________________
૧૨૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પોતે પોતાને ઠપકો
૧૨૭ પ્રશ્નકર્તા : પોતે ચંદુલાલ જ થાય છે તે ઘડીએ.
દાદાશ્રી : આ ખેંચ છે તે જ રોગ છે બધો. ખેંચ છોડી દેને, તો બધું એમનું રાગે પડી જાય. ખેંચ છોડી દેતા'તા ત્યારે રાગે પડી જતું ને ખેંચ પકડી કે ભેગું થઈ જાય ! એ ખેંચ તોડાવવા હારુ તો અમે બીજાને કહીએ કે તું આ કરજે. જ્યાં સુધી ખેંચ છે ત્યાં સુધી ચંદુલાલ. ખેંચ છૂટી કે તરત આત્મા. આપણે તો દાદા પાસે રહેવાનું થયું તે જ અજાયબી છે ને ! તમને સમજાય છે બધું આમાં ? કશું કામનું છે?
પ્રશ્નકર્તા ઃ બધું કામનું જ છે. મને એવું થાય કે આ ખેંચ કરે છે, એટલું મને સમજાય છે. પણ પછી પહેલાંની બિલિફો પડેલી છે ને...
દાદાશ્રી : અરે, બિલિફો કોને પડી છે પણ તે ? બળ્યું, એવું ને એવું બોલો છો, આત્મા તરીકે જુદા પાડી આપું છું તો ય !
પ્રશ્નકર્તા : મને મહીં એટલું સમજાય છે કે આ ખોટું થઈ રહ્યું છે, અને એક વખતે મને એવું પણ લાગે કે હું ચંદુલાલથી જુદો છું. પણ છતાં મને એવું બધું પાછું ભેગું થઈ જાય છે.
દાદાશ્રી : તમે વઢતા હોય તો બધું છૂટું પડી જાય. વઢવાડ થઈ ત્યાંથી જ દ્રષ્ટિ સામાસામી થઈ જાય. એટલે વાતચીતમાં ખેંચ કરતા હોય તો ‘ચંદુલાલ, શું ખેંચ ખેંચ કરે છે ? તારામાં જાનવરપણું છે કે શું ? એમાં ખેંચાખેંચ શું કરો છો તે ? બહાર કેવું દેખાય ?” એવું બરોબરના વઢતા હોય તો શું ખોટું ? ‘દાદા કહે છે તો તમે વિચાર તો કરો', કહીએ ને ! અને દહાડામાં પાંચ-પચ્ચીસ વખત વઢી કાઢતા હોયને તો છૂટું પડી જાય. આ અમારું વચનબળ છે.
પ્રશ્નકર્તા ઃ તમે વઢવાનું કહ્યું કે, ત્યારથી વઢવાનું ચાલુ થઈ ગયું છે.
દાદાશ્રી : સારું થયું છે. એટલે વઢવાનું થયું એટલે પોતે આત્મા થઈ ગયો.
પ્રશ્નકર્તા : હું તો છોલાટી જ કાઢું. પછી આમ સરસ રહે. પછી છૂટું રહે.
દાદાશ્રી : આત્મા છૂટો રહે.
પ્રશ્નકર્તા : પાછું સારું કરે તો ધીમે રહીને કહેવું ય પડે કે ના, તમે આ સારું કર્યું.
દાદાશ્રી : તે ય કહેવું પડે, નહીં તો પછી બહુ રિસાય. એ ય ખોટું. પછી આમે ય કરવું પડે. કહેવું ય ખરું કે ‘દાદાને રાજી રાખ્યા. તમે ઘણું સારું કર્યું.”
પ્રશ્નકર્તા : પણ આમ બધાના શુદ્ધાત્મા દેખાતા ના હોય.
દાદાશ્રી : દેખાય જ શુદ્ધાત્મા. નથી દેખાતા તે ચંદુલાલને નથી દેખાતા. આપણને દેખાય જ શુદ્ધાત્મા. વઢોને, ઠપકો આપ આપ કરો આખો દહાડો, એક-બે દહાડા કરી જોજો !
પ્રશ્નકર્તા : હા, કરીશ. દાદાશ્રી : ‘આત્મા કેમ નથી દેખાતો? બધા આત્મા જ છેને’ કહીએ.
પ્રશ્નકર્તા: આપે કીધું કે, આ બધામાં શુદ્ધાત્મા દેખાતા નથી, તે ચંદુલાલને નથી દેખાતા.
દાદાશ્રી : હં. આપણને દેખાયને ! ‘દેખાય છે', તેને આપણે ના પાડીએ છીએ. આ પેલું ના પાડીએને, એટલે અંધારું થઈ જાય.
પ્રશ્નકર્તા : તો ત્યાં કેવું રાખવું જોઈએ ?
દાદાશ્રી : શુદ્ધાત્મા દેખાયને પછી. નિર્દોષ દેખાય છે ત્યાંથી ના સમજીએ કે કોણ દેખાય છે ?!
પ્રશ્નકર્તા : નિર્દોષ ક્યાં દેખાય છે ? દોષ જ દેખાય છે. દાદાશ્રી : એ તો ચંદુલાલને દેખાય પણ. પ્રશ્નકર્તા : આપણે માથે લઈ લેવાની જરૂર નહીં.
દાદાશ્રી : આપણે માથે છે ય નહીં. આ તો માથે લે છે, એનું ફળ મળે છે એને.