________________
તન્મયાકાર કોણ ? જાણે કોણ ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એક ફેરો પ્રયોગ કરાવ્યો હોય તો ફરી કરો, તો મહીં કેટલુંય કંઈની કંઈ વસ્તુ નાખી દે બધી. તો એમાં આટલો ટાઈમ લાગે છે, તો આ તો, અહીં ટાઈમ તો લાગેને !
પ્રશ્નકર્તા: પણ તે વખતે હું દ્રષ્ટા તરીકે બાજુમાં બેઠેલો હોવો જોઈએ ને, જોનારો ? એ જોનારો અંદર ભેરવાઈ ગયો !
દાદાશ્રી : ના, એ તો જુદો બેઠેલો જ હોય છે. ભળી ગયા એવું તમને લાગે, ભાસે એવું, સહેજ પ્રેક્ટિસ પાડવી પડશે. પ્રેક્ટિસ પાડ્યા વગર કેમ ચાલે ? અને જો ભળી ગયા તો છૂટો પડે નહીં, શી રીતે છૂટો પાડો પછી ? પાછું ભળે જ નહીં. આ તો બેઉના સ્વભાવ જુદા પડી ગયાને ! પોતપોતાના સ્વભાવમાં આવી ગયા !!
ભાસ્યમાત પરિણામ હોય મારા ! આપણે જાણવું કે આ ભાસ્યમાન થાય છે આવું, પણ ભાયમાન તે આપણું પરિણામ નથી. આવું સમજે તો બહુ જાગૃતિ રહે. આ જ્ઞાને ય બહુ જાગૃતિવાળું આપેલું છે. પણ પોતે જાણી જોઈને ડખો કરે છે. એટલે જાગૃતિ ઓછી છે. જાગૃતિ હોય તો તો કશું એને અડતું જ નથી !
પ્રશ્નકર્તા: આપ જ્યારે કહો છો કે ચાવીઓ બધી તમારી પાસે છે, અમારો નિશ્ચય છે કે આજ્ઞામાં રહેવું છે, તો અમારી જે અજાગૃતિ છે કે કેમ લંબાય છે ?
દાદાશ્રી : જાગૃતિ તો લાવવી જોઈએ ને ! જાગૃતિ તો વધારવી જોઈએને આપણે. એ જ પુરુષાર્થ છે ને ! જાગૃતિ એ જ પુરુષાર્થ છે. બીજો કોઈ પુરુષાર્થ નથી. એ પાંચ આજ્ઞા જેટલી મહીં પળાય ત્યારે બધી જાગૃતિ ઉત્પન્ન થાય. નહીં તો જાગૃતિ શેની ઉત્પન્ન થાય ? આજ્ઞાઓ નથી પાળતાં તેથી જાગૃતિ ઓછી છે !
હવે ભાસ્યમાન પરિણામને જોવાનાં. ભાસ્યમાન એટલે તો હોય યા
ના પણ હોય. ખાલી ભાસે જ. એટલે એ તમને ભાસે છે. ભાસે એટલે દેખાય છે, પણ સાચી વસ્તુ નથી. જો પોતાને એમ લાગે કે ના, સાચું છે તો લાગે, નહીં તો નથી. ખોટું તો લાગે નહીં, એવું ભાસ્યમાન પરિણામ છે, ખાલી આભાસ જ છે. ગૂંચવાડો હોય ત્યાં સુધી ભાયમાન પરિણામ બહુ પજવે.
દાદાએ દીધો તિર્લેપ-નિઃશંક આત્મા ! પ્રશ્નકર્તા: આ જે ડિસ્ચાર્જ કહ્યું તમે, એ તો સંવરપૂર્વકની નિર્જરા થઈ. એ તો જ્યારે પોતે નિર્લેપ રહે, ત્યારે જ એ વસ્તુ બની શકે ને ?
દાદાશ્રી : છો જ નિર્લેપ પછી આવવાનું ક્યાંથી હવે ? કયે ગામથી આવવાનું છે ? નિર્લેપ જ છે. આ તમને શંકા છે તે જ તમને લેપાયમાન કરી રહી છે. પણ ભગવાનને પૂછીએ કે ‘ભગવાન, આને શંકા પડે છે, એટલે નિર્લેપ નહીં ને ?” ત્યારે કહે, “ના, એ શંકા છે તો ય એને કર્મ ના બંધાય.” કારણ કે શંકા એ જાગૃતિ છે. ભગવાન શું કહે ? આ જગતના લોકોને શંકા નહીં આવે. એમને શંકા છે માટે જાગૃતિ છે, માટે એને કર્મ નહીં બંધાય. એટલે આ ભગવાન કેવા પાકાં છે ?
હું છાવરા નથી વાળતો. કહે છે, અમે છાવરા ના વાળીએ. છાવરો બાપને છોકરો વાળે કે છોકરાને બાપ વાળે. આ છાવરા વાળવાનું જ્ઞાન નહીં, આ તો એક્કેક્ટ જ્ઞાન કે શંકા પડી માટે તું નિઃશંક છું. માટે તું શુદ્ધાત્મા છું. તું શુદ્ધાત્મા થયો એ નક્કી વાત. તને કેમ શંકા પડી ? શંકા કોઈને પડે જ નહીં. કોઈને શંકા ના પડે ને કે હું તન્મયાકાર થઈ ગયો આ ફલાણાં જોડે. એટલે વાત પણ સાચી છે, શંકા પડી તો યે નિઃશંક છું એવું ! શંકા પડી, માટે તું શુદ્ધાત્મા છું એ નક્કી થઈ ગયું. ત્યારે કહે, નક્કી થઈ ગયું. પછી મારે હવે વાંધો નહીં કશો ય, દુઃખ નથી બા. જીવતાને શંકા પડે કે મરેલાને !
પ્રશ્નકર્તા : જીવતાને જ પડે ! દાદાશ્રી : તે જેટલાને શંકા પડે, એને ભગવાને જીવતા કહ્યા ને