________________
તન્મયાકાર કોણ ? જાણે કોણ ?
દાદાશ્રી : એટ એ ટાઈમ હોય જ, અંતર કશું છે જ નહીં. એની માન્યતામાં ફેર રહે છે. એ માન્યતામાં ફેર હોય તો ય પછી કહીએ કે
આ જાણ્યું કોણે ? એ જાણે છે તે આત્મા. ઘુસી ગયો, એનું નામ આત્મા નહીં. એકાકાર થઈ ગયો, એનું નામ આત્મા નહીં. આત્મા અહંકાર થઈ શકે નહીં કોઈ દહાડો, એ તો જાણકાર તરીકે રહે છે ને ! આત્મા છૂટો જ રહે છે, જાણકાર જ રહે છે. ઘુસી ગયું એવું લાગ્યું હોય તો પછી ફરી પ્રતિક્રમણ કરીને ફરી પાછું આવી જવું જોઈએ કે મારી ભૂલ થઈ. ઘુસી જતો જ નથી. પહેલાંની આ ટેવ હતી. એની એ ટેવ અત્યારે ચાલુ છે.
૯૫
પ્રશ્નકર્તા : એટલે આપના કહેવા પ્રમાણે એકલી સમજફેર જ કરવાની છે, બાકી તો બધો વ્યવહાર થઈ જ રહ્યો છે.
દાદાશ્રી : થઈ જ રહ્યું છે.
પ્રશ્નકર્તા : સમજણની ભૂલ ન થાય એવી ગોઠવણી કર્યા કરવાની ? દાદાશ્રી : ઘુસી ગયો તે હું નહીં. હું જુદો, ઘુસી જનાર જુદો.
ક્રમિક માર્ગવાળાનો આત્મા વેદક છે અને આપણામાં નિર્વેદ છે. એ મારો આત્મા તન્મયાકાર થઈ ગયો, કહે અને આપણે જાણકાર હોય કે શાતા વર્તે છે કે અશાતા વર્તે છે. એટલે ક્રમિકમાં એવું હોય કે વેદક ઘૂસી જાય એટલે મારો આત્મા ઘૂસી ગયો, કહેશે. અને એ ઘૂસવાય ના દે.
પ્રશ્નકર્તા : ઘૂસવા ના દે, તો વ્યવહાર ડીસ્ટર્બ થઈ જાય ?
દાદાશ્રી : વ્યવહાર બધો ડીસ્ટર્બ થઈ જાય. પણ એ વ્યવહારને છોડતા છોડતા જાય, ત્યાગ કરતાં કરતાં આગળ જાય. આપણામાં વ્યવહારમાં રહેવાની છૂટ શાથી આપી કે આત્મા વેદક છે નહીં. બહારના તો, ક્રમિક માર્ગ તો એવું જ કહે, કે એ પોતે જ વેદક છે. કારણ કે એને પૂરું જ્ઞાન નથી થયું. પૂરો આત્મા થયો નથી. પૂરો આત્મા થયેલો વેદક ના હોય, નિર્વેદ હોય.
પ્રશ્નકર્તા : મૂળ આત્મા તો પૂરો જ છેને, પણ એને પેલી દ્રષ્ટિ પૂરેપૂરી થઈ નથીને એવું આપનું કહેવાનું છે ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : હા, એ તો આત્મા પૂરો જ છે, પણ એવી દ્રષ્ટિ ક્રમિકમાં થઈ નથી. ક્રમે ક્રમે થશે. જેમ જેમ છોડતો જશે તેમ દ્રષ્ટિ ખીલતી જશે. પરિગ્રહ ઓછાં થાય તેમ તેમ દ્રષ્ટિ ખીલતી જાય.
પ્રશ્નકર્તા : એ લોકોને, ક્રમિક માર્ગવાળાને પરિગ્રહ અથવા વ્યવહાર ઓછો થાય એવો નિશ્ચય હોય છે કે એના ઉદયમાં જ એવું લઈને આવેલા હોય છે ?
દાદાશ્રી : એવો નિશ્ચય જ હોય.
પ્રશ્નકર્તા : એ વ્યવહાર ઓછો થાય એ આમ જાગૃતિને વધારે હિતકારી છે ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : જાગૃતિ સહેજે વધે એનાથી ?
દાદાશ્રી : હા, પણ એમને અગ્રશોચ બધું રહે. આ તો અક્રમ વિજ્ઞાનમાં આ બધા લોકો આત્માને જાણે, નહીં તો આત્મા ક્યાંથી જાણે ? કોઈને માન્યામાં જ ના આવેને ?
પ્રશ્નકર્તા : તો એ કોઈ આત્મા પામે એવું બની જ ના શકે ?
દાદાશ્રી : આત્મા જે દહાડે પામે ત્યારે તીર્થંકર હોય કે કેવળી હોય અને મોક્ષે ચાલ્યો જાય એટલે વાત જ કરવાનો વખત ના મળે.
܀܀܀܀܀