________________
પોતે પોતાને ઠપકો
૧૨૩
૧૨૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
લો છો ! એની ખોટી અસર પડે ઊલટી ! ચંદુલાલને આવું થાય છે. તે આપણે વઢીએ, પછી ઠપકો આપીએ. દરેક ફેરો આવું કરે કે તરત કહી દેવું, “અક્કલ નથી, શરમ નથી આવતી ?”
પ્રશ્નકર્તા : એ હું લડું છું પણ છૂટું રહેતું નથી.
દાદાશ્રી : પણ તમે તો કહો છો ને, “મને આવું થાય છે એટલે તમે માથે જ લીધું ને ! સહી કરીને ! “ચંદુલાલને આવું થાય છે” એમ કહેવું પડે.
પ્રશ્નકર્તા ઃ હા, એવું કહીશ. દાદાશ્રી : માથે લો છો એટલે પહોંચ્યું. પ્રશ્નકર્તા : મને જુદું નથી રહેતું એ, શું કરું હું?
દાદાશ્રી : એ છૂટું જ રહે છે. તમે જાણો છો એટલે છૂટું જ કહેવાયને ! છૂટા વગર જાણે કોણ ? જાણનાર અને બોલનાર બે જુદા હોય છે. એટલે છૂટું જ રહે છે. આત્મા તમારો જુદો રહે છે. તમને ના સમજણ
દાદાશ્રી : થઈ જાય છે, એ તમને થઈ જાય છે, બળ્યું ? ના. તમે તમારા હિસાબથી માની બેસો છો. બાકી લોકો તો બધા પોતાના મનમાં સમજી જ જાય ! જગત આખાને ખબર પડે નહીં કે ચંદુભાઈને શું થઈ જાય છે અને તમને તો ખબર પડે. એટલે આત્મા તમારો જુદો છે જ.
આ તો જોડે રહો છો તો યે ટાઈમ બધો નકામો જાય છે. ક્યાં સુધી આવા ગોથાં ખાયા કરશો ?! નહીં તો પેલે રસ્તે આપણે ચાલો, હું તમને એ બીજો રસ્તો દેખાડીશ. પણ તે તમે ભેખ બાંધ્યો છે આ બાજુનો, તો તમારું કામ થઈ જાય એવું છે.
પડી ?
પ્રશ્નકર્તા : પડે ને ! મને સામાના કોઈનામાં શુદ્ધાત્મા નથી દેખાતા. દાદાશ્રી : એ શુદ્ધાત્મા દેખાતા નથી, તેનો વાંધો નથી.
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા દેખાતો હોય તો દોષ જ ના જોઉં ને ? આ તો મને સામાનો દોષ જ દેખાય છે.
દાદાશ્રી : દોષ તો ચંદુલાલ જુએ. વળી તમે ક્યાં જુઓ છો ? આવાં ગાંડાં કાઢ કાઢ કરો ! વળી દોષો જુઓ, તે ચંદુલાલ જોતા હોય તો આપણે વઢ વઢ કરીએ એટલે છૂટું થઈ ગયું, પછી વાંધો નથી. જેમ જેમ આપણે વઢીએ તેમ આત્મા મજબૂત થતો જાય. અને એમ કહે કે જો મને આવું થાય છે ? તો આત્મા રોળાઈ જાય.
પ્રશ્નકર્તા : મારે એવું કરવું તો છે જ નહીં ને ! પણ આ તો જે થઈ જાય છે એ કહું છું આપને.
પ્રશ્નકર્તા : રસ્તો તો આ જ પકડવાનો છે, બીજો રસ્તો મને શું કામમાં આવવાનો ?! મારે ભક્તિમાર્ગમાં નથી જવું.
દાદાશ્રી : તો ના જવું. પણ આ કરવું જોઈએ ને, હું કહું છું તેમ.
પ્રશ્નકર્તા : તે તો કરું જ ને ! અને જોડે જોડે જે થાય છે એ પછી હું તમને કહું છું.
દાદાશ્રી : પણ આત્મા જુદો રહે છે જ નહીં. દોષ જુએ છે તે ચંદુલાલ જુએ. જેટલું જેટલું ઊંધું કરે એ બધું ચંદુલાલનું અને છતું કરે એય ચંદુભાઈ કરે, જાણનાર તમે. એક ફેરો શીખવાડ્યા પછી એવી સમજણ ના પડે, બળ્યું ? કે આ સાસુ ને આ વહુ, બેભાનપણું કેમ થઈ જાય છે? પછી હું ગૂંચાઈ જઉં છું, કહેશે. એક ફેરો કહ્યું તુંને કે આ સાસુ થાય ને આ તમારી વહુ થાય.
તમે આવું ના કરશો. મારી પાસે તમે ધ્યેય મોટો બાંધ્યો અને પાર નીકળે એવું છે. પોતે કાઢી શકે એમ છે. પણ આ નહીં જાણે, કેમ પહેલું આવરણ જ ખસતું નથી !! એ પાવર જોઈએ પાર નીકળવાનો.
પ્રશ્નકર્તા : એ પાવર શું હોય એમાં ?
દાદાશ્રી : નિશ્ચય. એને મોહ-બોહ કશું નડે નહીં એવો નિશ્ચય. આને નિશ્ચય, જબરજસ્ત નિશ્ચય કહેવાય આમનો. આવું તો મેં જોયો જ