________________
[૨.૧]
જ્ઞાતા-દ્રષ્ટા
જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં પરમાનંદ !
આત્માનો મુખ્ય સ્વભાવ શો ? જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદ ! બીજા તો પાર વગરનાં ગુણો છે, પણ જ્ઞાતા-દ્રષ્ટા એ મુખ્ય છે.
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટાભાવ સાથે પરમાનંદ પણ રહે ?
દાદાશ્રી : પરમાનંદ જ હોય, નિરંતર પરમાનંદ. અમને છવ્વીસ વર્ષથી ટેન્શન ઊભું થયું નથી, એક સેકન્ડે ય. ગાળો ભાંડે, ધોલ મારે, જેલમાં લઈ જાય, તો ય અમને ટેન્શન ઊભું ના થાય. અને એ શક્તિ તમારામાં ય છે. ફક્ત શક્તિ કેળવવાની જરૂર છે. જે સામાન મારામાં છે એ સામાન તમારામાં છે. જ્ઞાતા-દ્રષ્ટાપદ સિવાયની ભ્રાંતિ છે. હા, જ્ઞાતા-દ્રષ્ટા ના હોય ત્યાર પછી ભ્રાંતિ ઊભી થાય. જ્ઞાતા-દ્રષ્ટા એટલે બધી
શેય વસ્તુ દેખાય. એટલે જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવું. પોતે નિરંતર જ્ઞાતાદ્રષ્ટાપદમાં રહેતા હોય તે જ્ઞાની.
પૂર્વકર્મ તડે જ્ઞાતા-દ્રષ્ટા રહેવામાં !
પ્રશ્નકર્તા : આપે પેલું જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવાનું કહ્યું છે, તો જ્ઞાતાદ્રષ્ટા રહેવામાં કઈ વસ્તુ આડે આવે અમને ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવામાં પૂર્વકર્મના ઉદય આડે આવે છે. હવે
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પાછલાં કર્મો બધાં ગૂંચવશે. મનમાં વિચારો આવશે, એટલે એમાં ગૂંચાવાનું નહીં આપણે. મહીં ભેળસેળ નહીં થઈ જવાનું. એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ. શેય-જ્ઞાતાનો સંબંધ રહ્યો આ જગત જોડે. બીજો કોઈ સંબંધ છે જ નહીં હવે. હવે બીજા સંબંધમાં ઊતરીએ જ નહીં.
૧૫૦
પ્રશ્નકર્તા : દ્વન્દ્વો, એ સ્પંદનો નિર્મૂળ નથી થયાને ?
દાદાશ્રી : ના, એ શેય સ્વરૂપે રહેલાં જ છે ને ! એ બધું જ્ઞેય સ્વરૂપે છે. અને આપણને મનમાં ગૂંચાય કે ભઈ, આ મને વળગે છે કે શું ? દહાડે દહાડે આપણે તો રાગ-દ્વેષ ઓછાં થાય છે કે નહીં, એટલું જોવું.
પ્રશ્નકર્તા : આત્મતત્ત્વ જાણ્યા પછી જે પ્રશ્નો થાય છે કે ગૂંચવાય છે તે આપણો વિભાગ નહીંને ?
દાદાશ્રી : એ બધા જ્ઞેય છે અને ડિસ્ચાર્જ સ્વરૂપે છે. અને આપણા તાબામાં નથી, વ્યવસ્થિતના તાબે છે. આપણો અને એનો સ્વભાવ જુદો છે. એ શેય સ્વભાવનાં છે, આપણે જ્ઞાતા સ્વભાવના છીએ. શેય વસ્તુઓ વીતરાગ છે, જ્ઞાતા ય વીતરાગ છે ને વચ્ચે અહંકાર છે તે રાગ-દ્વેષ કરાવે
છે. અહંકાર ઊડી ગયો એટલે શેય જોડે વીતરાગી ભાવ રાખવાનો. જ્ઞેયને તરછોડ મારીએ તો એ પણ તરછોડ મારે. છતાં મહીં પૌદ્ગલિક ભાવો ખરાબ નીકળે તો પ્રતિક્રમણ કરવાનું તમારે. આ જ્ઞાન આપ્યા પછી જે બાકી રહે છે, એ બધું જ્ઞેય સ્વરૂપે રહે છે. જે વસ્તુ મહીં ઉત્પન્ન થઈ તે જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છીએ.
જ્ઞાતા-દ્રષ્ટાને ‘ફોરેત’તું નહીં જોખમ !
આ અમે જ્ઞાન આપ્યા પછી, હોમ-ફોરેન(સ્વ-પર) બે જુદા પડ્યા ત્યાર પછી અમે કહીએ છીએ કે જો તમે તમારું જ્ઞાતા-દ્રષ્ટાપણું ન ચૂકો તો તમે ‘ફોરેન’ના જોખમદાર બિલકુલે ય નથી.
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટાનું લક્ષ બરાબર બેસતું નથી. એ આવે છે અને જતું રહે છે.
દાદાશ્રી : જતું રહે એ તો. એ કંઈક કાયમ રહેશે ને ત્યારે ભગવાન