________________
૧૩૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ડિપ્રેશન સામે જુદાપણાની જાગૃતિ
૧૩૭ પ્રશ્નકર્તા : ડિપ્રેશનનું રૂટ કોઝ શું, દાદા ? ડિપ્રેશન આવવાનું રૂટ કોઝ શું?
દાદાશ્રી : નબળાઈ પોતાની, બીજું શું ? પ્રશ્નકર્તા : કેવા પ્રકારની નબળાઈ ?
દાદાશ્રી : બધાં પ્રકારની. પોતાની આમ દાનત ચોર એટલે ડિપ્રેશન જ આવે.
પ્રશ્નકર્તા : એકઝેક્ટ શબ્દ છે, દાદા.
દાદાશ્રી : દાનત ચોર નથી ને નિખાલસપણું છે, એને ડિપ્રેશન શાનું? ભોગવવાની ઇચ્છા છે માટે ને ? ઇચ્છા ના હોય, તેને શાનું ડિપ્રેશન આવે, નિરીચ્છકને ? આપણે આત્મા થયા તો ઇચ્છા હોય નહીં, નિરીછુક હોય !
બરકત વગરનો ચંદુ, પહેલેથી જ ! આત્મા થઈને આત્મા બોલો, આત્મા થઈને વર્તી એટલે પછી વાંધો નહીં, ભાંજગડ નહીં.
પ્રશ્નકર્તા એટલે શું બોલવાનું?
દાદાશ્રી : ચંદુલાલ શું કરે છે એ બધું આપણને ધ્યાનમાં રહ્યા કરે ને ડિપ્રેશન આવ્યું તો જાણવું કે આત્માને થતું નથી. આત્માને ડિપ્રેશન હોય નહીં.
પ્રશ્નકર્તા ઃ હવે આ ડિપ્રેશનને જાણે, એવું બને ખરું ? દાદાશ્રી : હા, એવું બનેને !
પ્રશ્નકર્તા: તો ડિપ્રેશન જે બની ગયું એ શું છે? એટલે એક વખત આત્મા તરીકે રહેવામાં ?
દાદાશ્રી : ડિપ્રેશન આવ્યું એટલે અત્યાર સુધી એ બાજુ રહેતો હતો, તે ત્યાંથી ઓચિંતું છૂટવા માંડ્યું હવે !
પ્રશ્નકર્તા : એટલે એની અસરમાં ડિપ્રેશન આવ્યું ?
દાદાશ્રી : હા, આવ્યું. પણ હવે ફરી વધારે વારેઘડીએ જુદો થાય એટલે ડિપ્રેશન બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા: પછી એક વખત ડિપ્રેશન પરિણામ થાય નહીં.
દાદાશ્રી : પછી એક વખત થાય નહીં, પણ છતાં હમણા એ તો પાંચ-સાત-દશ વખતેય આવી જાય.
પ્રશ્નકર્તા : પણ એ આવી જાય તે વખતે જાગૃતિ ચૂક્યા જેવું કહેવાય ?
- દાદાશ્રી : ના, એવું કંઈ ચૂકે નહીં. એ પરિણામ છે પહેલાનું. આ અમે કોઈ ફેરો કહીએ, ‘તને આ નથી આવડતું. એટલે પેલી બાજુથી એણે ઊઠીને શુદ્ધાત્મા થઈ જઈને આ ચંદુલાલને જોવા. અને ઊલટું આપણે ચંદુલાલને કહેવા લાગવું કે “તારામાં કશી બરકત નથી, આવડત
નથી.”
પ્રશ્નકર્તા ઃ હવે એ જે સાંભળતી ઘડીએ જો આ વાક્ય રહેને, તો ડિપ્રેશનની અસર નથી હોતી.
દાદાશ્રી : હા, આપણે કહીએ કે ‘તમારામાં બરકત જ નથી. આ લોકો ખરું કહે છે, હું તો અનુભવું છું, પણ આ લોકોએ કહ્યુંને, જો ઊઘાડું પડી ગયુંને ! આમાં શું સ્વાદ કાઢ્યો તમે ?” એવું કહેવું આપણે ચંદુભાઈને. પણ તમે એવું કહેતાં નથીને ?
પ્રશ્નકર્તા : તે અત્યારે આપની પાસે સાંભળ્યું એટલે હવે એવું લાગ્યું કે કહેવું જોઈએ.
દાદાશ્રી : અને કહો તો સારું, રાગે પડી જાયને ! આમને તો બહુ વખતથી શીખવાડું છું. પણ એ તો કહે છે મારું જે પદ છે એ હું જાણું છું. તમને શું ખબર પડે આમાં ?(!) ડિપ્રેશન આવે તો ભલે આવે. મેં કહ્યું, “શેનું ડિપ્રેશન આવ્યું છે ?” આ બધાં મને કહે છે, તેનું ડિપ્રેશન