________________
કરી રહ્યું છે એ બધાંને સર્વ રીતે જાણે અને જુએ. અને મહાત્માઓને એટલું ના રહે તો ચંદુભાઈ હરતા-ફરતા હોય તે જુદા દેખાય, ચંદુભાઈનું આખું શરીર દેખાય. જેમ આપણે બીજા બધાંને જુદાં જોઈએ છીએ એમ ચંદુભાઈને પણ જુદા જ હરતા-ફરતા જોઈ શકીએ આખો દહાડો, તોય વીતરાગ થવા માંડે, બહારનો ભાગ એટલે દેહની ક્રિયાઓના ભાગને જુદો જુએ. જીવતા ના હોઈએ એ રીતે રહેવું ! ચંદુભાઈ દરેક ક્રિયામાં જુદા દેખાવા જોઈએ. પહેલાં સમજણથી જુદા દેખાય પછી ધીમે ધીમે આકૃતિથી જુદા દેખાય. પરમ પૂજ્ય દાદાશ્રી પોતાની જાગૃતિની વાત કરતાં કહે છે, “ઘણાં મને કહે કે દાદાજી તમે યંગ દેખાઓ છો. તો હું ય અરીસામાં જોઉં અને મનેય યંગ દેખાય. બધાં કહે તેની અસર થાય નહીં. ‘હું પૈડો છું” એવું હું ક્યારેય બોલું નહીં, માનું નહીં. કારણ કે હું શુદ્ધાત્મા છું'. અને જેવું બોલશો તેવા થઈ
જવાશે.
તારી જોડે ! તું શું કરવા ફિકર કરે છે ! તું તારું કામ કર્યું જા !” આટલું કહેશો તો બધાંય ભૂતાં ભાગી જશે ! ચંદુભાઈને જેલમાં લઈ જવા આવે તો આપણે કહીએ, ‘લઈ જાવ ચંદુને, હાથકડી લાવ્યા છો ? ઘેર તો મારે જાતે ઉઠીને બારણાં વાસવાં પડતાં હતા, અહીં તો પોલીસવાળો વાસી આપે છે ! કેવો વૈભવ છે !' આત્માને દુ:ખ હોય જ નહીં. અને જે ચેતનપક્ષી પુદ્ગલ થયું, તેનેય દુઃખ ના રહે. ચેતન વિરોધી પુદ્ગલ છે ત્યાં સુધી અડચણ છે ! શેઠ લગ્નમાં બે દહાડા બહારગામ ગયા હોય ને મુનીમને સોંપ્યું હોય બધું, તો એને ખોટ ધંધામાં જાય તો મુનીમને શું લેવાદેવા? નફો થાય તોય મુનીમને શું લેવાદેવા ? એવું શુદ્ધાત્માને ચંદુભાઈ જોડે કશાયમાં કંઈ લેવાદેવા નથી રહેતી ! અક્રમ માર્ગમાં મહાત્માઓને ‘હું છૂટ્ટો જ છું' એવો અનુભવ રહે, જ્યારે ક્રમિક માર્ગમાં જ્ઞાનીઓને ‘હું છૂટ્ટો છું એવું ભાસે છે” એવું રહે ! આત્મદ્રષ્ટિ થયા પછી ગમે તે વર્તન થાય છતાં બંધન હોય નહીં. વર્તન કોનું ? દ્રષ્ટિ કોની ? બન્ને ભિન્ન જ છે ! પછી શું ચોંટે ? અને આજ્ઞા પાળે, એને બંધ ના પડે. જાગૃતિ મહીં ચેતવ ચેતવ કરે ! ‘આપણે ખરા છીએ' એમ કરીને કેટલીય વાર આપણી જાતનું રક્ષણ કરીએ છીએ. શુદ્ધાત્મા થયા બાદ ચંદુનો પક્ષ લેવાય ? શુદ્ધાત્મા થયા પછી ઇન્દ્રિયોને વશ કરાય ? પછી ઇન્દ્રિયોને વશ કરનારો રહ્યો જ ક્યાં ? હવે જે રહ્યું તે નો કષાય, તેને જાણ્યા કરવાનું. તન્મયાકાર થાય તો ભોગવટો આવને ! વ્યવહારમાં વાતો કરવી અને આત્મામાં રહેવું - એ બે એટ એ ટાઈમ જ્ઞાનીને જ રહે. ‘હું બોલતો નથી’ એવું ભાન જ્ઞાનીને સ્વાભાવિક રહે. હવે કોઈ પણ સંજોગોમાં આત્મા ચંદુભાઈ થઈ જ ના શકે ! આત્મજ્ઞાન થયા પછી પુદ્ગલ પુદ્ગલની મોજમાં ને આત્મા આત્માની મોજમાં તો જ અંતરસમ શ્રેણી રહે ! ચીમળાયેલાં કંતાયેલા પુદ્ગલને મોક્ષમાં ‘નો એન્ટ્રી”, મોક્ષમાં તો ગલોલાં જેવાં ગુલાબી ગાલવાળાઓને જ એન્ટ્રી મળે ! આત્મજ્ઞાન પહેલા આ સિદ્ધાંત લાગુ નથી પડતો. જ્ઞાતા-દ્રષ્ટાની ઊંચામાં ઊંચી દશા કઈ ? મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું શું
16
ચંદુભાઈની તબિયત બગડી હોય તો આપણે અંદરખાને જાણવું કે તબિયત ચંદુભાઈની બગડી છે, મારી તો નહીં જ. તબિયત સારી છે કહેશો તો સારી રહેશે. જેવું ચતવે તેવું થઈ જાય એવો નિયમ છે ! ‘હું જુદો ને ચંદુ જુદા ! પોતે એકરૂપ થવું જ નહીં ક્યારેય પણ. આપણે ચંદુ માટે બોલવામાં ય જુદો વ્યવહાર રાખવો. ‘ચંદુને ભૂખ લાગી, ચંદુને ખાવું છે, ચંદુએ ખાવાનું બનાવ્યું, ચંદુને સમજણ પડી, ચંદુને સમજણ ના પડી.” આવી ભાષા રાખવી. પોતે પરમાત્મા ને ચંદુ પાડોશી, ફાઈલ નં. ૧. આની વચ્ચે ભેદરેખા ભેદજ્ઞાનથી દાદા નાખી આપે છે. પછી બે ભાગ જુદે જુદા જ રહે છે. આ મારું ખેતર ને પેલું પાડોશીનું ખેતર એમ વહેંચણી એકવાર થઈ ગઈ હોય પછી એ ભૂલાય ? મન-વચન-કાયાના ભાવોને મારા કહ્યા તો બધું તોફાન મચી જાય અને ‘ન્હોય મારાં’ કહેતાં જ બધું તોફાન બંધ ! ધોબી ઊંઘમાંથી ઊઠાડીને કહે કે, ‘તમે આ શાલ જે ઓઢી છે તે પાછી આપો’ પણ કોઈ ના આપે પાછી. પણ બીજી શાલ દેખાડે કે “જુઓ, આ તમારી છે” તો તરત જ આપી દે ને પોતાની લઈ લેને ?! પોતાનું નિજઘર દેખે પછી પરઘરમાં કોણ બેસી રહે ? નિજઘર જોયું નથી, ત્યાં સુધી જ ભાંજગડ છે બધી. એક જણે દાદાશ્રીને પૂછ્યું કે તમે તમારા પાડોશીને કેવી રીતે જુઓ છો ? ત્યારે પૂજ્યશ્રીએ જવાબ આપ્યો, ‘સરસ રીતે જોઈએ. એ. એમ. પટેલ બહુ