________________
શાતા-દ્રષ્ટા
૧૫૧
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
થઈ ગયા હશો. માટે આ જતું રહે છે, એટલે પણ એ પૂરું થશે ખરું. કારણ કે હજુ સંસારમાં બધાં કાર્યો બાકી છે ને ! સંસારની ફાઈલો બધી બાકી છે કે નથી બાકી ?
પ્રશ્નકર્તા : બાકી છે હજુ.
દાદાશ્રી : એ ફાઈલો જેમ ઓછી થતી જશે તેમ એ લક્ષ વધારે વધારે બેસતું જશે. ફાઈલને લીધે અટક્યું છે બધું.
પ્રશ્નકર્તા : પોતાનામાં અવિરતપણે રહેવાય એવી કૃપા કરો. પુદ્ગલના દરેક સંયોગને પરપરિણામ જાણવામાં ક્ષતિ આવે છે.
દાદાશ્રી : આપણે જે પહેલાની ફાઈલો છે ને, એ ફાઈલોનો નિકાલ કરી નાખવાનો. કોઈ ક્ષતિ આવે ત્યાં આગળ સમજી જઈએ કે આ ફાઈલોને લીધે જ છે. એટલે જ્ઞાતા-દ્રષ્ટાપદમાં અવિરતપણે રહેવાતું નથી. તેનું કારણ એ જ છે, એક જાતની પાછલા હિસાબની ડખલ છે ફાઈલોની બધી. એટલે અવિરતપણું નથી રહેતું.
અક્રમ એટલે આ કારણ મોક્ષ જ થઈ ગયો કહેવાય. પણ આ જેટલા કર્મો બાકી રહ્યા છે, એનો જ્ઞાતા-દ્રષ્ટાપૂર્વક નિવેડો લાવવાનો છે ! જ્ઞાતા-દ્રષ્ટાપૂર્વક એ બધું ‘જોતાં' નિવેડો આવે તો આત્યંતિક મોક્ષ થઈ જાય. બસ, બીજું કશું છે નહીં. પછી ગમે તેવા કર્મો હોય, ગમે તેવાં ચીકણા હોય, ખરાબ હોય, પણ જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એટલે છૂટ્યો.
ઉદયકર્મમાં ડખોડખલ ! ઉદયકર્મમાં ડખલ કરીએ તે ઘડીએ બુદ્ધિ હોય અને ઉદયકર્મમાં ડખલ ના કરીએ તે ઘડીએ જ્ઞાન હોય. આ જ્ઞાન ને બુદ્ધિનો છે તે ભેદ.
પ્રશ્નકર્તા : ડખો માત્ર બુદ્ધિથી જ થાય છેને ?
દાદાશ્રી : ડખો માત્ર બુદ્ધિનો જ છે આ બધો. આ બુદ્ધિએ જ બધી ભાંજગડો, લોચા વાળ્યા. જ્ઞાનને આવું કશું હોય જ નહીં. જ્ઞાનમાં તો ડખો હોય જ નહીંને ! હા, ચંદુભાઈ છે તે ડખો કરે અને જ્ઞાન જાણે એટલે તમે છૂટા.
પ્રશ્નકર્તા: પેલા પ્રસંગ ઊભા થાય ત્યારે અજ્ઞાનતા ઊભી થાય ને એની અસરો ઊભી થાય અને આ જ્ઞાનની સ્થિતિમાં રહેવું હોય તો કઈ રીતે આવી શકે ?
દાદાશ્રી : એ તો ચંદુભાઈ એમાં રહે, તમે આમાં રહો. તમે મહીં જુદા રહો તો બીજું કશું અડતું નથી. પેલું કંઈ સુધરે નહીં. હવે જે જામી ગયેલું છે એ સુધરે ઓછું કંઈ ?! એને જોયા કરવું એટલે છૂટ્યું.
પ્રશ્નકર્તા: એ તો ચંદુભાઈનું જે છે એ ડિસ્ચાર્જ થયા કરવાનું.
દાદાશ્રી : એ પુદ્ગલ એનો ધર્મ જુદો, આ આત્માનો ધર્મ જુદો. બેને લેવાદેવા નહીં. કો'કના ધર્મમાં ડખલ કેવી રીતે કરાય ? એને ‘જોવાનું’ ફક્ત કે પુદ્ગલ આ ભાવમાં ફરે છે. જેને ‘જોતાં’ આવડ્યું, તેને બધું ય ગયું. અને ઉદયકર્મમાં હાથ ના ઘાલે એટલે કામ થઈ ગયું. અને હાથ ઘાલ્યો હોય તો પસ્તાવો કરીને પણ તરત એને છોડી દે તો એ જ્ઞાનની નજીકમાં છે, તોય કામ થઈ જવાનું એનું !
કોણે લીધું, કોણે દીધું, આણે આપ્યું આમ ને આમણે લીધું, એવા કોઈ ચોપડા ભગવાન રાખે નહીં. કેવા ડાહ્યા છે ! ચોપડા જ રાખતા નથી. હિસાબ બધો ચોખ્ખો. વગર ચોપડે હિસાબ ચોખ્ખો. તેથી મેં કહ્યું કે ભગવાન ચોપડા લખે નહીં ને બુદ્ધિ છે તે ચોપડા લખે. ઉદયકર્મમાં હાથ ઘાલે, આંગળી ઘાલે ઉદયકર્મમાં. અલ્યા, આપે છે તે ય ઉદયકર્મ ને પેલો લે છે એ એના ઉદયકર્મ. એમાં તારે વચ્ચે હાથ ઘાલવાનો રહ્યો જ ક્યાં તે ? ઉદયકર્મ આપે છેને ? અને લેનારે ય ઉદયકર્મ લે છે. ત્યાં આગળ પછી જર્મ-ઉધાર કરવાનું જ ક્યાં રહ્યું ? પણ આ બુદ્ધિનો ડખો. આ છે તે ઉદયકર્મમાં જો ડખો ના કરે, એનું નામ જ્ઞાન. પૂરું જ્ઞાન, હં ! અહીં આ તમારું અમુક જ્ઞાન તો છે પણ કેવળજ્ઞાન એનું નામ કહેવાય કે ઉદયકર્મમાં ડખો ના કરે ! તમને સમ્યક જ્ઞાન તો છે જ. પણ હવે કેવળજ્ઞાન થતાં પહેલાં આવી તેવી બધી વસ્તુઓ જોઈશેને ? જ્ઞાન તો છે જ. પણ કેવળજ્ઞાનમાં આ બધું આંતરશેને ?
પછી ઉદયકર્મમાં ડખો નહીં કરવાનો. કો'ક ધોલ મારતું હોય તો