________________
ઉપોદ્ધાત
- ડૉ. નીરુબહેન અમીત
[૧.૧] આત્મજાગૃતિ જાગૃતિ એટલે ચંદુભાઈ (વાચકે ચંદુભાઈની જગ્યાએ પોતાનું નામ સમજવું) શું કરે છે, એને જાણે-જુએ એ. આ જાગૃતિ ના હોય તો તેને ઊંધે છે કહ્યું, જગત આખું આમ ઊંધેિ જ છે. હિતાહિતનું, આ ભવ-પરભવનું ભાન જ ના હોય, એને ઊંધે છે કહેવાય. અક્રમ વિજ્ઞાનથી આત્મા જાણ્યા પછી ‘હું શુદ્ધાત્મા છું' એવી જાગૃતિ નિરંતર રહે છે. એ જાગૃતિ પછી જતી જ નથી. જાગૃત માણસ પોતાના જ દોષ જુએ, પારકાના દોષ જુએ જ નહીં એ જ્ઞાનીની કૃપા પ્રાપ્ત કરી લે ! જ્ઞાન મળે એટલે ‘હું શુદ્ધાત્મા છું'ની જાગૃતિ નિરંતરની આવી જાય છે. છતાંયે એ છેલ્વે સ્ટેશન - બોમ્બે સેન્ટ્રલ નથી પણ મુંબઈનું પડ્યું - બોરિવલી આવ્યું હોય એના જેવું પહેલું સ્ટેશન છે. આત્મજ્ઞાનથી પરાંની શરૂઆત થાય છે. આજ્ઞામાં રહેવાથી જાગૃતિ વધે અને જાગૃતિ વધે તેમ આજ્ઞા વધુ પળાય. મહાત્માને આજ્ઞા પાળવાની ખૂબ ઇચ્છા હોય પણ કર્મો મૂંઝવે, તેથી પુરુષાર્થ કાચો પડી જાય. જાગૃતિ એ ઇફેક્ટ નથી, એ તો પુરુષાર્થ છે ! એ કોઈની ડિપેન્ડન્ટ નથી, સ્વતંત્ર છે. જાગૃતિ એ જ આત્મા ને અજાગૃતિ એ પુદ્ગલ. પૂર્ણ જાગૃતિ થયે સ્વસત્તાનો અનુભવ થાય, તે પહેલાં નહીં. પરમ પૂજ્ય દાદાશ્રી પોતાની જાગૃતિના અનુભવ કહે છે કે “કૃષ્ણ ભગવાનનું કે મહાવીર ભગવાનનું નામ લેતાં જ એમનું જોયેલું ચિત્ર દેખાય અને એમનું મૂળ સ્વરૂપ પણ દેખાય અને શબ્દો પણ બોલાય. પરમ પૂજ્ય દાદાશ્રીને કો’કે પૂછયું કે વ્યવહારમાં જાગૃતિ કેવી રીતે આપને હેલ્પ કરે ? દાદાશ્રીએ કહ્યું કે અમે ક્યારેય ઉપયોગ ના ચૂકીએ. અમારો દીવો કાયમ જલતો જ હોય. કેવળજ્ઞાન થતાં પહેલાં તીર્થંકરોને જે નિજદોષો દેખાય, તે અમને દેખાય.
પરમ પૂજય દાદાશ્રી પારકાના દોષ ક્યારેય ના જુએ. કોઈકની મોટી બ્લડર(ભૂલ) થતી હોય તો ટકોર કરે. તેમ છતાંયે તે ના જ પાછો વળે તો પછી પોતે કશું જ ના કહે. એમનો પ્રિન્સિપલ હતો કે કહેવાથી શબ્દમાં રહી જાય, કહેલું થિયરીમાં ગયું કહેવાય, પોતાને ભૂલ સમજાય ને અનુભવમાં આવે તો એ પ્રેક્ટિકલમાં આવે તે સાચું. એટલે કોઈને સુધારવા ના જાય. બહુ જ નજીકના સમર્પિતને ક્યારેક ટકોર કરે. બાકી દાદાની ચરણવિધિઓ. સત્સંગ, સેવા, સાનિધ્યથી જ જાગૃતિ વધતી જાય. જ્ઞાનીના સાનિધ્યમાં જાગૃતિ જબરજસ્ત વધે ! દાદાશ્રીની બહારની સ્ટેજ ૩૫૬° ને મહીં પૂર્ણ ૩૬૦ની છે, જેને પૂર્ણ ભગવાન, દાદા ભગવાન કહીએ છીએ. પાંચ આજ્ઞાના પુરુષાર્થથી જાગૃતિ વધતી વધતી ફુલ થાય ને કેવળજ્ઞાન થાય ! જાગૃતિથી ઉપયોગ રહે ને ઉપયોગથી ફરી જાગૃતિ રહે. જાગૃતિને ટોપ પર લઈ જવી, એનું નામ શુદ્ધ ઉપયોગએ જ પુરુષાર્થ ધર્મ હવે ! જાગૃતિની સૂક્ષ્મતા આવે, પછી એથી આગળ બધાં જ આવરણો ભેદે ત્યારે. આત્મા અસંવેદનમાં આવે. સ્વસંવેદન પહેલાં આવે ને પછી વધતું વધતું સ્પષ્ટવેદન થઈ જાય ! જ્ઞાન મળ્યા પછી જાગૃતિની શરૂઆત થઈ જાય છે. અને સંપર્ણ જાગૃતિ એટલે કેવળ જાગૃતિ જ, એ જ કેવળજ્ઞાન, એ જ ખુદ પરમાત્મા ! દાદાશ્રી કહે છે કે અમે ખુદ પરમાત્માની સાથે વાતચીત કરીએ. દાદાશ્રી કહે છે જે રસ્તેથી હું ચઢ્યો છું ત્યાં તમે આવી રહ્યા છો ! જાગૃતિ વધે શી રીતે ? જ્ઞાન મળ્યા પછી જાગતા થાય. પછી દાદાની પાંચ આજ્ઞા પાળે, તેનાથી જાગૃતિ વધતી જાય. અને પાંચ આજ્ઞા વધારે પાળવા શું કરવું ? સત્સંગમાં આવીને પ્રત્યક્ષ જ્ઞાનીના આશીર્વાદ લેવા, તેમનાં દર્શન કરવા, વિધિઓ કરવી, એનાથી આજ્ઞા વધારે પળાય. ટૂંકમાં ઊંઘતા જોડે બેસવાથી ઊંઘી જવાય અને જાગૃત જોડે હોય તો ઝોકું આવતું હોય તોય તે ઊડી જાય ! જ્ઞાની પર કે જ્ઞાનીના મહાત્મા ઉપર રાગ થાય, એને પ્રશસ્ત રાગ કહ્યો. એનાથી સંસારનો મોહ ઘટે ને જાગૃતિ વધે ! એટલે જ્ઞાનીથી દૂર રહેવાય, તે જાગૃતિને અટકાવનારું કારણ બની રહે છે. એ માટે નિશ્ચય પાકો કર કર કરવો કે જ્ઞાનીના સાનિધ્યમાં જ રહેવું છે. જે બાજુનો નિશ્ચય હોય એ બાજુ જ ‘વ્યવસ્થિત’ લઈ જાય એવો નિયમ છે.
12