________________
૧૩૯
૧૪)
ડિપ્રેશન સામે જુદાપણાની જાગૃતિ આવ્યું છે ! હવે ત્યારે ચંદુલાલમાં રહે છે એ નિરાંતે, આત્માનું પદ આપ્યું છે તો એમાં રહેવાનું છોડીને !
પ્રશ્નકર્તા: તે અત્યારે મને ઊંઘ આવી ગઈ, ઝોકું આવ્યું તો તમે મને બહાર કાઢી મૂક્યો ત્યારે આમ ડિપ્રેશન આવી ગયું. આમ મોટું પડી ગયું.
દાદાશ્રી : તે ઘડીએ આમ કહેવું કે ‘ચંદુભાઈ, જોયુંને, જો તારામાં બરકત નથીને !” એવું કહેવું તો પછી ડિપ્રેશન ના આવે. પણ તને તો તરત આવી ગયુંને ? કારણ કે તું ચંદુભાઈ થઈ જઉં છું અને પ્રોટેક્શન હઉ કરે કે ‘ખરેખર એવું મને ઊંઘ નથી આવી'. તે ઘડીએ તું કહ્યું કે ‘ચંદુભાઈ, હું જાણતો'તો, તું પાસ થવા ફરું છું, પણ તું પાસ થતો નથી. પણ એક ફેરો પાસ થઈ જા. હું છું તારી જોડે” એવું કહેવું હઉ.
પ્રશ્નકર્તા : બરોબર.
દાદાશ્રી : ડિપ્રેશન આવે તો ખભો થાબડવો. ‘હું છુંને તારી જોડે !” આ પૈડે ઘડપણે આ હઉ ખભો થાબડે છેને કે “છુંને તારી જોડે.’ તો આ તમારે જવાનીમાં શું વાંધો ?
પ્રશ્નકર્તા : આ બહુ પરફેક્ટ રીત છે ને જુદાપણું રહે. ડિપ્રેશન આવે નહીં, બધો લાભ મળે.
દાદાશ્રી : હા. પેલા મિલમાલિક શેઠિયાઓ મને કહે છે, “કાકા, તમે તો પહેલાં કરતાં બહુ ફેરફાર થઈ ગયો. તમારો બધો સ્વભાવ પહેલાં હતો, તે કેવો સરસ હતો અને અત્યારે કેવો થઈ ગયો !” મેં કહ્યું, ‘એ તો પહેલેથી જ આવો હતો. તમને ખબર જ નહોતી. હું જોડે ને જોડે રહુને !” ત્યારે કહે છે, “એવું કેવું બોલો છો ?” મેં કહ્યું, ‘એ પહેલેથી જાણું. ઓળખું તારા કાકાને !' એટલે પછી મને ડિપ્રેશ કરી શકે નહીંને ! ત્યારે શું કંઈ આપણે નથી ઓળખતા ? બધુંય ઓળખીએ. ક્યાં ક્યાં પેશાબ કરવા ગયો, ના જાણીએ આપણે ? સંડાસ ક્યાં કરવા બેસી ગયો, ધોળે દહાડે કોઈ ના હોય તો રસ્તામાં બેસી જાય. કેમ શૌચાલય નથી, ખોળતા ? ત્યારે કહે, ‘અહીં કોઈ છે જ નહીંને, અત્યારે.” કોઈ છે તેની ભાંજગડ છે એને. એને કોની ભાંજગડ છે ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : કોઈ છે, કોઈ મને જુએ છે..
દાદાશ્રી : ત્યારે મૂઆ, આ દેખાય છે, આ ઝાડ-છાડ બધા દેખાય છે ! ત્યારે કહે, ‘એ તો મને ઓળખતા નથી, એ સમજતા નથીને !” અને આ અક્કલવાળા બધા આ જે દેખાય છેને સ્કૂલોમાં-કોલેજોમાં, એ બધાં અક્કલવાળા, ઝાડ કરતાં વધારે. અમને તો આ અક્કલવાળાય ઝાડ જ દેખાય છે.
પ્રશ્નકર્તા : પણ આમાં જે એને લાગે છે કે આ બધા મને જોઈ જાય છે, એ શરમ અનુભવે છે, એ શું કહેવાય આ ?
દાદાશ્રી : એ પોતે ‘હું ચંદુભાઈ છું’ તેથી ! પ્રશ્નકર્તા : અને પેલાને આત્મા તરીકે વર્તે, એને કેવું હોય ?
દાદાશ્રી : પેલાને શું થાય ? એ તો કહેશે, “અહીં કોઈ નથી એવું તને લાગે છે, તો અહીં બેસી જાને ! જાને હેંડ, તારી જોડે છું. અહીં બેસી જા.” આપણે આને છૂટ આપીએ.
પ્રશ્નકર્તા : છતાંય પ્રકૃતિમાં પેલું ઊભું થાય તો ખરુંને અંદર ?
દાદાશ્રી : આખો આત્મા જુદો પાડ્યો, પછી આને ‘ફાઈલ’ કહીને. ફાઈલ એટલી બધી કહી કે આત્માને ખોળવાનો જ ના રહ્યો. એ ફાઈલ સિવાય બીજું બધુંય આત્મા અને આત્મા સિવાય બધી આખીય ફાઈલ. લાઈન ઓફ ડિમાર્કશન કેટલી બધી સરસ !
પ્રશ્નકર્તા : આમાં તો જ્યારથી બેસે છે, ત્યારથી જ એકાકારપણે બેસે છે. પછી “મને ઊઠાડ્યો’ કહે છે, ત્યાંથી જ અસર થાય છેને ?
દાદાશ્રી : હા. પણ આપણે ઊલટું કહેવું જોઈએ કે “ચંદુભાઈ, પાંસરા બેસોને ! જો આજ ઊઠાડે તો તમારી વાત તમે જાણો. નહીં તો આ આવી બન્યું તમારું.’ એમ કહેવું પડે. એ આપણે કશુંય નહીં અને ચાલે ગાડું. પેલું માથે લઈ લો છો, “આ ફેરે નક્કી કરવું છે, આજ આઘુંપાછું નથી થવું, આજે આમ કરવું છે” તો એ થઈ ગયા ચંદુલાલ !