________________
પોતે પોતાને ઠપકો
૧૨૫
૧૨૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
નથી નિશ્ચય. જગત તો આખું ફસાયેલું જ હોય. આ ફસાયેલાં ખરાં, પણ નીકળી જાય.
પ્રશ્નકર્તા : ફેંકી દેવાની શક્તિ ખરી.
દાદાશ્રી : જબરજસ્ત શક્તિ. તેથી હું એલાઉ કરુંને કે ભઈ, બરોબર છે, પણ જો મારા કહ્યા પ્રમાણે આગળ ખસતા જ ના હોય ! આ તો જાગૃતિ આટલી હોવા છતાં આ વહુને સાસુ કહીએ, તો સાસુ શું કહે ? જતી રહે ઘરે તારે !
પ્રશ્નકર્તા સાસુને વહુ અને વહુને સાસુ એવું કેમ થઈ જતું હશે ? દાદાશ્રી : એટલું બધું હિંસકભાવ ગાઢ થઈ ગયેલો. પ્રશ્નકર્તા : કેવા પ્રકારનો હિંસકભાવ ?
દાદાશ્રી : અહંકારનો. જબરજસ્ત અહંકાર. બધામાં પહેલો નંબર અને કપટ બહુ ને !
પ્રશ્નકર્તા : એ બધું રાગે પડી જવાનું ?
દાદાશ્રી : એ ક્યારે રહે ? દરેક ફેરો પોતે આત્મા થઈને ચંદુલાલને વઢે તો પછી એ પ્રેક્ટિસમાં આવી જાય. પણ એ કરતાં જ નથી ને ! અમારા કહ્યા પ્રમાણે કરે ને તો હું સપાટાબંધ આગળ લઈ જઉં..
પ્રશ્નકર્તા : આપે કશું કોઈને સેવા સોંપી હોય અને મને ના ગમી હોય તો તરત મહીં ઊભું થાય !
દાદાશ્રી : “મને ના ગમ્યું” કહે, તે ચંદુલાલને મારવા કે તમને બે ધોલ મારીશ. “મને ના ગમ્યું” એવું બોલો તો આવું બધું ગાંડું જ બોલે છે. મેડ જ લાગે છે મને.
પ્રશ્નકર્તા : પછી મને મહીં અવળું બતાવે.
દાદાશ્રી : અરે, બતાવે તો તમારું શું ગયું તે ? તમે શુદ્ધાત્મા, જોનાર તમે અને એ દેખાડનાર.
પ્રશ્નકર્તા : પછી હું ચંદુભાઈને લડું. દાદાશ્રી : લડ લડ કરતાં હોય તો છૂટું પડી જાય.
પ્રશ્નકર્તા : પણ લડ્યા પછી કોઈ વાર મહીં જે અવળું ચાલતું હોય તો ડિપ્રેશન આવતું હોય એ ના યે આવે ને કોઈવાર આવી યે જાય.
દાદાશ્રી : ડિપ્રેશન કોને આવે પણ ? પેલાને આવે તો સારું, ઊલટું ઢીલા થઈ જાય. એટલે તમે મારા કહ્યા પ્રમાણે રાખો તો તમને સરસ રસ્તો બતાવી દઉં.
પ્રશ્નકર્તા : એકદમ સાયન્ટિફિક એપ્રોચ છે.
દાદાશ્રી : હા, સાયન્ટિફિક એપ્રોચ છે. પણ તે આવું ને આવું કર્યા કરે છે. “મને ડિપ્રેશન આવ્યું ?” પણ કોને ડિપ્રેશન આવ્યું ? એ વહુને કે સાસુને ? ભાન જ નથી. અમારી વાણી છે ને, અમારી સમજ એવી છે ને, એ જો પકડી લેતા હોયને, તો મહીં છૂટું થઈ જાય. એ તો મહીં બોલે છે, તે એ જ કહે છે કે મને આવું થઈ ગયું. એટલે પછી એકાકાર થઈ જાય તરત.
આ તો ચંદુલાલ કહે છે, તેમાં પોતે પરિણામ પામે છે. આપણે તો ચંદુલાલ કહે છે, તેને ‘જોયા’ કરવું જોઈએ. અને ચંદુલાલને વઢવું જોઈએ ઊલટું કે, “શું આ ખેંચાખેંચ કરે છે તે ? શરમ નથી આવતી ? આ તો બધાની પાસે હું આમ કરી લઉં, હું આમ કરી લઉં.’ એને એ પોતાને જીતેલા માને છે. આપણે વારેઘડીએ ઠપકો આપવો, ચંદુલાલ કરતા હોય તે.
પ્રશ્નકર્તા : ચંદુલાલ ખેંચ રાખે તો ભલે રાખે, આપણે છૂટા રહીએ તો શું વાંધો છે ? પોતે ખેંચથી છૂટા થઈ જાયને, તો ખેંચ એની મેળે ખરી પડે.
દાદાશ્રી : એ થઈ જાય છે, એવું જ છે. પણ આ તો તમારા મનમાં એમ કે “આ બધાને ના કરવા દઉં, હું કરી લઉં. આમ હું કરી લઉં.” પણ હું કરતાં કરતાં ચંદુલાલ થઈ જાવ છો તમે !