________________
તન્મયાકાર કોણ ? જાણે કોણ ?
ભેગા થઈ, સંસારમાં કામ કરે એટલે એનું ફળ મળે. એ તો કંઈ પુછ્ય હોય તો ફળ નફારૂપી મળે, નહીં તો પાપ હોય તો ખોટરૂપે અવળું ફળ મળે.
૯૩
પ્રશ્નકર્તા : એમાં એ વ્યવહાર પૂરો થવામાં પોતાની જરૂર નથી એવું થયું ને ?
દાદાશ્રી : આત્માની જરૂર નથી.
પ્રશ્નકર્તા : એટલે આત્મા જુદો રહી શકે, જ્ઞાન જાગૃતિમાં રહી શકે ?
દાદાશ્રી : આ થઈ શકે બધું અને આત્મા જુદો રહી શકે. લોક આત્માને હઉ જોડે લઈ જાય છે ને વખત બગાડે છે.
પ્રશ્નકર્તા : સંસારની ક્રિયામાં આત્માને પરોવવાની જરૂર જ નથી.
દાદાશ્રી : મન-વચન-કાયા તો જાય જ એમાં અને ખોટમાં ય મનવચન-કાયા હોય. લોકો આપણા કહે છે ને, પણ કર્યા વગર શી રીતે પુછ્ય ફળ આપે ? મૂઆ, કરવાથી જ મળતું હોય તો ખોટ શું કરવા ખાવ છો ? માટે અમલ પુણ્ય ને પાપનો જ છે આ. આ કરવાનું તો મહીં જોડે એવિડન્સ છે એક જાતનો.
પ્રશ્નકર્તા : પુણ્ય કે પાપનું ફળ આવવા માટે તો આ ક્રિયા થઈ રહી છે બધી.
દાદાશ્રી : આ સંજોગો બધા ભેગા થાય છે.
પ્રશ્નકર્તા : જ્યારે કંઈ પણ કામ આવે, ત્યાર પહેલાં જાગૃતિ હોય અને પછી એ જતું રહે બધું. એ કામ વખતે આખું પરોવાઈ જવું પડે અને પછી પૂરું થાય પછી પાછું આમ જ્ઞાનની વાતો શરૂ થાય...
દાદાશ્રી : ત્યાં આત્મા પરોવાતો જ નથી.
૯૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : હવે ત્યાં જાગૃતિ કેવી રીતે રાખવી એમ ?
દાદાશ્રી : એ અહંકાર-બુદ્ધિની જાગૃતિ હોય છે. પ્રશ્નકર્તા : એટલે જે પરોવાયા વગર કામ થાય નહીં પૂરું ?
દાદાશ્રી : એ બુદ્ધિ પરોવાય છે. પોતાના મનમાં એવું લાગે કે હું પરોવાઈ ગયો. એટલે એવી અસર થાય.
પ્રશ્નકર્તા : એટલે ત્યાં શું રહેવું જોઈએ ?
દાદાશ્રી : ત્યાં તો જાણકાર રહેવું જોઈએ કે બુદ્ધિ પરોવાઈને આ ગાડું ચાલ્યું અને સારું થયું ને ખોટું થયું એ જાણે છે તે આત્મા છે. પેલો કહે છે કે હું પરોવાઈ ગયો, તો એ પછી સારું-ખોટું કોણે જાણ્યું ?
પ્રશ્નકર્તા : બરોબર. એટલે એ આખા વ્યવહાર વખતે જાણકાર જ હતો પોતે.
દાદાશ્રી : જાણકાર જે રહે છે એ જ આત્મા. આમાં ઘૂસી ગયો એ આત્મા ન હોય.
પ્રશ્નકર્તા : એ ઘૂસી ગયા જેવું લાગે છે.
દાદાશ્રી : એ બુદ્ધિ ને અહંકાર.
પ્રશ્નકર્તા : એટલે ત્યાં એવું સમજી લેવાનું કે ખરેખર આપણે ઘૂસી જતા નથી એમાં ?
દાદાશ્રી : એવું સમજવાનું જ હોય. કારણ કે પછી આપણે કહીએ પણ... ‘થયું સીધું કે વાંકું ?’ ત્યારે કહે, ‘થયું સીધું.’ ઘૂસી જનારને ખબર ના હોય. સારું થયું કે ખરાબ થયું એ ઘૂસી જનારને ખબર હોય નહીં.
પ્રશ્નકર્તા : પણ જે ક્ષણે વ્યવહાર થઈ રહ્યો છે, તે ક્ષણે આવું જાગ્રત રહેવું, એ બે એટ એ ટાઈમ બની જાય છે કે પછી બે વચ્ચે અંતર રહે છે ?