________________
ડિપ્રેશન સામે જુદાપણાની જાગૃતિ
૧૩૩
૧૩૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
લોકોનો એંઠવાડો ખાવાનો છે કે વટ રાખવાનો છે? એ વટ રાખ્યો, તેનો આત્મા હાજર થાય. શું કરીશ હવે ?
પ્રશ્નકર્તા : અત્યાર સુધી ડિપ્રેશન આવે તેને દૂર કરવાના ઉપાય કરતા હતા.
દાદાશ્રી : ડિપ્રેશન તો હિતકારી છે હવે. મોટામાં મોટું હિતકારી ડિપ્રેશન છે.
પ્રશ્નકર્તા : એ હવે ફીટ થયેલું છે.
દાદાશ્રી : ફીટ થયેલું છે પણ મારું કહેવાનું, ડિપ્રેશનમાંથી પોતે નીકળી જવું જોઈએને ?
પ્રશ્નકર્તા : એ નીકળી રહ્યો છે.
દાદાશ્રી : નીકળી રહ્યો છે, પણ તેમાંથી હવે નીકળી જ જવું જોઈએ. રહ્યો છે. શું આમાં ? ચોખ્ખું કરી દેવાનું. કે ‘ચંદુભાઈ સૂકાઈ સૂકાઈને ખલાસ થઈ જઈશ તોય પણ આ જુદા જ છીએ તારાથી હવે.”
ડિપ્રેશનમાં તો અવશ્ય રહેવાય. ડિપ્રેશન ના હોય તો વાત જુદી છે. ડિપ્રેશન એટલે શું કે આ આત્મા પ્રગટ થવાની અણી આવી ચૂકી. તને ખબર નહીં એવું ?
પ્રશ્નકર્તા: એટલે પેલું સહન ના થાય એટલે પછી ભૌતિકમાંથી સુખ શોધવાનો પ્રયત્ન કરે પછી.
દાદાશ્રી : એ સહનતાની હદ ઉપર આત્મા પ્રગટ થાય ! એમ ને એમ તે કંઈ આત્મા પ્રગટ થતો હશે કે ?
પ્રશ્નકર્તા : પણ દાદા, આ જે વાત કરી એ એઝેક્ટ છે, પણ અત્યારે પોતે એકલો આ યુદ્ધ લઢી શકે એવો છે નહીં.
દાદાશ્રી : ના. લઢી શકે એવો છે, બધું લઢી શકે છે. આ પેલાએ ફફડાવ્યો ને જે એ રડ્યો, એવો રડ્યો, પછી બંધ થઈ ગયું આખુંય. અવળું ખાતું જ બંધ થઈ ગયું.
ડિપ્રેશન તો સારામાં સારો વખત કહેવાય. લાભ ઉઠાવવો. ડિપ્રેશન આડે દહાડે આવે નહીં અને આત્મા પ્રગટ થાય નહીં. આત્મા પ્રગટ ડિપ્રેશનમાં જ થયેલો છે. ડિપ્રેશનનો લાભ જ લેવો હંડ્રેડ પરસેન્ટ. ડિપ્રેશન જવા ના દેવું. હવે લાભ લઈશ ને ? કેટલા ટકા ?
પ્રશ્નકર્તા : સો ટકા લાભ લેવો છે.
દાદાશ્રી : હંઅ.... આ મૂઆ મારી જોડે રહે એ સમજતા નથી તો મને ચીઢ ચઢે છે કે આ તો કેવા છે ?! બ્રહ્મચર્ય પાળનારા હોય એ આવા હોય ? દેહને કહીએ, ‘સળગ, એક બાજુ તું સળગું ને હું જોઉં. તું ભડકો થઈને સળગું તે હું જોઉં’ કહીએ. એવાં સ્ટ્રોંગ હોય ! આ તો એક આટલું નાનો અમથો પરિષહેય સહન નહીં થતો તો બાવીસ પરિષહ એ શું સહન કરે આ પ્યાદાં ?
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ બળ આપને ?
દાદાશ્રી : જ્ઞાની પુરુષ તો બધું બળ આપે પણ તોય પોતાની સમજણે જ ચાલે, ગાંડાં કાઢે. ડિપ્રેશનની દવા કરે. ઓહોહોહો, દવા કરી !! ડિપ્રેશન તો મોટામાં મોટું આત્મા પ્રગટ થવાનું મોંબારું છે. ઊલટું મહીં ડિપ્રેશન ના આવતું હોય તો કોઈકને કહેવું કે મને વઢો.
શાથી “મને વઢો’ એમ કહેવાનું ? ડિપ્રેશન આવે એટલા સારુ. ડિપ્રેશન આવે તો મને આત્મા જડે. તો નિદિધ્યાસન પ્રગટ થાય ! નહીં તો પ્રગટ જ ના થાય આ તો બધું. ડિપ્રેશનમાંથી આત્મા જડેલો છે, તે ડિપ્રેશન આવે ત્યારે કહે “બીજાં આવો’ કહીએ. ઉપાય નહીં કરવાનો. ડિપ્રેશનનો ઉપાય કર્યો એટલે એને તે ઘડીએ આત્મા પ્રગટ થવાનો થયો, તે ઘડીએ બારણાં બંધ કરી દીધાં.
એ હદ જાણતા નથી કે આપણે ક્યાં આગળ સ્થિરતા પકડવી. મેં તો જાણ્યું સ્થિરતા પકડતાં હશે. ત્યારે કહે, “આ તો ડિપ્રેશન આવે છે ત્યારે અમે ખઈ લઈએ એંઠવાડો. રસ્તે ગયા તો જે કોઈએ નાખી દીધેલું હોય ને તેય થોડું ખઈ લઈએ કહે છે. મેં તો સાંભળ્યું ને સજ્જડ થઈ ગયો. મારું માથું ચઢી ગયું. લોકોનો એંઠવાડો નાખેલો તેય ખઈ જાવ ?