________________
૧૧૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પોતે પોતાને ઠપકો
૧૧૧ વખત કર્યું. અત્યારે રહેવા દોને એ ગૂંચવાડો. ગૂંચવાડો એ અઘરું કહેવાય.
વખતે બહુ હોય તો આપણે ઠપકો આપવો કે ‘ચંદુભાઈ, કેમ આમ તોફાન માંડ્યા છે ? આ લક્ષણ સારા કહેવાય ? આમ શું કરો છો ?” પણ આપણા હાથમાં કશું સત્તા જ નથીને ? પણ આપણે છૂટા પડી ગયા. આપણે જ્ઞાતા-દ્રષ્ટા. પાડોશી તરીકે સલાહ આપીએ એટલું જ. માલિકી જ નહીંને ! માલિકી હોય તો જ જવાબદારી હોયને ? આ ‘નો રિસ્પોન્સિબિલિટી. ચંદુભાઈ જે જે કરે તેની રિસ્પોન્સિબિલિટી તમારી નહીં, એવી રીતે તો આ જ્ઞાન આપ્યું છે.
ઠપકારી જાતને જોર જોરથી ! આ શુદ્ધાત્માનો ભાગ. પછી આ ચંદુભાઈના ભાગને ઓળખો ખરા કે? કોણ આવ્યું એમાં? તેમાં ફાઈલ નંબર વન, નહીં ? એ પછી ફાઈલ નંબર વનમાં શું શું માલ ભરેલો છે એ બધો ખબર પડે ખરો ?
પ્રશ્નકર્તા : ખબર પડે.
દાદાશ્રી : એમ ? તો એ માલ છે તે પુદ્ગલ પક્ષનો. એને જાઓ પા કલાક બહાર બેસીને કહો. ‘ચંદુભાઈ, તું યુઝલેસ છે, નાલાયક છે, બદમાશ છે, હરામખોર છે, અહિત કરનાર છો.’ જાવ, પા કલાક બધું બોલ બોલ કરો, મહીં આત્મા જુદો. અમારી આજ્ઞા છેને ! પણ કયા પક્ષને વઢો છો એ જાણવું જોઈએ, નહીં તો પાછું બીજા પક્ષને જ વઢી દેવાય.
તમે આનંદ માણ્યો. આ ઇચ્છા કરતાં ય વધારે આનંદ છે. જો પા કલાક કરો તો પા કલાક ને પચાસ મિનિટ કરો તો ઓલરાઈટ અને પાછા કાને સંભળાય એવું બોલવું પડે. ના હોય તો અગાશીમાં જઈને બોલો, જાવ.
તિજદોષોતી પ્રતીતિ થયે પ્રગતિ ! પ્રશ્નકર્તા : આપે જે બોલવાનું કહ્યું બધું, પણ મહીં મને પોતાને પ્રતીતિ થવી જોઈએ કે ‘હું બદમાશ છું’ એમ ? આપે એક કલાક બોલવાનું કહ્યું, પણ એ જે જ્યાં સુધી પ્રતીતિ ના થાય એ મિકેનિકલ બોલવાનો અર્થ ખરો, દાદા ?
દાદાશ્રી : પ્રતીતિ જ નથી થઈ ? પ્રશ્નકર્તા : મને એવું લાગે ‘હું સારો છું’ એમ. દાદાશ્રી : ના, પણ લોકો પાછળ શું કહે, આ માણસ.... ? પ્રશ્નકર્તા : બદમાશ ના કહે, નાલાયક ના કહે. દાદાશ્રી : તો ભગવાન કહે ?! પ્રશ્નકર્તા : ના, ભગવાને ય ના કહે.
દાદાશ્રી : ત્યારે શું કહે ? ભગવાન ના કહે, બદમાશ ના કહે, તો શું કહે ? જેને જે ફાવે એ ડિગ્રી ના આપે લોકો ?
પ્રશ્નકર્તા ના આપે. લોકો જાણેને કે બદમાશી કે નાલાયકી કરતાં નથી.
દાદાશ્રી : લોકોને કશું જાણવાની પહેલી જ ના હોયને ! આ બધાં બેઠાં છેને તું કહે કે ચાલો, બહાર જાવ ને તું અંદર બેસી રહું. એટલે શું કહે ? ‘નાલાયક, બદમાશ માણસ છે' કહેશે આ. તને ખબર જ નથી, દુનિયા શું કહે છે ? મને તો આ બધાં શું કહેશે, તરત સમજાય.
પ્રશ્નકર્તા: દાદા, આવે ખબર પડેને પછી કરવાની જરા મઝા આવે. નહીં તો પેલું મિકેનિકલ બોલી જઉં, એમાં પછી એટલો ઉકેલ ના આવે.
દાદાશ્રી : એ તો બરોબર છે. એ તારી વાત ખરી છે એ, પણ અમારી પાસે તો વાત હલ આવે કે લોકો આવું બોલે છે. કારણ કે લોકોને જે ફાવે એવો અભિપ્રાય આપને ! એ કંઈ ઓછું કંઈ કાયદેસર લખેલું છે કે ભઈ, આમ જ અભિપ્રાય આપજો. ' અરે, મારે માટે હઉ અભિપ્રાય આપેને, સંસારમાં મિનિટ છું નહીં, તોય અભિપ્રાય આપને કે “નંગોડ મૂઆ છે’ કહેશે. તે હું જાણુંય ખરો કે આવું કહે છે. એટલે મેં કહેલું અંબાલાલને, કે તમે નંગોડ તો મૂઆ છો. લોક કહે છે, એ ના કહેવું પડે એમને ?
પ્રશ્નકર્તા : કહેવું પડે, લોક કહે એ કહેવું પડે.