________________
અસામાન્ય વ્યક્તિ જ પ્રકૃતિથી લાચાર ના હોય, બીજાં બધા હોય !
રોજીંદા જીવનમાં જાગૃતિ કઈ રીતે આવે ? વ્યવહાર ક્લિયર હોય, કોઈ આંગળી ના કરે એવો હોય ત્યારે. વ્યવહારમાં વ્યવહારિક થાય તો જાગૃતિ સારી આવે. જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહે, એનો વ્યવહાર શુદ્ધ જ હોય. જ્ઞાતાદ્રષ્ટા રહ્યો એનો નિશ્ચય નિશ્ચયમાં રહ્યો, ને વ્યવહાર વ્યવહારમાં રહ્યો. વ્યવહારમાં પછી શરીરનું ને બધું જ ધ્યાન બરાબર રહે. ધ્યાન ચિત્ત રાખે છે, આત્મા નહીં. એટલે મુખ્ય નિશ્ચયની જરૂર છે !
વળી જેમ ફાઈલો ઓછી થતી જાય તેમ જાગૃતિ વધે.
જાગૃતિ કોને વધે છે ? આત્માને ? નહીં. આત્માને નહીં, પણ જેને ભ્રાંતિ છે તેને જાગૃતિ વધી !
ભારે કર્મના ઉદય હોય ત્યારે જાગૃતિ મંદ થાય, જેમ ચાર ઇંચની પાઈપમાંથી પાણી પડતું હોય તો આંગળી ખસી જાય અને અડધા ઇંચની પાઈપથી ના ખસે !
સંસારમાં મોહ હોય, તેનાથી જાગૃતિ બંધ થઈ જાય. પરોપકારી લોકોને અજ્ઞાન દશામાં જાગૃતિ ના રહી શકે, ઠંડક હોય તેથી અને જેના જીવનમાં કડવાશ છે, એને જ્ઞાન મળ્યા પછી ઊંચી જાગૃતિ હોય. એને કંઈ ઓર પ્રકારની ઠંડક થાય ! પ્રતિકૂળતા એ આત્માનું વિટામીન છે ને અનુકૂળતા એ દેહનું વિટામીન છે !
જાગૃતિ અને પુણ્યને શો સંબંધ ? પુણ્યથી સત્સંગના, જ્ઞાનીના સાનિધ્યનાં, સેવાનાં સંજોગ બાઝે. પણ નિશ્ચય કરે કે મારે હવે જાગૃતિમાં જ રહેવું છે, પુરુષાર્થ કરવો જ છે એ પુણ્યથી પરની વાત છે, એ પુરુષાર્થ છે. પુણ્યથી નહીં પણ પુરુષાર્થથી, નિશ્ચયથી જાગૃતિ વધે ! પણ ઇનડાયરેક્ટલી પુછ્ય હેલ્પ કરે, જાગૃતિને પુષ્ટિ આપનારા, સત્સંગના સંજોગોને ભેગા કરી આપવામાં ! આ રીતે જાગૃતિ ને પુણ્યને ઈનડાયરેક્ટ સંબંધ છે.
આ દેહને ગરમી લાગે છે અને અકળામણ થાય છે, તે ગરમી કોને થાય છે ? દેહને કે મનને ? મનને. દેહને કશું નહીં. બુદ્ધિ દેખાડે એટલે મન ચાલુ થઈ જાય ! બુદ્ધિ ના કહે તો કશો વાંધો નહીં. એટલે પ્રતિકૂળતાઅનુકૂળતા એ ઊંધી ગોઠવણીને કારણે જ છે.
રાત્રે સૂતી વખતે દાદાનું નિદિધ્યાસન કરતાં કરતાં, ‘હું શુદ્ધાત્મા છું, હું
14
શુદ્ધાત્મા છું...' એમ બોલતાં બોલતાં સૂઈ જઈએ એ કેવા પ્રકારની જાગૃતિ
કહેવાય ? એને આત્માનો ખ્યાલ આખી રાત રહ્યો કહેવાય. એથી
આગળની જાગૃતિ એટલે દીવો ઓલવાય જ નહીં. મનના કાયમ જ્ઞાતાદ્રષ્ટા રહેવાય. વિચાર આવતાં પહેલાં જ સમજાય કે આ તો જ્ઞેય છે ને હું જ્ઞાતા છું.
જ્ઞાન મળ્યા પછી અજાગૃત રહે, એની જોખમદારી કેટલી ? ઝોકાં આવે એટલી. ‘જોયા’ વગર ગયું, તે ફરી જોઈને ચોખ્ખું કરવું પડશે, એટલી જોખમદારી રહે છે. આત્મા છૂટો રહેવાથી નવું કર્મ તો બંધાતું જ નથી, પણ જૂના પૂરા ના થાય એટલે સિલ્લકમાં બાકી રહ્યા ! તે ફરી ચોખ્ખા કરવાના રહ્યા !
[૧.૨] જુદાપણાતી જાગૃતિ
પોતે પોતાની જાતથી, ચંદુભાઈથી જુદો ક્યારે અનુભવાય ? ચંદુભાઈ પહેલા નંબરના પાડોશી છે એવું નિરંતર ખ્યાલમાં રહે. પછી ચિંતામુક્ત દશા રહે.
આધિ-વ્યાધિ ને ઉપાધિમાં સમાધિ રહે !
ચંદુભાઈ શું કરે છે તેને જાણવું. આત્મા આત્માની ફરજ બજાવે ને ચંદુભાઈ ચંદુભાઈની ! ચંદુભાઈ કેટલા સારા છે ને કેટલા ખરાબ છે એ આત્મા જાણ્યા પછી નિષ્પક્ષપાતપણે પોતે બધું જ જાણે ! દાદાશ્રી કહેતા કે કોઈ આમને કહે કે, “તમે અક્કલ વગરનાં છો !' તો જ્ઞાનમાં રહીને પોતે શું કહે ? તમને તો આજે આની ખબર પડી પણ હું તો નાનપણથી પટેલને ઓળખું ને ! એનામાં અક્કલ ઓછી જ છે પહેલેથી !' કેવી અદ્ભુત જુદાપણાની આ જાગૃતિ કહેવાય !
તમે આત્મા અને ચંદુભાઈ પુદ્ગલ, બેઉ જુદા જ છે. ડિફેક્ટ ચંદુભાઈમાં, આત્મામાં નહીં. ડિફેક્ટને જાણે એ આત્મા ! દેહને તાવ આવે કે પક્ષાઘાત થાય કે ભડકે બળે, પણ એ ખોટ પુદ્ગલને, મને નહીં ! આપણને કોઈ દહાડો ખોટ જતી જ નથી. બેઉ જુદું જ છે ! આપણા એવાં કેટલાંય મહાત્માઓના અનુભવ છે કે પક્ષાઘાત થયા પછી પથારીવશ દશામાં લોકો ખબર જોવા આવે ત્યારે મહાત્મા જોવા આવનારને કહે, ‘તમે જેને જુઓ છો, તેને હું પણ જોઉં છું !'
લાખ માણસ ડિપ્રેસ કરવા આવે પણ આપણને ડિપ્રેશન ના આવે. ડિપ્રેશન આવે તો ચંદુભાઈને આવે. ચંદુભાઈ જરા ઢીલા થઈ ગયા હોય તો તેમને અરીસા સામે લઈ જઈને જરા ખભો થાબડી આપવો ને કહેવું, ‘ચંદુ, હું છુંને
15