________________
૧૨૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : દાદા, આપ કહેતા'તા કે અગાશીમાં જઈને વઢવું. છેક એટલું લાંબે શા માટે જવું ? અહીંયા અરીસો હોય, એની સામે જોઈને જ વઢી શકાયને ?
પોતે પોતાને ઠપકો
૧૧૯ કરવાનું આ. બીજાએ નહીં કરવાનું. શીખવાનું નહીં આ. અમે તો જેને આજ્ઞા આપીએ, જેના કર્મ બહુ ચીકણા અને ભારે હોય ત્યારે એને કહીએ. બીજા બધાંને ના હોય આ તો, તમારે તો જોવાનું. ફક્ત કો'ક દહાડો એકાદ શબ્દ હજુ કૈડકાવાય. ‘ચંદુલાલ શું સમજો છો ?” “ચંદુલાલ શું સમજે છે તારા મનમાં ? આજે સાંજે જમવાનું નહીં મળે તમને, જો આ બહુ વાંકા ચાલશો તો’ એવું કહેવાય આપણાથી. - આ ઉપાય અમે બતાવ્યા. પણ અમે બીજા લોકોને ઉપાય કરવાની ના કહીએ છીએ. અમને પૂછ્યા સિવાય ના કરશો. એ અમે તમને આશીર્વાદ આપીને મોકલીએ તો કરાય. નહીં તો વળી કંઈ ઊંધું થઈ જશે. આ ઉપાય અમે બીજાને કરવાની ના કહીએ. એ તો એનું ખાતું વસમું હતું એટલે એ કરે.
જાતતે વઢવાતી ખપે તાકાત ! તમે કશું તમારી ફાઈલ નંબર વનને કહ્યું ? એકાંતમાં વહ્યા કે ? પ્રશ્નકર્તા : હજી નથી કર્યું. દાદાશ્રી : તો કરોને હવે, કંઈક કરોને ! પ્રશ્નકર્તા : આજે હું વિચાર કરીશ.
દાદાશ્રી : આ વિચાર કરવાનો ? વિચાર કરે છે તે ફાઈલ નંબર વન કરે છે. તમારામાં વિચાર શક્તિ છે નહીં.
પ્રશ્નકર્તા : વઢવાની તાકાત આવવી જોઈએને એવી !
દાદાશ્રી : તાકાત કેમ ના આવે તે ! મેં કહ્યું હોય કે આ તમે હવે મરચાંની ચટણી ખાશો નહીં અને મરચાંનું શાક ના ખાવ તો તમને તાકાત ના આવે ?
પ્રશ્નકર્તા: તમે ના પાડો તો ના ખઉં !
દાદાશ્રી : તો એવી તાકાત હોય કે નહીં ? હું કહું એટલે તમારી તાકાત હોય જ ને ! હું કહું એટલે તાકાત આવી ગઈ.
દાદાશ્રી : ના, પણ અગાસીમાં જઈને કરેને તો એ શરમાય નહીં. નહીં તો અહીં શરમાયા કરશે. એને એવું છે ને, પાવર આત્મા તો છે જ ને મહીં. મિશ્રચેતન છે એ. હજુ એને આમ શરમાવાના, ડિપ્રેસ થઈ જવાના બધા ગુણ છે એનામાં.
એટલે આપણે પછી બધાંયની રૂબરૂમાં કહીએ તો આબરૂ જતી રહે એની અને ઉપર જઈને ધમકાવીએ તો એ જાણે કે કોઈ છે નહીં. તો છો ને કહે, આપણે ચાલો, ફરીશું. ફરે ખરાં પણ. ફરે ચોક્કસ. કારણ કે કોઈ કહેનારું મળ્યું નહોતું. કહેનાર હોય ત્યારે આપણે રક્ષા કરીએ પાછાં કે ‘તું શું સમજું છું. અમે કંઈ જેવા તેવા છીએ !'
પ્રશ્નકર્તા : તો બધા સત્સંગીઓની હાજરીમાં કહેવું કે ના કહેવું?
દાદાશ્રી : ના, બધાની સામે આપણે શું કરવા આબરૂ કાઢવી ? આપણે અગાશીમાં જઈને સીધું જ. ‘શું તમે કેવા માણસ છો, આ તે કંઈ રીત છે ?’ સમજી જરા ડફનાવીએ એટલે એય સમજી જાય કે હવે એ એમની જોડે રીતસરનું રહેવું પડશે, નહીં તો સાલું આ કાઢી મેલે. ક્યારે કાઢી મેલે એ કહેવાય નહીં ?
ચંદુભાઈને ટૈડકાવવા પડશે ? ઘરમાં કોઈ ના હોય તે ઘડીએ ટૈડકાવજો, હોં. પાછી ચંદુભાઈની આબરૂ ના જાય. વાઇફ ના હોય એ વખતે ટૈડકાવજો અને ખરા માણસ તો વાઇફની હાજરીમાં ટૈડકાવે, હોંકે ? જોઈ લો, મજા પછી. જુદા થયા એટલે તો થાય, ઉપાય છે આ બધા. જુદા ના હોય તો તો ઉપાય જ નહીં ?
એડજસ્ટ થાય એવો લાગે છે તમને ? એનો નિવેડો લાવવો જોઈએ પછી, એક્લા હોય ત્યારે ટેડકાવવું. હું પછી બધાની હાજરીમાં બોલું તે જુદું પાછું. હું તો નીરુબેનની હાજરી તોય બોલું. શું બોલું ?