________________
ડિપ્રેશન સામે જુદાપણાની જાગૃતિ
પ્રશ્નકર્તા : ઘણીવાર તમે અંદર તો આવું જુદું કહેતા હશો, પણ ઘણીવાર મોઢેથી બહાર પણ આવું જુદાપણાનું બોલો છો.
દાદાશ્રી : હા, બોલું છું ને બહાર.
પ્રશ્નકર્તા : એટલે એ બહાર બોલે એ વધારે ઇફેક્ટિવ ?
૧૪૫
દાદાશ્રી : બહુ અસર પડે. એટલે જુદા થઈ ગયા ને ! બહાર દેખવાવાળા ય જુદા થઈ ગયા ને ! અને છે જુદું જ બધું. એવું તમારે કહેવું, ‘લ્યો, મોટા ડૉક્ટર થઈને બેઠા, લ્યો, કાઢોને સ્વાદ ? શું કાઢશો ? ચાલ્યું નહીં કશું !'
પ્રશ્નકર્તા : પેલી વાણી અવળી નીકળે ને તો હું બોલું કે તમે ડાકણ જેવા લાગો છો.
દાદાશ્રી : ડાકણ, એવું કહો ? એટલે પછી બધા સંબંધ તૂટતા જાય. સંબંધ તોડવાનો છે એવું બોલીએ એટલે સંબંધ તૂટી જાય. કારણ કે પ્રકૃતિને ખોટું લાગ્યા વગર રહે નહીં.
આત્મશક્તિ જાગે, ત્યાં ડિપ્રેશત ભાગે !
પ્રશ્નકર્તા : એ જાગૃતિ એટલે સુધી કેવી રીતે લઈ જવાની ? એ જાગૃતિને ત્યાં સુધી લઈ આવવા માટે કેવી રીતે પુરુષાર્થ કરવાનો ?
દાદાશ્રી : ચૂંટી ખણીનેય જાગૃતિ કરીએને ! ચૂંટી ખણીએ એટલે બધું જાગૃત થઈ જાય. પછી ગમે નહીં. એટલે માણ કરડે તો જાગૃતિ આવે. મનના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછી એ જાગૃતિ જાગૃતિનું સંભાળી લે. પછી આપણે લઈ જવાની ના હોય. એટલે આ ચાલ ચાલ ક્યાં સુધી કરવું ?
પ્રશ્નકર્તા : વાણીથી પણ આગળ થયુંને, મન એટલે ?
દાદાશ્રી : એ બધાથી અલગ જ થઈ જાય, ત્યારે જ્ઞાતા-દ્રષ્ટા. ત્યાંથી પછી આ ઘોડાગાડીમાં ઉતરી પડવાનું. ત્યાંથી પછી બીજું મળી આવે. ચઢવું-ઊતરવું ના પડે એવું આવે.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
થોડો ભાગ રહેતા શીખ્યો એટલે આવી ગયું. મન તો ઠેઠ સુધી રહેવાનું. મનને અનુકૂળ ગમે અને પ્રતિકૂળ ના ગમે. ચંદુભાઈ બહુ ડાહ્યા છે કહે કે એનાં મનને ગમે, એટલે ફર્સ્ટ ક્લાસ મોઢું થઈ જાય.
પ્રશ્નકર્તા : મનને ગમતું હોય છે, ત્યારે પોતે શું કરે ? દાદાશ્રી : પોતે ઊતરી જાય નીચે ત્યાંથી. સ્લીપ થયા કરે એ તો.
૧૪૬
પ્રશ્નકર્તા : પણ આપણે તો ઉપરનું જોઈએ છે, મનના જ્ઞાતા-દ્રષ્ટા સુધી, તો પછી મનને ના ગમે એવું હોવું જોઈએ ?
દાદાશ્રી : ના. મનને તો ગમે, આપણે ના કહીએ. ‘અમારે શું લેવાદેવા છે ?” કહીએ. તને ગમતું હોય તો અમારે શું લેવાદેવા ? ‘તું તારી ઓરડીમાં સૂઈ જા. હું મારી ઓરડીમાં જઈશ.' મનને ગાંઠે નહીં તો કામ ચાલે ત્યાં. આવું કહે એટલે ત્યાં પોતે જુદો થઈ ગયો.
પ્રશ્નકર્તા : એ જ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય ?
દાદાશ્રી : ત્યાંથી જ્ઞાતા-દ્રષ્ટાની શરૂઆત થઈ. ઠેઠ સુધી મનને કડવું લાગે એવું પી પી કરવું પડે. અમે પાઈએ, જોડે રહેતો હોય તેને. નહીં તો નવરું લાગે, બીજો કોઈ નવરો પડે નહીંને ! બીજા કોઈને તો ટાઈમ ક્યાંથી હોય ? સહુ લોકો ચોંટી પડે.
પ્રશ્નકર્તા : હવે મનને કડવું પીવાનો વખત આવ્યો ત્યારે જ્ઞાતાદ્રષ્ટાનો લાભ કેવી રીતે ઊઠાવવો ?
દાદાશ્રી : એક્ઝેક્ટ જાગૃતિપૂર્વક કડવું પીધું એટલે જ્ઞાતા-દ્રષ્ટા થયો જ. પ્રશ્નકર્તા : પણ મનને ના ગમ્યું હોય એટલે વાંધો પડે કે આવું કેમ ને આમ ને તેમ. તો પેલો જાગૃતિનો લાભ જતો રહેને ? દાદાશ્રી : તો એ ડીમ થઈ જાય પછી.
પ્રશ્નકર્તા : હા. તો જાગૃતિનો લાભ લેવા માટે કેવું હોવું જોઈએ ? દાદાશ્રી : મનને ના ગમે તો કહીએ, ‘તું તારા રૂમમાં સૂઈ જા, હું મારા ઘેર !'