________________
પોતે પોતાને ઠપકો
૧૧૩
૧૧૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
અમે તો એટલે સુધી બોલતા, ‘નાલાયક, બદમાશ, ઘર ખાલી કરીને નીકળ. ચલ !” પછી ઘર ખાલી કરાવીએ નહીં. એ કહે કે, “ભઈસા'બ તમારે તાબે !” ત્યારે કહીએ, રહે બા.” આપણે હિંસક નથી. અહિંસકહિંસક છીએ. એનું ય નુકસાન ના કરે ને આપણું નુકસાન ના કરે !
હવે બોલીશને? “આપી દઈશ બરોબર. તું તો કંઈ સમજતો હશે પણ ! કંઈ બીજો ન્યાયાધીશ કોઈ બોલે નહીં. સહુ સહુના પગાર પૂરતા જ ન્યાયાધીશ છે. વકીલાત પૂરતાં જ બોલે છે. કોણ આવું ચોખ્ખું બોલે ?
પ્રશ્નકર્તા: કોઈ ના બોલે.
દાદાશ્રી : હંઅ. ત્યાર પછી એટલે અમે તને આ શીખવાડીએ. અમારા શબ્દ ઉપરેય વિશ્વાસ રાખીને કરતો હોય તો વાંધો નહીં.
પ્રશ્નકર્તા : ના, દાદા. એ તો મેં કહ્યું કે આપના શબ્દ ઉપર વિશ્વાસ છે એ પ્રમાણે કરું પણ પેલી પ્રતિતી થઈ હોયને તો એ બહુ ફેર પડે ?
દાદાશ્રી : હા, એ વાત મને ગમી. પણ હવે તને લાગે છેને કે નંગોડ છું ? પ્રશ્નકર્તા : તમે કહ્યું એટલે સમજાયું.
દાદાશ્રી : હંઅ. અમે હઉ ‘નાલાયક છું, નફફટ છું, બદમાશ છું” આમ તેમ એ કહીએને બધું. તો નફફટાઈ જાય, બદમાશી જાય. નહીં તો જાય કે ? દુધ પાઈને સાપ ઉછેર્યો ને હવે મુઆ અમારી સામો થઉં છું ? હંઅ એટલું તો ના કહેવું પડે ? દાંત પાડી ના નાખવા જોઈએ ?
પ્રશ્નકર્તા : મારી નંખાય.
દાદાશ્રી : પછી એનું ઝેર કાઢી એને રાખી મેલવાના. દાંત તો કાઢી નાખવા પડે. કારણ કે પોતાનું ય અહિત કરે ને આપણું ય અહિત કરે. બન્નેનું અહિત કરે. પછી મારી નાખવાનું નહીં આપણે. કારણ કે એનો નિકાલ કરવાનો. આપણે જ ઊભું કરેલું છેને આ. માટે તેનો સમભાવે નિકાલ કરવાનો છે, પણ પહેલાં દાંત પાડી નાખવા પડે. પછી દૂધ પાઈએ તો એને ઝેર આવવાનું જ નહીં ત્યાં.
હવે પ્રતીતિ થઈ ? થયું ત્યારે, જા ત્યારે કલાક કરી આવ. અને ચંદુભાઈને સારું સંભળાય એવું બોલજે, બધા સાંભળે મહીં અંદરવાળા અને પહેલેથી કહેવું કે ‘પુદ્ગલપક્ષી, વિરોધપક્ષી, પુદ્ગલપક્ષી એટલે વિરોધપક્ષી, હે અહંકાર, હે મન, હે બુદ્ધિ, હે ચિત્ત બધાં સાંભળો, હે પાંચ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને અગિયારમું મન બધાં સાંભળો. હે લબાડો, હે નંગોડા, હે બદમાશો બધાં સાંભળો. પછી આ બધો આખો પુદ્ગલપક્ષને વગોવી મારવાનો. તમે જ આ અમારું અહિત કર્યું.” જલ્દી જાવ, સરસ ઉપાય નીકળી ગયો. પુણ્યશાળી છું, મહાપુણ્યશાળી છું ! એ તો ઉત્તમમાં ઉત્તમ દવા. હમણાં પેલો કલાક કરી આવશે ને બહુ ઉત્તમ દવા.
દાદાશ્રી : શાસ્ત્રકારો એટલે અનુભવીઓ, શાસ્ત્રકારોએ શું કહ્યું ? જીવમાત્ર જીવવા હારુ ઝેર પીવે છે. જીવવું છે વધારે અને પીવે છે ઝેર. એને શી રીતે સમજણ પડે ? પીધેલું કોઈ દહાડો એ ?
પ્રશ્નકર્તા : એ જ પીતા હતા. ખરાબ કામ કરીએ ને ઉપરથી અભિમાન કરીએ પાછાં.
દાદાશ્રી : હવે બધાં ખરાબ કામને સંભારીને હંઅ, રિપેર કરી આવ. ‘આવાં જ કર્મ તે કર્યા છે હજુ મને ખબર છે” એમ કહીએ. ‘તમે શા કર્મ કરવામાં બાકી રાખ્યા છે ?” તે મને કહો.
પ્રશ્નકર્તા : એ પણ દાદા, એ પંદર-વીસ મિનિટને બદલે એક કલાક ને હવે તો ચાર-ચાર, છ-છ કલાક થતા હોય, તેમાં બહુ આનંદ રહે છે. બધુંય એકદમ સાફ થતું જાય છે.
દાદાશ્રી : હા, પણ આવું આ હું તમને દેખાડું પણ કરો તો ને? પ્રશ્નકર્તા : કરવાના, દાદા.
દાદાશ્રી : કહેવું, ‘તમે ઊંધું કરવામાં શું બાકી રાખ્યું છે ? આ દુનિયા તો સારી છે કે હજુ તમને સારા કહે છે, એ જ સારી છે.' ઢાંક્યું હોય ત્યાં સુધી સારા કહે. ઢાંક ઢાંક કરીએ, એમાં દહાડો શું વળે ? એના કરતાં ઉઘાડું કરી નાખોને ! દેખ લેંગે. ઢાંકીને આબરૂ રાખે, એને શું