________________
તન્મયાકાર કોણ ? જાણે કોણ ?
પેલાને મરેલા કહ્યાં એમ જ્ઞાન કહે છે. ડહાપણની વાત છે કે ? તીર્થકરોની વાત ડહાપણની છે ? આ વીતરાગોની વાત ડાહ્યી છે ? શંકા પડે છે, છતાં તું નિઃશંક છું ?! એટલે આવું અજાયબ વિજ્ઞાન છે. અને ત્યાં યે કદી જો જોર ના મારે તો પછી એની જ ભૂલ છે ને ?
| ઉધ્યતે જોવું તે અક્રમ ! મહીં અંતઃકરણ તન્મયાકાર થઈ રહ્યું છે, તેને આપણે ‘જાણવું પડે ને ‘જોવું’ પડેને ? મહીં અંતઃકરણ તન્મયાકાર ના થાય તો કોઈ કાર્ય જ ના થાય. તન્મયાકાર તો થવું જ જોઈએ ને ?
અમે અહીં ગાડીમાં આવવા નીકળીએ એટલે અંદર બધું તન્મયાકાર જ હોય ને, પણ અમે ‘જોઈએ’ ને ‘જાણીએ'. અમે છૂટા રહીને કામ કરીએ. તમારાથી એટલું બધું કામ ના થાય પણ તમને લક્ષ રહ્યા કરે કે ‘હું શુદ્ધાત્મા છું'. કોઈ ફેરો લક્ષ ભૂલી જવાય તો પ્રતીતિ રહ્યા કરે. બાકી મહીં અંદર બધું ચાલ્યા જ કરે. આપણે ‘જોયા’ કરવાનું.
પ્રશ્નકર્તા : વિચાર આવે અને પછી તન્મયાકાર થાય. ચિત્ર-ફોટો બતાવે, તે તન્મયાકાર દશા કહેવાય ને ?
દાદાશ્રી : પણ એ તો ડિસ્ચાર્જ જ ને, એનો વાંધો નહીં. એ આપણે ‘જાણું', ત્યારથી આપણે છૂટા અને એ છૂટા. ‘જાણનારો’ છૂટો જ હોય. ‘કરનારો’ ભાંજગડવાળો હોય. આપણે છૂટા ને છૂટા.
પ્રશ્નકર્તા : એ એવું જ રહે છે કે આ બધું ચંદુભાઈ જ કરે છે. પહેલાં ઉદયની અંદર તન્મયાકાર થવાતું'તું, તેને બદલે આપણે આપણો ઉદય હવે જોઈએ છીએ.
દાદાશ્રી : ઉદયને જોઈએ. પ્રશ્નકર્તા: આપણા ઉદયને જોઈએ છીએ કે મારો આવો ઉદય આવ્યો. દાદાશ્રી : હવે બધા ઉદયને ‘જોવાના', એનું નામ અક્રમ. પ્રશ્નકર્તા : આપણે ‘જોવાનું ચૂકીએ તો જ બુદ્ધિ ડખો કરે ને ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) દાદાશ્રી : હા. પણ ચૂકો છો, એ ‘જોઉં' છું ને બધે ? પણ એનો વાંધો નહીં. આપણે હજુ તો આ કેવળજ્ઞાનમાં અટક્યા છીએ. બીજું કશું નહીં. આ બધી ઝીણી વસ્તુઓ જ કેવળજ્ઞાન અટકાવે છે.
પ્રશ્નકર્તા : એમાં બે વાત થઈ. ચંદુભાઈની બુદ્ધિ ડખો કરતી હોય તો એ ડખો કરે અને ‘હું તેને જાણું.
દાદાશ્રી : તમે ‘જાણો’ એટલે તમે છૂટા. અને ચંદુભાઈ કે છૂટા. જો તમે ‘જાણો’ તો બેઉ છૂટા અને ના ‘જાણો’ તો બેઉ બંધાયેલા.
પ્રશ્નકર્તા: કારણ કે પછી બુદ્ધિના ડખાનો કોઈ અર્થ રહ્યો નહીં.
દાદાશ્રી : કશોય અર્થ રહ્યો નહીં. બુદ્ધિના અર્થને અહીં ગણતરી જ નથી. આના ઉદયકર્મથી આ આને આપે છે ને એના ઉદયકર્મથી એ લે છે. આ એના ઉદયકર્મથી આણે પાંચ લાખ રૂપિયા ધીર્યા અને એના ઉદયકર્મથી એણે લીધા. પછી એનો ડખો જ ક્યાં રહ્યો તે ? હવે પેલાનું ઉદયકર્મ આવે પાછા આપવાનું ત્યારે એ આપે ને પેલાનું લેવાનું ઉદયકર્મ હોય તો લે. નહીં તો ના લે.
પ્રશ્નકર્તા તો ચોપડો ન લખે તો ય ચાલે.
દાદાશ્રી : ચોપડા લખવાની જરૂર જ ક્યાં રહે છે ? આ બધી ઝીણી વાતો, તીર્થંકરના ઘરની જ વાતો આ બધી !
પ્રશ્નકર્તા : આપે કહ્યું આ તમે ‘જાણો’ તો ચંદુભાઈ કે છૂટા ને તમે ય છૂટા. એ બેઉ છૂટા. એ ના સમજાયું.
દાદાશ્રી : કેમ ના સમજાય આમાં ? ચંદુભાઈ છુટા થયા એટલે પોતે છૂટા જ છે. પેલા તો ઉદયકર્મને આધીન છે. ઉદયકર્મને આધીનમાં જોખમદારી હોતી નથી.
પ્રશ્નકર્તા : નહીં, જરા એ ગોટાળો થાય છે. પેલા ઉદયકર્મને આધીન છે તો પેલા કોણ ? ઉદયકર્મને આધીન જે છે એ કોણ ?
દાદાશ્રી : એ ચંદુભાઈ છે.