________________
પોતે પોતાને ઠપકો
૧૨૯
પ્રશ્નકર્તા ઃ ફળમાં શું મળે છે ?
દાદાશ્રી : આ માર પડે જગતનો ને મોહ વધતો જાય પછી. પ્રશ્નકર્તા : મોહ વધવાનો કેવી રીતે આવે આમાં ?
દાદાશ્રી : આપણે મોહને ધકેલી દીધો હોય, તે પાછો દેખાય. જે મોહને જ્ઞાની પુરુષની આજ્ઞાથી ધક્કો વાગ્યો, તે ફરી દેખાતો થઈ જાય. એ જાણી જોઈને કૂવામાં પડો છો.
પ્રશ્નકર્તા : ચંદુલાલને વઢીએ તો ય માથે લઈ લે છે.
દાદાશ્રી : જુઓને, હવે શું થાય તે ? ઊલટું આપણે કહેવું જોઈએ, ‘વઢો, વઢવા જેવા જ છે. વાંકા જ છે.’ ના કહેવું જોઈએ એવું ? પ્રશ્નકર્તા : તો જ જુદું પડે એવું છે.
દાદાશ્રી : ડિપ્રેશન આવે તો ચંદુલાલને આવે, તે આપણને શાનું ? આપણે તો ખુશ થઈએ. આપણે વઢીએ ને ડિપ્રેશન આવે ત્યારે આપણે ખુશ થવું ઊલટું, કે હવે ઠેકાણે આવ્યા ને ! હજુ તો રાગે પાડી દઈશ. બહુ જોર કરતા હોય તો એવું કહીએ. ના આવડે એવું વઢતાં ?
પ્રશ્નકર્તા : આવડે.
દાદાશ્રી : તો આજ ને આજ કરી નાખ તું. કાલે મને દેખાડજે. મારી હાજરીમાં, ચોવીસેય કલાકની હાજરી છે, ફરી આવી હાજરી ના મળે. બીજું બધું મળશે. તમને સમજ પડી ? આ દહાડા બગાડીશ નહીં. હવે હું સૂઈ ગયો હોઉં, તે ઘડીએ અહીં રૂમમાં બેસીને વાતચીત કરવી બધી, છોને કો'ક સાંભળી જાય, શું બગડી ગયું ?
તમે હઉ કહેતા શીખ્યાને ? તમે ય કહેવા માંડ્યું ? જુદાપણાનો અભ્યાસ કરવો પડે અને મારી હાજરીમાં. બાકી એમ ને એમ થાય નહીં. બહાર એમ ને એમ કરવા જાય તો થાય નહીં. મારી હાજરીમાં થાય, વચનબળથી થાય.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
વઢીને ફેરવી નાખો છો ને ! પણ ચંદુલાલ વઢે છેને, એ તમે ક્યાં વઢો છો ? થોડા દહાડા છે. કરી લેજો હવે. અમે ચેતવી દઈએ. પછી શું થાય ? એક ફેરો જુદું પાડ્યા પછી ચંદુલાલ સેવા કરે, એનું ફળ મળ્યા કરે. ચંદુલાલ ‘આ’ પક્ષમાં આવી જવા જોઈએ. બસ, ત્યાં સુધી જુદું પાડવાનું. એવું યે કહેવાય. ‘તમારે લીધે મને સંતોષ રહે છે. તમારા લીધે મને બધો આનંદ રહે છે. પહેલાં જે દુઃખ થતું'તું એ બંધ થઈ ગયું' કહીએ. એવો ચંદુલાલને અનુભવ થાયને ! એટલે આ પક્ષમાં આવતા જાય. ચંદુલાલને પહેલાં જે દુઃખ થતું'તું, તે બંધ થઈ ગયું. એટલે પછી પોતે આ પક્ષમાં ના આવે કે ‘ભઈ, અમને તમારો સંગાથ સારો પડ્યો !’
૧૩૦
પ્રશ્નકર્તા : બરોબર છે. એમને ય સુખ મળે, એટલે એમને થાય કે આ જ કરવા જેવું છે.
દાદાશ્રી : હા, તે જ કહું છું ને !
પ્રશ્નકર્તા : પછી પેલું ડિપ્રેશન નહોતું આવ્યું. પણ લોકોને એ બધું બતાવ્યું કે જુઓ, તમે આવું બધું કરો છો ? ચંદુલાલને કીધું મેં. દાદાશ્રી : એ તો થોડું થોડું વઢતા રહેવું.
પ્રશ્નકર્તા : એટલે હજુ બરાબર કહેવાશે, પછી રાગે આવે એવું ?
દાદાશ્રી : કહેતા રહેવું. પછી મારી હાજરીમાં થઈ જશે ! પાછું એય ડિપ્રેશન થાય. એને ઠપકો આપ. ઠપકો આપી જોવો. ડિપ્રેશન આવે એટલે એ બંધ કરી દઈને પાછું નવી જાતનો ઠપકો આપવો. અંદર જોતાં રહેવું આપણે. આપણે ઓર્ગેનાઈઝર છીએ. હાઉ ટુ ઓર્ગેનાઇઝ એ આપણું કામ.
܀܀܀܀܀