________________
પોતે પોતાને ઠપકો
૧૨૧
૧૨૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
‘અંબાલાલભઈ કોન્ટ્રાક્ટર, તમે કેવાં માણસ છો ?! શું તમે માની બેઠા છો પોતાની જાતને ?” નીરુબેન કહે, ‘તમે વાતો કરો છો ?” ત્યારે મેં કહ્યું, ‘શું કરું ત્યારે ? બધી વાત કંઈ ખાનગીમાં ઓછી થાય છે ?
પ્રશ્નકર્તા : દાદા, તમે નિર્ભદીને એટલે. ભેદ વગરના એટલે તમે છૂટા પડીને બોલો.
દાદાશ્રી : છે જ છૂટું. મેં છૂટું જ કરી આપ્યું છે. તદ્ન છૂટું કર્યું. હવે તમે એનો ઉપયોગ ના કરો તો...
પ્રશ્નકર્તા : એ ઠપકો આપવા માટે અમારી તાકાત નથી હોતી.
દાદાશ્રી : ના, પણ ઠપકો આપોને, મારું નામ દઈને. દાદાએ કહ્યું છે. હવે ઠપકો આપવાના છીએ. જોશથી ઠપકારો. ‘શું સમજે છે ? ખોટાં કામ કરે છે. પાછો મને શરમાવું છું, જોડે જોડે પાછો ઊલટો મારી આબરૂ બગાડે છે તું !”
હું તમને કહું છું, ‘તમને અડ્યું નથી.” ત્યારે તમે કહો છો, ‘ના મને અડ્યું.'
પ્રશ્નકર્તા : એટલો દેહાધ્યાસ રહે છે ને, એટલે ?
દાદાશ્રી : નહીં, પહેલાનો દેહાધ્યાસ, એ આદત છે, એ આદત જલ્દી છૂટે નહીં, તે શું થાય પછી ? તે આદત છૂટે નહીં. એટલા સારુ અમે આ રીતે કહીએ.
આ તો વિજ્ઞાન છે આખું. ગમે એવાં કર્મનાં ઉદય આવે તો સેકન્ડેય તમને કોઈ પણ કર્મ નડે નહીં. પણ મને પૂછી જાવ તો ચાલે. મને પૂછી જાવ કે હું ગૂંચાયો છું અહીં આગળ, તો હું તૈયાર જ છું. પણ તે એકલો એકલો દોઢ ડાહ્યો થયા કરે, તો હું શું કરું?
તમે એની જોડે બેસી રહો અડીને, પણ વઢીએ એટલે એની મેળે થાય છૂટા. થોડું સમજાય એવી વાત છે કે ? હવે રોજ તમારે એવો ઠપકો ના આપવો, રડે એવું, પણ અમથા અમથા જરાક રોજ કહે કહે કરીએ,
જેમ સાસુએ કચકચ કરવા માંડી એટલે વહુ સમજી જાય કે આમની જોડે મેળ નહીં પડે આપણે. સાસુ વાત વાતમાં કચકચ કરે એટલે વહુ સમજી જાયને કે “એનો મેળ નહીં પડે. હવે આમની જોડે જુદું થવાનો રસ્તો કરો !' એટલે તમારે ચંદુભાઈ જોડે વાત કરવી જોઈએ. પછી જેવો જોઈએ એવો આનંદ ના જાયને ! એ આનંદ જશે નહીં પણ વધશે એનાથી, પેલો આનંદ ઓર વધે.
પ્રશ્નકર્તા : એ જ આનંદ પ્રાપ્ત કરવો છે.
દાદાશ્રી : પણ આવું કરી જોજો ને તમે. આ અમે કહ્યુંને, એવું રોજ બબ્બે-ત્રણ-ચાર વખત ઠપકો આપતા જજોને ! બાથરૂમમાં કહેવું, ‘તમે તમારી જાતને સારા કહો પણ તમે તો છો નાગા.’. એ કહેવામાં વાંધો શું?
દોષ દેખે તે હોય ‘તમે' ! એટલે મનને કંટાળો ના આવે એવી રીતે વારાફરતી ફેરફાર કરવો પડે. વિધિ બોલવી, મંત્રો બોલવા. મનને આપણે ખોરાક ન આપીએ તો એ આપણને ખાઈ જાય. એટલે એને મહીં ખોરાક નાખવો જ પડે આપણે. પેલામાં તો ખોરાક મળ્યા જ કરે એમ ને એમ. પેલો કશું બોલે, તે પહેલાં આપણે સામું આપી દઈએ, એટલે પછી મનને ખોરાક મળ્યા જ કરે. પણ આમાં કયો ખોરાક મળે ? આમાં મોટેથી આપી દેવાનું હોય નહીં ને ?
પ્રશ્નકર્તા: પણ મનમાં, વિચારોથી તો સામું અપાઈ જ જાય ને ? દાદાશ્રી : કેવા વિચારો ?
પ્રશ્નકર્તા : અવળા વિચારો, સારા વિચારો, બધા વિચારો. આમ મનથી હું આપી દઉં છું.
દાદાશ્રી : અરેરે ! હજી આવું થાય છે ! મારી જોડે રહો છો તો ય ! શું દશા થાય ! મનથી આપ્યું એટલે તો પ્રતિક્રમણ કરે લોકો !
પ્રશ્નકર્તા : આ તો કહું છું કે આવું થાય છે. એટલે આપને કહું છું. દાદાશ્રી : આવું થાય, તે તમને ક્યાં થાય છે ? પણ તમે માથે લઈ