________________
૧૩
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
[૧૭] ડિપ્રેશન સામે જુદાપણાતી જાગૃતિ
ત ડિપ્રેશત કોઈથી હવે ! લાખો માણસ ડિપ્રેશન કરાવવા આવે તો સહેજ ડિપ્રેશન ના થાય. લાખો નહીં, કરોડો માણસ ભલે હોય, પણ ડિપ્રેશન થાય નહીં. ડિપ્રેશન શેને માટે આવવું જોઈએ ? અત્યારે ય ડિપ્રેશન ‘તમને' નથી આવતું. ડિપ્રેશન જે આવે છે તે ‘ચંદુભાઈને આવે છે, તેમને પોતાને તો આવતું નથી. પણ તે ખરી રીતે લોક એક્સેપ્ટ કરે નહીં ને ! લોક એક્સેપ્ટ ક્યારે કરશે ? ચંદુભાઈને પણ ના આવે ત્યાં સુધી તમારે પુરુષાર્થ કરવાનો. હજુ ચંદુભાઈને ડિપ્રેશન આવે છે ને, એ આવે નહીં એનું નામ પૂર્ણાહુતિ.
આ અત્યારે તમને પોતાને ડિપ્રેશન નથી આવતું એવું હું ય જાણું છું કે આત્મસ્વરૂપે તમને ડિપ્રેશન નથી. પણ આ બાહ્ય સ્વરૂપમાં ડિપ્રેશન આવે છે, આની અસર થાય છે. એટલે મોટું પડી જાય છે અને મહીં ડિપ્રેશનમાં આવી ગયા હોય તો ચંદુભાઈને કહેવું આપણે કે “અમે તમારી જોડે છીએ, ગભરાશો નહીં.”
ડિપ્રેશત તે “હું' નહીં ! ચંદુભાઈ ડિપ્રેશનમાં આવ્યા તો ઝાલવુંય પડે કે ‘તમે આવા માણસ, તમે સરસ આવા ! દાદા ક્યાંથી મળે તમને ! કેવા પુણ્યશાળી !” એવું તેવું કહીએ.
પ્રશ્નકર્તા : હા. એની બહુ જરૂર પડશે. ડિપ્રેશન બહુ આવી જાય.
દાદાશ્રી : ના. એટલે ડિપ્રેશન આવે તો આવું કહેવું પડે એને. થોડીક નિર્બળતા હોયને એટલે ડિપ્રેશન આવી જાય પછી. ઘણાં માણસોને ડિપ્રેશન આવી જાય. એટલે અમે કહીએ કે ભઈ, વઢવું હોય તો અમને પૂછીને વઢજો. ક્યાંક પાછો ડિપ્રેશનમાં આવી જાય. પણ તે વખતે જો જાગૃતિ હોય કે જેને ડિપ્રેશન આવ્યું તે હું નહીં, તો વાંધો ના આવે.
ડિપ્રેશનમાં જ જડે આત્મા ! ભૂખ લાગે અને ખાવાનું ના મળ્યું હોય ટાઈમ, તે ઘડીએ વલખાં મારવા એને ભગવાને ગુનો કહ્યો. તે વખતે આત્મા જડે. ક્યારે જડે ? ખરું ડિપ્રેશન આવ્યું હોય ત્યારે એમાં શાંતિ પકડે ત્યારે આત્મા જડે. એનો ઉપાય કર્યો કે માર્યો ગયો. ડિપ્રેશનનો ઉપાય સંસાર કર્યો. ડિપ્રેશનમાં જ આત્મા જડે.
ડિપ્રેશન તપ કહેવાય. અને તપમાં આત્મા જડે. પણ તે ખોઈ નાખે આ છોકરાંઓ બિચારાં, સમજણ નહીંને. આત્મા ક્યારે જડે ?
પ્રશ્નકર્તા દુઃખમાં.
દાદાશ્રી : ખૂબ ચોગરદમના ઉપસર્ગ-પરિષહ એ જ્યારે હોયને ત્યારે આત્મા જડે. તને સમજણ પડે છે કે ? હા, તો હવે શું કરીશ ?
પ્રશ્નકર્તા : હવે નહીં ખોઈ નાખું.
દાદાશ્રી : ડિપ્રેશનમાં કોઈ ઉપાય નહીં. ડિપ્રેશન જેવી તો કોઈ દવા નથી આ દુનિયામાં. તે આ અણસમજુ લોકોએ ધૂળધાણી કરી નાખ્યું બધું. સમજણ વગરના લોકો. બહુ કડક થવું. સૂકાઈને મરી જા, પણ હવે એકાકાર થાય એ બીજા. તમે જુદા ને અમે જુદા કહીએ. તે વખતે ઝબકારો મારશે.
આ તો બહુ ભૂખ લાગે એટલે ગમે તેનો એંઠવાડો ખઈ લેવો કો'કનો. ધીસ ઇઝ ધી વે. હવે આ જંગલી નહીં ત્યારે બીજું શું કહેવાય ?