________________
ડિપ્રેશન સામે જુદાપણાની જાગૃતિ
૧૩૫
૧૩૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : ના ખવાય.
દાદાશ્રી : આ કહે છે કે, અમે તો ખઈ જઈએ. કેટલાય એંઠવાડા ખાઉં છું. ડિપ્રેશન આવે ત્યારે ‘ખઈ જઉં છું’ એવું કહેતો હતો ને ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો પછી ? હજુય એવું કરીશ ? પ્રશ્નકર્તા : ના, એવું નથી કરવું.
દાદાશ્રી : ડિપ્રેશનમાં તો વધારે રહેવું. ‘હજુ તું આવ ડિપ્રેશન' કહીએ. ‘હું છું ને તું છું.’ તે ઘડીએ આત્મા જુદો પડશે હડહડાટ. એ તો પટ્ટી ઉખાડતી વખતે ‘ઓય બાપ, ઓય બાપ’ એ ઉખડે ? શું કરવું પડે ? ઉખાડ બા કહીએ. છો વાળ સાથે જતી રહે પણ તો ઉખડે. આમ પટ્ટી ઉખડે નહીં અને રોજ લાય બળે. એ તો કંઈ ધંધો છે ?
પ્રશ્નકર્તા : દાદા, પણ એ તો અહંકાર થયોને ?
દાદાશ્રી : એ તો ડિસ્ચાર્જ અહંકાર છે. આમાં ચાર્જ અહંકાર તો હોય જ નહીંને ! તું તારી બુદ્ધિથી ના ચાલીશ, અમથો માર ખઈ જઈશ. પ્રોટેક્શન ના કરીશ. ડિપ્રેશન તો આ ભગવાન થવાનું એક મોટામાં મોટું મોબારું છે. મહીં ઘમરોળ થઈ રહ્યું હોય, મહીં બિલકુલ ચેન ના પડે. મહીં આમ આમ થયા કરતું હોય તે વખતે, “ચાલો બધાં છેટા બેસો’ કહીએ. એની સાથે બધાં છેટાં બેસી જાય હડહડાટ. ‘જાય છે કે નહીં ?” કે બધાં ખયાં હડહડાટ. ડિપ્રેશનમાં કેમ આવે, બળ્યું ! એવું ગાજો... ‘રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે ?”
આ ડિપ્રેશન આવે ને એટલે કહીએ ‘બીજાં આવો'. એ લઈ ના જાય આપણને. આત્મા તો ત્યાંનો ત્યાં જ છે ને ! એ ‘બીજાં આવો’ ભેગાં થઈને, આવે એટલે આ દાદા મળ્યાં છે ને તે દાદાઈ બેંકમાં પાર વગરનો માલ છે. હું તમને પેમેન્ટ કરી દઉં. દાદાની બેંકમાં ખોટ નથી !
જ્ઞાની પુરુષ મળ્યા, અક્રમ વિજ્ઞાની છે. ખાવા-પીવાની છૂટ, બધુંય છૂટ પણ આવું આ ?! એ બળ્યું, કંઈક એ આવ્યું ડિપ્રેશન, તે ડિપ્રેશનથી
ગભરાવો છો ? બોંબ પડવાનો હોય તો મહીં પેટમાં પાણી ના હાલવું જોઈએ, તે આ ડિપ્રેશનથી ગભરાય ? અરેરે ! બોંબ પડવાનો હોય, તે પેલો ઝિયા કહે કે “બોંબ પડવાનો છે'. ત્યારે કહે, ‘ભઈ, જ્યારે પડવા હોય તો પડ બા. હું છું ને હું છું. તું પડનારો છું ને હું જાણનારો છું.” પડનાર દાઝે, જાણનાર કોઈ દહાડો દાઝે નહીં. ગમે એટલી હોળી સળગાવેને, તે હોળી જોનારની આંખ કંઈ દાઝે નહીં. એટલે આત્માને તો કશું અડે જ નહીં. આત્મા તો બોંબનીય આરપાર રહીને ચાલ્યો જાય, પણ અડે નહીં કશું ! એવો આત્મા તમને મેં આપ્યો છે !!
રૂમમાં બે-ચાર મચ્છરાં જોયાં હોય, તો કહેશે, બળ્યાં મચ્છરાં છે, મછરાં છે. અત્યારથી જ મચ્છરોનું ગાયા કરે તો આખી રાત ઊંઘ શી રીતે આવશે ? અને આ ઓરડીમાં જ સૂઈ જવાનું છે. અલ્યા, મચ્છરેય નથી ને મચ્છરનો બાપેય નથી. અને જમીને-ઓઢીને સૂઈ જવાનું. એ તો કેડવાના હોય તો કેડો, કહીએ. તમારો હિસાબ હોય એટલું લઈ જજો. બીજો હિસાબ બહાર કોઈ લઈ જવાનો નથી અને નહીં તો રડશે તેનુંય લઈ જવાનો છે અને હસતાંનુંય લઈ જવાનો. રડે એને છોડી દે ?! ના છોડી દે ? એ રડતાંનુંય લેવાના ત્યારે હસી હસીને પાને મૂઓ. અત્યારે, જમાડું છું તો હસીને જમાડને મૂઆ, આટલાં બધાં જમી તો જવાના છે. એ મચ્છરાં જમી નહીં જવાના ? ને શી ગુંચ આ માટે ? મહીં આત્મા જુદો પ્રગટ કરી આપ્યો, જુદો કરી આપ્યા પછી. એ અહંકાર એકાકાર હોય ત્યારે તો મહીં જરા ગૂંચવાડો થાય. પણ આ મેં છૂટો કરી આપ્યો, સાવ છૂટો કરી આપ્યો ને પછી આવી બૂમો પાડીએ એ દાજ્યો, દાઝયો. ત્યારે મૂઆ, એ તો તને તે હતી જ ને ટેવ. એ ટેવ છોડવાની છે હવે !
શુદ્ધાત્મા જુદા પડ્યા પછી પરિષહ-ઉપસર્ગ કોને અડે ? ચંદુભાઈને અડે. પાછાં ચંદુભાઈ ગભરાય ત્યારે આપણે કહેવું, ‘હું છું તમારી જોડે ગભરાશો નહીં’.
પ્રશ્નકર્તા : હિંમતે મર્દા તો મદદે દાદા. આજે સરસ વાક્ય નીકળ્યું.
દાદાશ્રી : હા, એ તો લોકોને ડિપ્રેશન આવે. તમને શાના મૂઆ ડિપ્રેશન આવે ? તે આપણે ડિપ્રેશન હોતું હશે ?