________________
ડિપ્રેશન સામે જુદાપણાની જાગૃતિ
૧૪૩
પ્રશ્નકર્તા ઃ અને ખરેખર પોતે જાણકાર જ હોય છે ને ? ડિપ્રેશન
ક્યારે આવ્યું, કેટલું આવ્યું, ગયા વખત કરતાં આ ઓછું છે કે વધારે છે ? દાદાશ્રી : બધું જાણે.
પ્રશ્નકર્તા : જેમ ડિપ્રેશનને જાણનારા આત્મા તરીકે રહેવાનું છે એવું એલીવેશન વખતે જાણનારા તરીકે રહે તો ડિપ્રેશનનો વખત ના આવે ને ?
દાદાશ્રી : કંઈક સાંભળે તે ઘડીએ ટાઈટ થયો હોય એટલે આત્મા જાણી જાય કે છાતી કાઢી. એલીવેટ થયું છે માટે ડિપ્રેશન આવ્યા વગર રહે નહીં.
પ્રશ્નકર્તા : તો એલીવેશન વખતે એવી અંદર જાગૃતિ રાખવાની કે તમે ટાઈટ થયા ?
દાદાશ્રી : એવી જાગૃતિ રહે તો કલ્યાણ થઈ ગયું.
પ્રશ્નકર્તા : એટલે જેટલું એલીવેશન થાય એટલું જ ડિપ્રેશન વધારે થાયને ?
દાદાશ્રી : દોઢસો ફૂટ ઊંચી ખુરશી પર બેઠો હોય તો દોઢસો ફૂટથી પડે.
બેનની કંઈ ભૂલ થાય તો ભાઈ એને ડિપ્રેશન લાવે એવું બોલે, પણ બેનને પોતાને ડિપ્રેશન આવે નહીંને ! એ તો ‘તું બહુ ખરાબ માણસ’ એવું કહી દે. એટલે પોતે ડિપ્રેશનનો માર ખાધો અને સામાને ડિપ્રેશનનો માર ખવડાવ્યો. એટલે ડબલ ગુનો થયો. ભોગવટો ય એવો જ આવે. એટલે એ તો જબરજસ્ત ભોગવટો આવે. પોતાની ભૂલ હોય તો ય સામા પર એટેક કરે અને સામાને દબડાવી મારે એ ડબલ ગુનો. એનું રિએક્શન પેલું ડિપ્રેશન વધી જાય. પણ તે ઘડીએ પાછો આનંદ ભોગવે, મેં એને કેવી ચપોડી દીધી.
પ્રશ્નકર્તા : પાછી પેલી ગણતરી હોયને કે આવું ચપોડીશ એટલે બીજી વખતે મારી જોડે આવું ડિલિંગ નહીં કરે.
૧૪૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એવી બધી ગણતરી હોય.
પ્રશ્નકર્તા : સામો દબડાવે તો તે વખતે પોતે કેવી રીતે રહેવું ?
દાદાશ્રી : દબડાવે તો હસવાનું. એ દબડાવતો હોય તો આપણે ય કહેવું જોઈએ કે ‘હેં ચંદુભાઈ, શું તમે એવા ગુના કર્યા'તા ? તે લોકો આવું કહી જાય. તમને શરમ નથી આવતી ?'
પ્રશ્નકર્તા : એવું કહેવું જોઈએ. બરોબર છે. પણ એનું દબડાવવું એ આપણા કર્મના ઉદય જ ગણાય ને ?
દાદાશ્રી : બીજું શું ?
પ્રશ્નકર્તા : એટલે આ મૂળ જાગૃતિ રાખવી જોઈએ. અને વ્યવહારમાં કેવું રાખવું જોઈએ ?
દાદાશ્રી : વ્યવહારમાં સેફસાઈડ જોઈતી હોય તો મૌન રાખવું જોઈએ. પ્રશ્નકર્તા : મૌન જોઈને એ વધારે દબડાવે ને ?
દાદાશ્રી : એ બોલી જાય તો એને ભાર લાગશે, આપણને શું ? એ તો છે જ એવા !
ડિપ્રેશન થાય તે ઘડીએ કેવો વટ મારતો’તો ?” એવું આપણે કહીએ, એ જ આત્મા ! ડિપ્રેશન ભોગવનાર પેલો, જે ચઢ્યા'તા એ ઉતરે. એને જાણનાર આત્મા. ડિપ્રેશન થયેલું છે તે ય ખબર પડે, તે કોને ? આત્માને. એટલે તારે તો ઊલટું તે ઘડીએ એમ કહેવું જોઈએ, ‘જો કૂદાકૂદ કરીને ચઢ્યા’તા, તે કાઢ્યો સ્વાદ ?!’ એ બોલીએ એટલે બહુ ફળ મળે, જબરજસ્ત ફળ મળે. દરેક ફેરો આવું બોલીએ ને તો એ ય પ્રતિક્રમણે ય ના કરવાં પડે !
અમે ય કહીએ, ‘મરચું ખાવું છે, ને ઉધરસનો રોફ પડે છે તમારો ?!' આખું ને આખું મરચું ખાઈ જાય પેલાં તળેલાં ? બંધ કરી દીધાં પણ. બંધ અમે કરીએ નહીં. અમે નક્કી કરીએ કે હવે આ ના હોય. કારણ કે બધી શરીર પર અસર પડે ને ! આત્મા ક્યાં છે તે સમજી લીધું ને ? જે ચઢે-ઉતરે તે કોણ ?