________________
૧૪૩
૧૪૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
જાતને જાણતો નથી. એ ઘડીએ ખુશમાં રહેવું જોઈએ કે “ઓહોહો, આજે મારી જાત જડી મને !” તેને બદલે ટાટું થઈ જાય. આ કહે છેને, “મને ડિપ્રેશન આવ્યું “અરે, તને ડિપ્રેશન શી રીતે આવે ? તો જાણ્યું કોણે આ ?” એને આત્માએ જાણ્યું. આ તો બધા ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ છે એટલે જોવાનું છે આપણે. ડિપ્રેશન ઘટી ગયું છે કે વધી ગયું છે એ જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : ખરેખર ડિપ્રેશન વખતે પણ પોતે જાણતો જ હોય છે.
ડિપ્રેશન સામે જુદાપણાની જાગૃતિ
પ્રશ્નકર્તા : હા, એવું કહેવું પડેને ?
દાદાશ્રી : મનને ના ગમે એટલે પોતાનું ભાન જુદું હોવું જ જોઈએ કે હું જુદો છું, તું કોણ છું ? ને મારે શું લેવાદેવા ?
પ્રશ્નકર્તા: એવું કહીએ રહેવું જ જોઈએ. તો જ પેલો લાભ મળે એક્ઝક્ટ ?
દાદાશ્રી : તો પોતે જીવવાનો આરો આવે. નહીં તો જીવે શી રીતે ? ડિપ્રેશન આવે. ડિપ્રેશન આવીને પછી ખલાસ થઈ જાય. પોતે જુદો છે એવું ભાન હોવું જોઈએ.
પ્રશ્નકર્તા: મન ડિપ્રેશનમાં હોય અને પોતે જુદો રહે, એવું બને ? દાદાશ્રી : હા. મનના ડિપ્રેશનને જાણીએ એ આપણું સ્વરૂપ છે. પ્રશ્નકર્તા : મનનું ડિપ્રેશન પણ ન આવવું જોઈએને ?
દાદાશ્રી : એ તો આગળના સ્ટેજમાં. પહેલું ડિપ્રેશન આવવું જ જોઈએ. તેને જાણવું જોઈએ.
પ્રશ્નકર્તા : એ ડિપ્રેશનને જાણે નહીં ને એ ડિપ્રેશનમાં એકાકાર રહે તો ?
- દાદાશ્રી : આ બધાં બહારના માણસ જેવું થઈ ગયું પછી તો ! ડિપ્રેશન આવે તે ઘડીએ ઠંડું ના પડી જવું જોઈએ. “ઓહો, મારી જાત ખબર પડી હવે.’ એવો લાભ ઉઠાવવો જોઈએ. ‘મારી જાત ખબર પડતી. નહતી, હું કોણ છું” એ ખબર નહોતી પડતી. તે જાણ્યું હવે. ડિપ્રેશન તો આત્મા સિવાય કોઈને ખબર પડે નહીં, એ જ મારો આત્મા ને એ જ મારું સ્વરૂપ !
પ્રશ્નકર્તા : આ ડિપ્રેશન છે એવું જુદું જોવું, એ જ આત્મા.
દાદાશ્રી : જુદું જોનારો આત્મા ને ડિપ્રેશન આવે એટલે પાછું ટાઢુટપ થઈ જાય. ‘આઇસ્ક્રીમ ખાઈ લો ને’ કહેશે. પણ એ પોતાની
દાદાશ્રી : એ જ આત્મા. એના બદલે આ તો ટાઢોટપ થઈ જાય. એવું છેને, ડિપ્રેશન આવે ત્યારે આપણે એલિવેશન કરવાની જરૂર છે. બીજું શું કરવાનું ? રોજ રોજ એલિવેશન કરવાની જરૂર નથી. ડિપ્રેશન આવે તો જ કરવાની જરૂર કે “હું અનંત શક્તિવાળો છું, હું અનંત સુખનું ધામ છું” એમ એલિવેટ કરવો જોઈએ !
ડિપ્રેશન ના થાય એ જગ્યા આપણી. જો આનંદ જતો ના હોય એ જગ્યા આપણી. જ્યાં જગતનું કલ્યાણ થાય, એ જગ્યા આપણી ! એવું કહીશ ને ? તો સપાટાબંધ પગથિયાં ચઢી જવાય. ખોટ બહુ છે ને !