________________
તન્મયાકાર કોણ ? જાણે કોણ ?
‘હું' વર્તે હવે જાગૃતિમાં !
પ્રશ્નકર્તા : તન્મયાકાર કોણ થાય છે ?
૯૧
દાદાશ્રી : અહંકાર. એમાં તન્મયાકાર ના થવા દે એ જાગૃતિ. એ જ છૂટું રાખે. મૂળ આત્મા તન્મયાકાર થતો નથી. આપણે અજાગૃતિમાં તન્મયાકાર થઈ જઈએ છીએને !
પ્રશ્નકર્તા ઃ પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જાગૃતિ હોય તો તન્મયાકાર ના થાય ?
દાદાશ્રી : પછી ભાન રહે છે એ એક જાગૃતિ છે ને જાગૃતિ એના સ્વભાવમાં આવશે એટલે એ તન્મયાકાર થાય નહીં. આ તો પાછલો ફોર્સ છે ત્યાં સુધી ખસી જાય. ફોર્સ ઓછો થાય પછી તન્મયાકાર ના થાય. જે ડિસ્ચાર્જ છે એ બધું ટાંકીનું પાણી ભરેલો માલ છે.
પ્રશ્નકર્તા : એટલે શું સમજવાનું ? જાગૃતિ થઈ, એટલે તમે તન્મયાકાર ના થાવ એવું તમે કહ્યું, એટલે કેવી રીતે સમજવું ?
દાદાશ્રી : તમે એટલે શું ? મૂળ આત્મા નહીં. હજુ છે તે ‘હું’ તો રહેલું જ છે, પહેલાં છે તે પ્રતિષ્ઠિત આત્મા તરીકે ‘હું’ હતું, હવે જાગૃતિ તરીકે ‘હું’ છે. એ ‘હું’ તન્મયાકાર ના થઈ જાય.
પ્રશ્નકર્તા : આપણે તન્મયાકાર ના થઈએ, એટલે પ્રતિષ્ઠિત આત્મા તન્મયાકાર નથી થતો, એનો અર્થ એ થયો.
દાદાશ્રી : ના, આપણે એટલે કોણ ? તે વખતે હાજર જે છે તે ! તે વખતે જે આપણી બિલિફમાં છે. હજુ શુદ્ધાત્મા સંપૂર્ણ થયા નથી. મૂળ પ્રતિષ્ઠિત આત્મા પાછો છૂટી ગયો. હવે જાગ્રત આત્મા, એટલે જાગૃતિ. જાગૃતિ જે પરિણામ છે, એ ત્યાં અત્યારે આમ તન્મયાકાર નથી થતી. પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી પ્રતિષ્ઠિત આત્મા તો છે જ, તો એ શું કરે છે ? એની સ્થિતિ શું પછી ?
દાદાશ્રી : પછી એની કશી સ્થિતિ નથી. એ ડિસ્ચાર્જ સ્વરૂપ છે.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
એટલે નિશ્ચેતન ચેતન છે. એ જ્ઞેય સ્વરૂપે રહે છે. પછી જ્ઞેય સ્વરૂપે ‘શું કરે છે ને શું નહીં ?” તેને જાણનાર જાગૃતિ છે.
૯૨
સ્વરૂપનું ભાન થતાં પહેલા પ્રતિષ્ઠિત આત્માને જ આપણે જ્ઞાતા માનતા હતા. સ્વરૂપ જ્ઞાન પછી એ પ્રતિષ્ઠિત આત્મા પોતે જ્ઞેય થઈ જાય છે અને ત્યાં આગળ જાગૃતિ પોતે જ જ્ઞાતા થાય છે. એટલે કે પહેલાં પ્રતિષ્ઠિત આત્મા તરીકે ‘હું’ હતું, તે હવે જાગૃતિ તરીકે ‘હું’ થાય છે. અને મૂળ આત્મા તો એની આગળ રહ્યો હજુ. આ જાગૃતિમાં આવી ગયું. સંપૂર્ણ જાગ્રત થયો એટલે મૂળ આત્મામાં એકાકાર થઈ જાય છે. સંપૂર્ણ ના થાય ત્યાં સુધી જુદું રહે છે. ત્યાં સુધી અંતરાત્મા તરીકે રહે. ત્યાં બહિર્મુખી પદ છૂટી ગયેલું હોય છે. અંતરાત્મ દશા પૂરી થાય કે પરમાત્મા
પદ પ્રાપ્ત થાય !
તન્મયાકાર તથીતી નિશાતી !
પ્રશ્નકર્તા : મનના વિચારો, વાણીના સંજોગો અને દેહના વર્તનમાં આત્મા તન્મયાકાર ના થયો ક્યારે કહેવાય ? એ કેવી પરિસ્થિતિ હોય ? દાદાશ્રી : એટલે એ વાતો કરતો હોય તે ઘડીએ, મહીં સહેજે અસર ના હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : અસર ન હોય એટલે શેની અસર ન હોય ?
દાદાશ્રી : મોંઢા પર ફેરફાર થયા કરે તે. પોતે જુદો હોય ને એવી રીતે વાત કરે. બીજા માણસની વાત કરતા હોય એના જેવું. બીજા માણસની વાત કરે ને, એવી રીતે વાત કરે એનું નામ તન્મયાકાર નહીં અને ચંદુભાઈને જોઈને વાત કરે. ચંદુભાઈને તમે જોતા જોતા વાત કરો ને, તો એ આત્મા જુદો કહેવાય.
વ્યવહાર વખતે ય પોતે જાણતાર જ !
સંસારની ચીજોમાં તો આત્માને તન્મયાકાર રાખવાની જરૂર જ નથી. એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે બધું. દેહ-મન બધું