________________
સીટનું સિલેક્શન, સ્વ-પરનું !
૧૦૧
પછી પોતાને સમજાય કે મને ઉઠાડ્યો તો સારું થયું. પાછું બીજી જગ્યાએ બેસાડીએ. પાછું એનું એ જ ને વળી. એમ કરતાં કરતાં જ્યારે ખુરશીઓ થઈ રહે ત્યારે અમે કહીએ કે અહીં બેસી જા અને કહીએ કે બહાર ખોટી છે ખુરશીઓ.
પ્રશ્નકર્તા : દાદા, પહેલેથી બેસાડી દોને એટલે મટી જાય.
દાદાશ્રી : ના, પહેલેથી ના થાય. એ તો બધાં જ ભોગવવા પડે એ પદ, દરેક પદ ભોગવવાના. અનુભવમાં આવવા જોઈએ. નહીં તો આત્મામાં પેઠા પછી પાછો મનમાં ભાવ થાય કે આ પદમાં જઈ આવું. ચાખી આવું. ચાખીને આવ્યો એટલે પછી ભાંજગડ જ નહીંને !
પ્રશ્નકર્તા : એ વાત સાચી. અનુભવ સિદ્ધ કરવાનો.
દાદાશ્રી : અનુભવ થવો જ જોઈએ. બધાં અનુભવમાંથી પસાર થયા પછી મેં કહ્યું, “મને કશું આવડતું નથી.’
પ્રશ્નકર્તા : ને એમ ને એમ બોલવાનું ચાલુ કરી દઈએ અમે ?
દાદાશ્રી : ના ચાલે. એવું ચાલતું હશે ? પેલું પ્રાપ્ત થયું નથી તે પહેલાં છે તે આ છોડી દઈએ, શું થાય ? પેલું પ્રાપ્ત થવું જોઈએ અને એક બાજુ પૂર્ણતા થતી જાય. પણ આ પૂર્ણ થાય ત્યારે પેલું પૂર્ણ થાય. બહુ સમજવા જેવી, ઝીણી વાતો. આપણે અહીં પાસે પડી રહ્યાને એટલે બધું ઊંચું થશે.
પ્રશ્નકર્તા : દાદા, તમને સોંપ્યું એટલે પછી તમારે જે કરવું હોય, જ્યાં બેસાડવા હોય ત્યાં બેસાડી ને જ્યાં ઉઠાડવાના હોય ત્યાં ઉઠાડવાનું. તમારે જે કરવું હોય એમ કરો દાદા.
દાદાશ્રી : હા. બસ બસ. એટલે વાંધો નહીં. સોંપ્યું હોય તેને સોંપ્યું એટલે ઉઠાડે ને બેસાડે, ઉઠાડે ને બેસાડે. ના સોંપ્યું હોય ને, એને પછી અમારે કરવું પડે થોડું. પછી છોકરો ખત્તાં ખાતો ખાતો આવે પણ આવે ખરો. એક ફેરો આત્મા પ્રાપ્ત કર્યો છે ને ! છોડે નહીં પછી. આ રસ્તો ના જડે તો આમ ગૂંચાઈને, આમ ગૂંચાઈને પાછો રસ્તો કાઢી નાખે.
૧૦૨.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) જાગૃતિ, તહીં વ્યવસ્થિતને આધીત ! મહીં ઠેકાણે લાવીશ કે આવું ને આવું જ રહીશ ? રખડાવી મારીશ ? પ્રશ્નકર્તા : ઠેકાણે જ લાવવાનું.
દાદાશ્રી : હજુ તો વધારે સળગશે ત્યારે, “સહન નથી થતું પાછું મને કહે છે. મૂઆ, તને સહન નથી થતું કે પેલાને નથી થતું ? તું તો જાણનારો. તે પેલા પદમાં નહીં બેસને ! કે સહન નથી થતું. તે હજુ તો પેલા પદમાં બેસી રહ્યો છુંને !
પ્રશ્નકર્તા : એક્ઝક્ટ છે. એવું જ છે.
દાદાશ્રી : ત્યારે કહે, મારાથી સહન થતું નથી. તે તું પેલા પદમાં બેઠો છું. અહીં બેસ. એવું ઊઠાડ ઊઠાડ કરીને સોએક વખત અહીં બેસાડ્યો હશે. પાછો વળી બેસી ગયો તે બેસી ગયો, તે વળી ફરી કો'ક દહાડો ઊઠ્યો પાછો. પાછો જઈને બેસી આવશે.
પ્રશ્નકર્તા : આ બાજુ સળગે છે, ને પોતે જુદો રહે છે, એ જુદા રહેવાનું વ્યવસ્થિતના તાબામાં ગણાય ?
દાદાશ્રી : ના, ના. વ્યવસ્થિતના તાબામાં હોતું હશે ? વ્યવસ્થિત તો એને પેલી બાજુ બેસાડે ને પુરુષાર્થ આ બાજુ બેસાડે. વ્યવસ્થિત તો એને ત્યાં જ લઈ જાય.
પ્રશ્નકર્તા : એવું કેમ ? એવું શાથી ?
દાદાશ્રી : વ્યવસ્થિત પુદ્ગલને લાગીને છે, આત્માને લાગીને નથી. એટલે ત્યાં જાય તો એ વ્યવસ્થિતના તાબામાં છે. અહીં રહે તો વ્યવસ્થિતના તાબામાં નથી, સ્વતંત્ર છે.
પ્રશ્નકર્તા : દાદા, અંતરતપની વાત છેને આ ?
દાદાશ્રી : હા. અંતરતમાં ત્યાં એકાકાર થઈ ગયો એટલે વ્યવસ્થિતના તાબામાં અને એકાકાર ના થયો અને મારા વચનબળે આમ છૂટો રહ્યો, તો વ્યવસ્થિતના તાબામાં નહીં.