________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
૭૯ તમે પુરુષ થયા ને પ્રકૃતિ જુદી થઈ ગઈ. પુરુષ થયા પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય. પુરુષાર્થમાં એ જાગૃતિ તો છે જ. પુરુષાર્થમાં તો ફક્ત બીજું શું ? આપણે નક્કી કરવું જોઈએ. સ્થિરતાપૂર્વક બધી વાતચીત કરવી જોઈએ.
પ્રશ્નકર્તા : આનો અર્થ એ થયો કે આ ખોટું કે સાચું, એનો આગ્રહ નહીં રાખવો.
દાદાશ્રી : ખોટું-સાચું તો જાણે છે જ નહીં. એ તો આગ્રહ રાખવાનો જ નથી. પણ આપણે કોઈ દહાડો ચાખેલું નહીં. અને તમને કહે કે તમે ચોરી કરી એટલે સાંભળેલું નહીં ને કોઈ દહાડો પ્રેક્ટિસ નહીં થયેલીને, એકદમ સાંભળવાનું થાય ત્યાં આગળ શું થાય ? એટલે ઇમોશનલ થાય. એટલે આપણે ચંદુભાઈને કહ્યું કે, ‘ભઈ, ચોર જ છો. કો'ક ચોર કહે તો ગભરાશો નહીં.' એવું પહેલેથી આપણે કહી રાખવું પડે. હા, ‘કોઈ કહે તો ગભરાશો નહીં. કોઈ ધોલ મારે તો ય ગભરાશો નહીં* એવું આપણે કહી રાખીએ. નહીં તો પછી કો'ક ધોલ ના મારે ને અમથો અમથો આમ આમ કરે તો ય છે તે અસર થઈ જાય. એટલે એવી પ્રેક્ટિસ પાડી રાખવી પડે. એવું રિહર્સલ કરાવી રાખવું. ના કરાવવું પડે ? કરાવી રાખેલું સારું. કો'ક ફેરો મુશ્કેલી આવે તે ઘડીએ, રિહર્સલ કરેલું ફળ આપે. નહીં તો આ જ્ઞાન તો બધાં, ઘણાંખરાંને, કેટલાંય માણસોને સમાધિ આપે છે નિરંતર !
[૧.૪] તન્મયાકાર કોણ ? જાણે કોણ ?
ન થાય આત્મા તન્મયાકાર કદી ! પ્રશ્નકર્તા : દાદા યાદ રહે પણ કેટલીક વખત આ પ્રવૃત્તિઓમાં રહીએ ત્યારે તન્મયાકાર થઈ જવાય.
દાદાશ્રી : તન્મયાકાર થાય તેનો વાંધો નહીં. તન્મયાકાર થાય તે તન્મયાકાર ‘તમે' નથી થતા, એ તો આ ‘ચંદુભાઈ” થાય છે, પણ તમને એમ લાગે છે કે “હું” થઈ ગયો એટલું જ. તમારે જાણવું જોઈએ કે ચંદુભાઈ તન્મયાકાર થઈને ચા પીવે છે. એટલું તમારે જાણવાનું.
તમે તન્મયાકાર થતા હોય તો તમને ખબર પડે નહીં. તન્મયાકાર થઈ ગયા છો એવી ખબર કોને પડી ? ‘તમને તો ખબર પડે છે. એટલે તમે તન્મયાકાર થતા નથી.
પ્રશ્નકર્તા : તો આ પુદ્ગલ થાય છે ?
દાદાશ્રી : પુદ્ગલમાં અમુક એવું બળ છે. એવો મોટો હેડ, તે થઈ જાય છે. કોઈ ફેરો અહંકાર તન્મયાકાર થાય, કોઈ ફેરો બુદ્ધિ તન્મયાકાર થાય પણ તમે નહીં. તન્મયાકાર થાય એવી ખબર શી રીતે પડી ? માટે તમે ‘જાણો છો એ બધું. આ ઊલટું તમારી જાતને માનો છો કે આ હું તન્મયાકાર થયો. ના, તેમ નથી થતા.