________________
ડિપ્રેશન સામે જુદાપણાની જાગૃતિ
પ્રશ્નકર્તા : હા, બસ. ‘આમ નથી કરવું, આમ કરવું છે’ એ માથે લઈ લીધું કહેવાય ?
૧૪૧
દાદાશ્રી : હા, વગર કામની પીડા ! મેં આત્મા ચોખ્ખો આપ્યો છે. તેમાં રહેતા હોય તો નિરાંત થઈ જાય. રૂમની બહાર ગયા પછી ડિપ્રેશન ઠંડું પડી ગયું'તું ?
પ્રશ્નકર્તા : પછી ચંદુભાઈને સહેજ ઠપકો આપ્યો કે તારે લીધે આ મારે બહાર નીકળી જવું પડ્યું.
દાદાશ્રી : તે ઘડીએ તું કોણ ?
પ્રશ્નકર્તા : તે વખતે આત્મા પોતે.
દાદાશ્રી : પ્રજ્ઞા ! આત્મા પોતે હાથ ના ઘાલે. બધું સેક્રેટરી. સેક્રેટરી ઓફ ગવર્મેન્ટ !
જુદું પાડતાં જ ડિપ્રેશત ગાયબ !
ચંદુભાઈ એમ કહે, તો આપણે ટોક ટોક કરીએ એટલે આપણો અભિપ્રાય જુદો છે એવું નક્કી થઈ ગયું. અગર તો ચંદુભાઈ, આવું કેમ થાય છે ? એટલું પૂછીએ તો ય બસ થઈ ગયું.
પ્રશ્નકર્તા : એવું તો કહું છું, ચંદુભાઈને.
દાદાશ્રી : બસ, કહ્યું એટલે આપણો અભિપ્રાય જુદો પડ્યો કે આપણે થઈ ગયું જુદું. છતાં ફરી થાય તો એ ભરેલો માલ છે ને !
પ્રશ્નકર્તા : ચંદુભાઈને જ આગ્રહો છે તે જોયા કરું.
દાદાશ્રી : એ બરોબર છે. એ જોયા કરવાથી ઓછા થઈ જાય. ઘણાં ઓછાં થઈ ગયા છે અને હું ધક્કા મારું છું એ તો તમને યાદગીરી રાખવા માટે. ધક્કા નથી મારતો હું તમને ?
પ્રશ્નકર્તા : એવું નથી કશું લાગતું તમે ધક્કા મારો છો, એ તો ગમે છે પણ આ ચંદુભાઈનું આવું નીકળે છે એ વેદે, તેનું છે.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : હા, એ બરોબર છે. આવું નીકળે છેને, તેનું છે તે તારે કહેવાનું કે “ભઈ, આવું ન થવું જોઈએ'. બસ, એટલું જ. એની પાછળ બેસી રહીએ અને પાસ્ટને સંભાર સંભાર કરીએ તો તો પછી એ આજનું ખોઈ નાખીએ.
પ્રશ્નકર્તા : પ્રેઝન્ટને છોડીએ નહીં.
દાદાશ્રી : અમે ધક્કો મારીએ તોય પ્રેઝન્ટને ‘જો’, ધક્કો ના જોઈશ'' કહીએ.
૧૪૨
પ્રશ્નકર્તા : આપે કહેલું કે આવું બોલજે. તે હું બોલું છું કે ‘આઈ વોન્ટ ટુ રીમેન ઇન પ્રેઝન્ટ' પણ એ તો ડિપ્રેશન આવી જ જાય છે પણ.
દાદાશ્રી : ડિપ્રેશન તો ચંદુભાઈને આવેને, તો આપણે શું વાંધો છે ? જોવું. ‘શા મોટા ચંદુભાઈ, તમને ડિપ્રેશનો આવે છે ?!’ એવું તેવું કહીએ. મારે વઢવું ના પડે. હું તો આવું આવું બોલું. ‘આખી દુનિયાના મોટા બાપ થઈને બેઠાં છો !' એવું કહું. એવું તમારે ‘શું મોટા ચંદુલાલ !’ આમ કહીએને ! આવડે કે ના આવડે ? એટલે પ્રેઝન્ટમાં જ રહેવું, જે તે રસ્તે. ડિપ્રેશન આવેને ત્યારે આપણે કહેવું, દાદાજી જુઓને, ચંદુભાઈ ડિપ્રેશ થઈ ગયા છે.’ તમારે કહેવું. એટલે એ જબરજસ્ત પુરુષાર્થ કહેવાય. ‘શા મોટા ચંદુલાલ ?! તમને શરમ નથી આવતી ?' કહીએ. બોલો પછી બન્નેની સગાઈ કેટલી લંબાવી ?
પ્રશ્નકર્તા : જુદું જ પડી ગયું.
દાદાશ્રી : તરાશે ને ? દરિયો બહુ મોટો છે ! ડિપ્રેશત આવે ત્યારે
ડિપ્રેશન આવે તે ઘડીએ ‘આ મારું સ્વરૂપ હોય’, ‘હું શુદ્ધાત્મા છું, આ ડિપ્રેશનને જાણું છું', તે જુદું છે એવું નક્કી થઈ જાય, તો થઈ ગયું કલ્યાણ. જાગૃતિને જ સાચવ સાચવ કરવાની, એને જ પોષ પોષ કરો, એ જ શુદ્ધાત્મા છે.