________________
૧૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૧) વિશેષ પરિણામનો અંત આવે, ત્યારે..
૧૪૩
તે પી ગયો હડહડાટ ! રેડી દીધી. હોશિયાર તો ખરો ને ! તારા જેવો બહુ પાકો માણસ. પણ દઝાઈ ગયો એ બિચારો ! બહુ એ ખલાસ થઈ ગયો બિચારો !
પ્રશ્નકર્તા : પૈસા બચાવ્યા એણે.
દાદાશ્રી : હા, પૈસા બગડે નહીં ને. હશે એના ભાગ્ય પાકા મહીં ! પછી શું આવ્યું ?
પ્રશ્નકર્તા : “અજ્ઞાનથી મુક્તિ એટલે આ પોતાના પરિણામ અને આ વિપરિણામ એમ બન્નેને સમજે.”
દાદાશ્રી : અજ્ઞાનથી મુક્તિ, હવે એનો અર્થ લોકો શું સમજે ? લ્યો, આ દાદાએ શોધખોળ કરી કે અજ્ઞાનથી મુક્તિ થાય છે. અલ્યા મૂઆ, એવું નહીં. અજ્ઞાનથી મુક્તિ એટલે અજ્ઞાનથી મુક્ત થઈશ, ત્યારે આ લોકો શું કહે અજ્ઞાનથી મુક્તિ થાય છે. અર્થ અવળો કરે ત્યારે શું થાય ? એને પોતાને અજ્ઞાન ખરુંને ! એ એની ભાષામાં લઈ જાય પાછું.
પ્રશ્નકર્તા : આખા આ અખંડ વાક્યો છે, ત્રણ.
દાદાશ્રી : ત્રીજું વાક્ય, બીજું વાક્ય તો પાછું એને હેલ્પ કરે. એટલે પછી એનો અર્થ ઊડી જાય. આ એકલું રહે ને ત્યારે કહે છે, અજ્ઞાનથી મુક્તિ થાય. પણ બીજા લોકો એની વાત માને નહીં, આજુબાજુનું જ વાક્ય જુએ જ !
પ્રશ્નકર્તા : અજ્ઞાનથી મુક્તિ એટલે આ પોતાના પરિણામ અને આ વિપરિણામ, એમ બન્ને સમજે.
દાદાશ્રી : આ મારાં પરિણામ છે, પેલાં વિશેષ પરિણામ છે.
પ્રશ્નકર્તા : આ મારાં પરિણામ ને આ વિશેષ પરિણામ, એવું કઈ રીતે સમજવું અંદર ?
દાદાશ્રી : જે જોવું-જાણવાનું એ બધા પરિણામ મારા છે અને
બીજા બધા છે તે આમના (પુદ્ગલના), કર્તા ભાગ બધો. એ બુદ્ધિનું જાણવું નહીં. બુદ્ધિનું જોવું-જાણવું એ, એ જ પાછાં પરપરિણામ છે, એ વિશેષ પરિણામ છે.
- આ ડામાં ખાંડ નાખે છે તે વાટીને કેમ નથી નાખતા ! કારણ કે ખાંડનો સ્વભાવ જ ઓગળવાનો છે તેથી. તેમ તમારે સમજી લેવું કે આત્માનો સ્વભાવ જ ઊર્ધ્વગામી છે. શાશ્વતું છે, આત્માનું એકે એક પરિણામ સનાતન છે. અને આત્મા સિવાયનું બીજું બધું જ ગુરુ-લઘુ સ્વભાવવાળું છે, વિશેષ પરિણામો છે. ફક્ત આપણે જાણી લેવાનું કે આ તો વિશેષ પરિણામો છે ને હું તો શુદ્ધાત્મા છું. અને જો આવાં વિશેષ પરિણામમાં શુદ્ધ પરિણામે છુટા ના રહી શકાતું હોય તો નક્કી કરી લેવું કે આ બધાં છે તે વિશેષ પરિણામો છે અને તે નાશવંત છે અને હું શાશ્વતનાં સ્વપરિણામવાળો છું.
અહમ્ અને વિભાવ ! આપણું કહેવાનું શું છે કે ભઈ, આત્મામાં કશો ફેરફાર થયો નથી. આત્મા છે તેવો ને તેવો જ રહ્યો છે. ફક્ત વિશેષભાવમાં તારો અહંકાર ઊભો થયો છે. અહમૂભાવ ઊભો થયો, વિશેષભાવમાં ‘હું જ છું અત્યારે, બીજું કોણ ? મારા સિવાય કે નહીં. બીજો કોઈ તો છે નહીં.
પ્રશ્નકર્તા : અહમ્ વિલય થયા પછી વિશેષભાવ રહે ? દાદાશ્રી : નહીં, ત્યાર પછી વિશેષભાવ પૂરો થઈ ગયો કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે પછી ધીમે ધીમે ઓછો થાય કે આ બાજુ અહમ્ પૂરો થાય, પેલી બાજુ વિશેષભાવ પૂરો થાય ?
દાદાશ્રી : પહેલું અહમ્ છે. “અહમ્' એ ખોટું જ્ઞાન છે એવી ‘એને’ પ્રતીતિ થાય ત્યારથી અહમ્ તૂટવા માંડે. ત્યારથી મૂળ આત્મા તરફ જતો જાય, સ્વભાવ તરફ જાય. આ વિશેષભાવને બદલે સ્વભાવ તરફ જતો જાય.
પ્રશ્નકર્તા : બેઉ સામસામે જ કાઉન્ટરવેઈટ જેવું? આ બાજુએ