________________
પોતે પોતાને ઠપકો
૧૧૫
૧૧૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) દાદાશ્રી : થઈ જાય એ તો બીજું પડે છે. એવાં તો હજાર પડ આવે ને કોઈને બે જ પડ હોય પણ તમારે ઠપકો આપવાનો. તમે ઠપકો આપો એટલે તમે છુટા ને એ છૂટા. એનો અનુભવ થયો તમને. અને ઠપકો આપવો જ જોઈએ આપણે. અને એ પડ તો આવ્યા જ કરવાનાં. છે તો આવે ને ! ને ના હોય તો શી રીતે આવે ? એટલે જેટલું ચીકણું એટલાં પડ વધારે. એટલે એ ઠપકો આપવાનો કે ‘આવું શું કરો છો ?” આપણે શુદ્ધાત્મા, ચંદુભાઈને કહીએ, ‘એટલો બધો શો તમારો રોફ પડી ગયો. તે આટલી બધી રીસ ચઢાવો છો ?” આપણે ચંદુભાઈને વઢીએ ઊલટા, આપણે શુદ્ધાત્મા, આપણે શું લેવા-દેવા ?
આ પેલો ભાઈ વઢ્યો હતો, ને રડતો હતો બિચારો. તો ય એ શું કહે છે કે ‘હવે તું રડીશ તો ય હું તારાથી કન્વિન્સ નહીં થઉં. તને નહીં છોડું હું.” એ પછી એના દોષો જતા રહ્યા. રડવું આવે એટલો બધો દબડાવ્યો ! એ તો બે શબ્દો કહેવા પડે.
કરવાનું છે ? આબરૂ તો એનું નામ કપડાં નીકળી જાય ને આબરૂ રહે ત્યારે સાચું. આ દાદાના કપડાં કો’કે રસ્તામાં કાઢી લીધાં તો શું કરે ?
પ્રશ્નકર્તા : કશું ના કરે, દાદાને શું કરવાનું !
દાદાશ્રી : ના. ભગતો હોય તો દર્શન કર કર કરે અને બીજાં હસે. ત્યારે હુંય હસુંને ! કારણ કે જેને તમે નાગા જુઓ છો, તેને હુંય જોઉં છું. મનેય હસવું તો આને બળ્યું કે ‘શા વેષ તમારાં !! જુઓને, ચપટી આબરૂ રાખવાના કપડા હતાં તેય કાઢી લીધાં તમારા’.
ઠપકા સામાયિકનું અદ્ભુત પરિણામ ! એક ભઈ આવીને કહે છે મને, ‘મારાથી એવું ખોટું કાર્ય થઈ ગયું છે તે ભૂલાતું ય નથી.’ હવે જ્ઞાન લીધેલો માણસ, ભૂલાતું નથી ને મહીં કેડ્યા કરે છે ! આ કઈ જાતનું ?? મેં જ્ઞાન આપ્યું છે ને તોય તને આવું બધું થાય. ત્યારે કહે, ‘મને આવું થાય છે. હકીકતમાં જે થાય છે એ કહું છું.” મેં કહ્યું, ‘અગાશીમાં જઈને તારી ફાઈલ નંબર વનને કહેજે.' ત્યારે કહે, “શું કહેવાનું ?” ‘અલ્યા, તમે નાલાયક છો, બદમાશ છો, લુચ્ચો છો, ચોર છો. સારું કરીને ઠપકો આપજે, અડધો કલાક. જેણે ગુનો કર્યો તેને ઠપકારવા. તું ઠપકાર, જો ના મટે તો પછી મારી જવાબદારી.’ મટી ગયું ! એક જ ફેરામાં મટી ગયું.
પાંસરી ના થાય તો કૈડકાવજે. એવું એને કહેલું એટલે પછી એ તો એણે અગાશીમાં જઈને શું કર્યું ? બીજી વ્યક્તિને જેમ ખખડાવે તેમ એટલું તો ખખડાવ્યો, પણ એથીય વધારે ખખડાવ્યો. તે ફાઈલ રડે અને એ જુએ. ખૂબ રડે. પોકે પોકે રડે ને પેલો એ જોયા કરે. એટલે લોક નીચેથી જતા-આવતા હોય તે કહે છે, “અલ્યા, કોણ લઢેલઢા કરે છે ?' અરે, કોણ વઢે છે આને ?” પછી ડાહ્યો થઈ ગયો !
પ્રશ્નકર્તા ઃ હવે ઠપકો આપું છું, કર્યા પછી પણ ને કર્યા પહેલાં પણ ખ્યાલ આવી જાય. એટલે એમ થાય કે ‘ચંદુભાઈને આ વસ્તુ ના શોભે.’ પણ થઈ જાય.
પ્રશ્નકર્તા : પોતે ધ્યાન ના આપે એટલે એમ જ ચાલે પછી.
દાદાશ્રી : ધ્યાન નહીં, આપણે મનનું ચાલવા દઈએ એટલે પેલું ઊંધું ચાલ્યા કરે. એટલે બીજું કોઈ વઢે એ ના ચાલે, તારે જ તારી ફાઈલ નંબર વનને વઢવું પડે. આ તો વઢવાનો માર્ગ જ નહીં ને, અમે વઢીએ જ નહીંને આવું ! અમે ક્યાં વઢીએ ? અને કોને વઢીએ અમે ? તમે તો શુદ્ધાત્મા છો, તમને તો અમારે વઢાય નહીં. એટલે તમારે ચંદુભાઈને વઢવું પડે, તો અમારે વઢવું પડે નહીં.
પ્રશ્નકર્તા : એ વઢવાનું કેમ મન નહીં થતું હોય ? બીજો કોઈ ભૂલ કરે તો એને વઢી કાઢે બરોબર.
દાદાશ્રી : આ તો જાણતા નથી ને, જાણે તો વઢે. બીજાને કરતો દેખે એવું કરે. આ તો પેલો ભાઈ જે આંખો કાઢી કાઢીને કહેતો હતો ! એ રડી ઉઠ્યો.
પ્રશ્નકર્તા : એ વઢવાનો પ્રયોગ બહુ સુંદર છે.