________________
જ્ઞાતા-દ્રષ્ટા
૧૫૩
૧૫૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
આપણે એમ નહીં કહેવાનું કે કેમ મારું છું તું ? અને કેમ મારું છું, તે બોલવાનો ચંદુભાઈને અધિકાર છે પણ તમારે અધિકાર નહીં. આ ચંદુભાઈ એ ય ઉદયકર્મને આધીન બોલે. તમારે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. સમજવું તો પડેને ? વીતરાગ માર્ગમાં ગપ્પા ના ચાલે ! બીજા માર્ગમાં ચાલી જાય ગપ્પા. આ તો બહુ કાંતેલું, બહુ ઝીણું કાંતીને રેગ્યુલર સ્ટેજમાં જ મૂકેલું અને કેવળજ્ઞાનથી ‘જોઈને' કહે પાછાં. એમ ને એમ બોલે નહીં અક્ષરેય. સમજાય એવી વાત છેને ?
પ્રશ્નકર્તા : પણ આ ઉદયકર્મ છે, એવું પણ પૂર્ણ જાગૃતિ હોય ત્યારે જ સમજાય.
દાદાશ્રી : હા, નહીં તો ઉદયકર્મય ના સમજે. કેટલી બધી જાગૃતિ રહે ત્યારે સમજાય કે ઉદયકર્મ છે આ. થોડી થોડી જાગૃતિ તો રહે છે, મહાત્માઓને. આ જ્ઞાન તો ખરુંને ! જ્ઞાન થઈ ગયું, હવે ફક્ત કેવળજ્ઞાન થવાને માટે બાકી રહ્યું.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન થવાને શું બાકી રહ્યું ?
દાદાશ્રી : આ ક્યાં ક્યાં હજુ બુદ્ધિના ડખા છે એ ‘જોઈ’ લેવાના. એટલે બુદ્ધિના ડેખા ચંદુભાઈ કરે, તેનો વાંધો નથી. આપણે ફક્ત તે ડખામાં ન ભળી જઈએ. આપણે ‘જોઈએ', એટલે આપણે આપણા હિસાબમાં. અને તેમાં જો હિસાબ ચૂકીએ તો ઉદયકર્મમાં ડખો કર્યો કહેવાય. ચંદુભાઈનું ઉદયકર્મ છે પણ આપણે ભળી જઈએ એવું ના હોવું જોઈએ, તો આપણને અડે નહીં.
જ્ઞાતા-દ્રષ્ટા સિવાયનું બધો ડખોડખલ ! પ્રશ્નકર્તા: તો પછી એનો અર્થ એવો થયો કે જ્ઞાતા-દ્રષ્ટાપણું ન રહ્યું ત્યાં ડખોડખલ ?
દાદાશ્રી : હા. જ્ઞાતા-દ્રષ્ટા સિવાય બધું ય ડખોડખલ, એનું નામ જ સંસાર ! પણ હવે જ્ઞાતા-દ્રષ્ટા તો ના રહેવાય તે વાસ્તવિકતા છે, કે ભઈ, માણસની એટલી શક્તિ નથી. બાકી જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એ ભગવાન
જ થઈ ગયો. પણ ત્યાં સુધી હવે કેમ કરવું ? તો મહીં ડખો કરવાનો વિચાર આવે તે ઘડીએ પ્રતિક્રમણ કરી લેવું. એટલે પછી એ ડખલ થઈ નહીં. ડખલ થઈ હતી પણ વાળી દીધી આપણે.
પ્રશ્નકર્તા : આ તો બહુ ઊંચી વાત કરી નાખી. પણ કંઈ દરેક વખતે માણસ ‘જોયા’ કરે, એવું રહી શકે નહીં ને ?
દાદાશ્રી : ના રહી શકે, તો પછી એણે પ્રતિક્રમણ કરવાં. તમને વિચાર આવે ને, તેનું પ્રતિક્રમણ કરવું. એક્ઝક્ટ જ્ઞાતા-દ્રષ્ટા ના રહેવાય તો પ્રતિક્રમણ કરવું. ‘આટલી બધી ઉતાવળથી શું કરવા ગાડી ચલાવો છો ?” બોલાઈ જવાયું તો આપણે પ્રતિક્રમણ કરવું પછી કે, આ ભૂલ થઈ આપણી.
પ્રશ્નકર્તા ઃ નહીં, ડખોડખલ કરવાનો વિચાર નથી આવતો માણસને, પણ થઈ જ જાય છે.
દાદાશ્રી : હા, થઈ જ જાય. ના થાય એવું નહીં, પણ થઈ જ જાય. એટલે ડખોડખલ કરે છે, એ જ ભાંજગડ છે અને તેને લીધે આ સંસાર ઊભો રહ્યો છે.
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા રહેવું, પછી આ પ્રતિક્રમણ કરવાની જે વાત છે એનો કંઈ અર્થ જ નહીં ?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો કોણે કરવાનું છે ? આપણે જાતે કરવાનું નથી હોતું. આપણે આ અક્રમ વિજ્ઞાન છે એટલે કષાયો જરાક જાડા રહેલા હોય. હવે કો'કને ટૈડકાવ્યો, તે પેલાને દુઃખ થાય એવો ટૈડકાવ્યો. એટલે ‘તમારે’ ‘ચંદુભાઈને કહેવું કે, ‘ભાઈ, તમે અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો.’ ‘આપણે’ શુદ્ધાત્માએ પ્રતિક્રમણ નહીં કરવાનું !
પ્રશ્નકર્તા: આપણે તો જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવાનું ને એને પ્રતિક્રમણ કરવાનું. એટલે જ્ઞાતા-દ્રષ્ટા એ તો આત્માનો સ્વભાવ છે અને પ્રતિક્રમણ એ પુદ્ગલને કરવાનું છે.
દાદાશ્રી : અતિક્રમણ પુદ્ગલનું ને પ્રતિક્રમણેય પુદ્ગલનું છે.