________________
પોતે પોતાને ઠપકો
દાદાશ્રી : એ તો બહુ નહીં વઢવું. એ તો અમને પૂછીને વઢવું જોઈએ. બીજા બધાને વઢવાની જરૂર ના પડે. આના જેવાને જરૂર પડે. આની ઇચ્છા દ્રઢ છેને ! એટલે બધાની આરપાર નીકળી જાય એવો છે. આ બધા ય નીકળી જાય, રસ્તો જડી જાય.
૧૧૭
ટૈડકાવનાર ટૈડકાવ્યા કરે છે ને રડનાર રડ્યા કરે છે. મોટી અજાયબીને !! પછી મેં બીજા લોકોને કહેલું કે આવું ટૈડકાવશો નહીં. મને પૂછ્યા સિવાય કોઈ ટૈડકાવવા ના જશો. અમે આજ્ઞા આપીએ તો જ એ કરવાનું. કારણ કે જોખમ છે આ તો. પાંસઠ વર્ષના આ વકીલ થયેલા માણસ, એને ટૈડકાવતાં શું શું દાવો માંડી દે એ કહેવાય નહીંને ?
પ્રશ્નકર્તા : દાદા, અત્યારે એ ભાઈ આવ્યા'તાને એ કહેતાં'તા કે ફાઈલ નંબર એક એટલી બધી ભડકી ગઈ છે ને કે હવે આડું કરતી જ નથી.
દાદાશ્રી : હા, એ ભડકી જાયને ! એને ટૈડકાવનાર કોઈ મળ્યું જ નથી અને જે ટૈડકાવે તેની પર દાવા માંડે છે, ક્લેઇમ કરે છે. જ્ઞાની પુરુષ જો જબરજસ્ત ટૈડકાવેને તો અહીંથી જ એનું હિતેય છોડીને જતો રહે. માટે એ આપણે પોતે જ ટૈડકાવીએ, તો ક્યાં જતાં રહે એ ?
પ્રશ્નકર્તા : દાદા, આ બધાં મોટા માણસોનું આવું જ હોય છે. એને કોઈ ટૈડકાવનારું નહીં, કોઈ કહેનાર નહીં.
દાદાશ્રી : કોઈ કહેનાર ના હોય. વાત ખરી છે. એટલે કહેનાર જોઈએ માથે. પણ એણે તો જે વઢ્યો છે, એ તો બધાં સજ્જડ થઈ ગયા અને ફાઈલ રડી ત્યારે કહે છે, ‘૨ડીને ત્રાગાં કરું છું ? તું શું સમજું છું ?” તે જાણે આત્મા સાવ જુદો જ પડી ગયેલો. હવે આવો પ્રયોગ તો બીજી
જગ્યાએ હોય નહીં. આવો પ્રયોગ બીજી જગ્યાએ હોય ? ધોલો હઉ મારી બેસે ! આમ પોતાના ગાલ પર ધોલો ઠોકી દીધી !!
પ્રશ્નકર્તા : દાદા, ચંદુલાલને અરીસા સામે રાખીને બરાબર મારવા જોઈએ, તો આને બરાબર ખબર પડે.
દાદાશ્રી : ના, એ બધું તમારાં માટે. આ બધા માટે તો આવું સ્થૂળ
જોઈએ.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : દાદા, જરૂર પડે, આવી ઘણી વખત જરૂર પડે.
દાદાશ્રી : બરોબર છે. પણ ખૂબ રાગે પાડી દીધી. ફાઈલ રાગે પાડી દીધી. ગાંઠતી જ નહોતી. મને કહે, “દાદા, ફાઈલ એક ગાંઠતી નથી.’ મેં કહ્યું, ‘ના શું ગાંઠે ? જા, મારું નામ દઈને માર. ટૈડકાવ બરોબર.' દાદાના કહ્યા પ્રમાણે ચાલવાનું છે. તું કોણ મૂઓ છું ? હવે તો તને બધું રાગે પાડી દઉં.' ખૂબ ટૈડકાવ્યો.
૧૧૮
પ્રશ્નકર્તા : દાદા, એવું કંઈ કરવું હોય તો પહેલાં તમારી પાસે આવીને કરવું તો બરાબર એનો ફાયદો, લાભ થાય ખરુંને ?
દાદાશ્રી : એ આશીર્વાદ આપીએને પછી તમારે શું ? કારણ કે હું આશીર્વાદ આપુંને, તે આત્મા એકલો જ હોય. એટલે પ્રશાશક્તિ એકલી જ કામ કરે. નહીં તો બીજું મહીં જોડે જોડે કોઈ ચોંટી ગયું હોય તો વેપ થઈ પડે.
વઢો ત્યારે વિરોધપક્ષવાળા જુદા પડી જાય. આ તો વિરોધપક્ષની પાટલી ઉપર બેસવું છે અને સરકારને વગોવવી છે. વિરોધપક્ષની પાટલીએ બેસે એ પૂર્વકર્મના આધારે. પણ વિરોધપક્ષના અભિપ્રાયમાં રહેવું કે ના રહેવું એ આજનો પુરુષાર્થ છે. એટલે આપણે સરકારને(આત્માને) જ અભિપ્રાય આપવો જોઈએ. વિરોધપક્ષમાં બેસીને પણ સરકારને મત આપે ત્યારે જાણવું કે હવે આત્માભણી વળ્યો. આત્મપક્ષના રહો. ભલે બેઠા છો સામા પક્ષમાં. તે પૂર્વકર્મને આધીન છે.
કહેનાર કોણ છે ? કોને કહે છે ? એ જે જાણે છે તે શુદ્ધાત્મા સંપૂર્ણ છે. કહે છે કોણ ? એ પ્રજ્ઞા સમિતિ. કોને કહે છે ? અજ્ઞા સમિતિને. અજ્ઞા સમિતિમાં અહંકાર, ક્રોધ-માન-માયા-લોભ. એ સમિતિ જુદી. આ સમિતિ જુદી. એક કલાક ગુંઠાણું આવું ચંદુભાઈને ઠપકો આપે, તો બોલો, એની શક્તિ કેટલી વધી જાય !!
આમ ટૈડકાવો જાતને !
બીજાને કરવાની ના પાડેલી મેં. અમે આજ્ઞા આપીએ તેને જ