________________
સીટનું સિલેક્શન, સ્વ-પરનું !
૧૦૯
પ્રશ્નકર્તા : એટલે તમે કહો છોને, તે મહીં જોઉં છું. બરાબર સમજાયું કે ના સમજાયું એમ જોતો હતો.
દાદાશ્રી : સમજાયું ? પ્રશ્નકર્તા: હંઅ. સમજાયું, દાદા. દાદાશ્રી : એ સમજાયું તેય જુદો અને તમે જુદા. પ્રશ્નકર્તા : હા, એનેય જોવાનું છે. સમજાયું તેય આપણે ન્હોય, દાદા. દાદાશ્રી : આ બધું એને ફૂલસ્ટોપ માનીને બેસો, શું થાય એનું ? પ્રશ્નકર્તા : બહુ માર પડે, દાદા. દાદાશ્રી : આ બધાંને જોનાર તું છું.
પ્રશ્નકર્તા : એટલે આ બધું જ સરવાળે માઈનસ કરવાનું, “આ હું હોય, હું ન્હોય, હું હોય’ એટલે પછી મેં એવું બેલેન્સ રાખ્યું છે કે એટલે આ સીટ મારી હોય’ કહીને એ ખસી ગયા, પણ પછી તરત આપણી સીટ જે જાણનારની છે તે સીટમાં બેસી જવાનું. એટલે એક તરફી સાયકોલોજી ના થાય.
[૧૬] પોતે પોતાને ઠપકો
ઘરમાં તો એક જેવું જોઈએને ? જાગૃત થઈ ગયો આત્મા, એટલું જ જોઈએ આપણે. તારે જાગૃત થયો છે ?
દાદાશ્રી : તો તે ઘડીએ આનંદ રહેતો હોય તો જાણવું કે આપણે કરેક્ટ રસ્તે છીએ !
પ્રશ્નકર્તા ઃ હા.
દાદાશ્રી : ચાલો ! હવે પહેલું તો ઘરમાં ક્લેશ-કંકાસ કશું રહેવું ના જોઈએ. કારણ કે તમે શુદ્ધાત્મા થઈ ગયા અને ચંદુભાઈ જુદા. ચંદુભાઈ છે તે વાઇફ જોડે કશુંક અકળાતા હોય ત્યારે ચંદુભાઈને કહીએ, ‘શું કામ આમ કરો છો ! આખી જીંદગી આવું ને આવું કર્યું.” તમારે તમારી જાતને ઠપકો આપવાનો. સામસામી ઠપકો આપીએને તો ક્લેશ થાય અને તમારે ચંદુભાઈને કહેવું, ના ફાવે ? ચંદુભાઈને કહેવું, ‘આમ શું કરવા કરો છો ? ઘરમાં તો એક ફેમિલિ આપણું !'
ખોટું થાય ત્યાં ઠપકો આપવો જોઈએ. ખભો થાબડીએ ને ઠપકો આપીએ. પાછો ખભો થાબડીએ ને કહીએ, ‘અમે તારી જોડે છીએ'. એમ કરતું કરતું રાગે આવી જાય.
તમે જે કરો છો તે અઘરું છે, જ્યારે આ પદ્ધતિસર આવી જાવ તો સહેલું હોય છે બધું. આ તો ગૂંચવાડાવાળું કરો છો. એ તો બધું બહુ