા નથી. અહંકાર જ વિશેષભાવ છે. અહંકાર એટલે અહમ્ભાવ, એ જ વિશેષભાવ છે. જ્યાં પોતે નથી ત્યાં અહમ્ભાવ કરે, કે ‘હું આ બધું', એ વિશેષભાવ છે. તે જ્યારે ‘એને સમજાય કે આ અહમ્ભાવ વસ્તુ ખોટી છે અને બીજી વસ્તુ સાચી છે, તે પ્રતીતિ બેસે, ત્યારે મૂળ વિશેષ પરિણામ ઊડે છે, પછી તેનો અહમ્ભાવ ઓગળવા માંડે. ત્યારથી વિશેષભાવ (પરપરિણામ) ઓગળતો જાય, અહમ્ભાવ ખલાસ થયો કે વિશેષભાવ ખલાસ થઈ જાય, સ્વભાવભાવ ઉત્પન્ન થયો. ત્યાં સુધી ક્રિયા ચાલ્યા કરે છે, અહમ્ભાવ ઓછો થતો જાય, સ્વભાવભાવ વધતો જાય. અહમભાવ ઓછો થતો જાય, સ્વભાવભાવ વધતો જાય. જ્યાં સુધી પૂર્ણપણાને બેઉ ના પામે ત્યાં સુધી આમ ચાલે. આ બાજુ અહમ્ભાવ પૂર્ણપણે ખલાસ થાય, અને આ બાજુ પૂર્ણપણે સ્વભાવભાવ પૂર્ણ થાય, એવો હિસાબ છે. અક્રમ માર્ગમાં જ્ઞાન મળતાં જ મૂળ વિશેષભાવ કે જે બે તત્ત્વના પાસે આવવાથી થાય છે તે જાય છે. પણ વિશેષ પરિણામના વિશેષ પરિણામ જે પરપરિણામ છે. તે ક્રમે ક્રમે ખલાસ થાય છે.
(૧.૧૧) વિશેષ પરિણામનો અંત આવે, ત્યારે...
૧૫ પ્રશ્નકર્તા : એટલે આ વિભાવ પૂરેપૂરો જાય છે કે એ ક્રમે ક્રમે જાય છે?
દાદાશ્રી : વિભાવ મટે એટલે ક્રમે ક્રમે મટે અને આ સ્વભાવ ક્રમે ક્રમે ખીલે. એટલે જેટલો અનુભવ થાય એટલો ખીલે. એક જ દા'ડામાં સ્વભાવ ખીલી ના ઊઠે.
પ્રશ્નકર્તા : ‘લક્ષ થકી ઉપર જઈ બેઠાં, સંયોગોનો જ્ઞાતા-દ્રષ્ટા માત્ર રહ્યો.”
દાદાશ્રી : વિભાવ મટ્યો.
પ્રશ્નકર્તા : “મોક્ષ કહ્યો છે સ્વભાવ તારો. વિભાવથી તું પકડાયો.” ‘વિભાવ મટતાં સ્વરૂપમાં તું ક્રમે ક્રમે હવે ખીલી રહ્યો.’ જેટલો સ્વભાવ ઉત્પન્ન થયો, પછી એ વિભાવને આપણે પ્રજ્ઞા કહીએ છીએ ?
દાદાશ્રી : એ પ્રજ્ઞા એ વિભાવ નથી. કેટલો વિશેષભાવ ઘટ્યો ને કેટલો સ્વભાવ ઉત્પન્ન થયો, વધ્યો, તે બધાને જે જાણે છે એ પ્રજ્ઞા છે. તે વખતે આત્મા શું છે, એ બધું જ જે જાણે છે, તે પૂર્ણ પ્રજ્ઞા છે.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા પણ આમ વધે-ઘટે એવી ખરીને ?
દાદાશ્રી : વધે-ઘટે, વધ-ઘટ થાય. ગુરુ-લધુ થાય, કારણ કે છેવટે સ્વભાવભાવ પૂરો થાય છે અને અહમ્ભાવ ખલાસ થઈ જાય છે, ત્યારે એ પ્રજ્ઞા પોતે પણ ખલાસ થઈ જાય છે. ત્યાં સુધી કામ કરે છે.
કેવળજ્ઞાત પછી તથી વિભાવ ! પ્રશ્નકર્તા : આ તીર્થંકરો અને કેવળીઓ છે તે સમય સમયની જાગૃતિમાં હોય, તો એ તે વખતે જાગૃતિ એમની કેવી કે, આ સમય સમયના વિશેષભાવ ઊભા થતા હોય તેને વિશેષભાવ તરીકે જોયા કરે ?
દાદાશ્રી : ના, એમને વિશેષભાવ ઉત્પન્ન જ ના થાય. પ્રશ્નકર્તા : એટલે સ્વભાવમાં જ આવી ગયા ?