________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
8
પ્રશ્નકર્તા: હા, દાદા. એ પહેલાં કરતાં ઇન્ટેન્સિટી એ ઘટી ગઈ છે. પહેલાં જેટલી તીવ્રતાથી વિચાર આવતા હતા એવી તીવ્રતા હવે નથી રહેતી.
દાદાશ્રી : હા, બસ. એ તો એની મેળે ઊડી જાય. આપણે સ્ટ્રોંગ રહીએને એટલે કોઈ બીજું કશું નડે નહીં અને આત્માની અનંત શક્તિ છે, એથી કોઈ શક્તિવાન બીજો વિશેષ છે જ નહીં. પછી બીજા શું કરવાના હતા ? અને છે ન્યુટ્રલ. નથી સ્ત્રી જાતિ, નથી પુરુષ જાતિ.
પ્રશ્નકર્તા : બરાબર છે. પહેલાં જેવી મહીંથી હવે ઇચ્છાપૂર્વક સહી નથી થતી હવે.
દાદાશ્રી : ના થાય. એ જ મોટામાં મોટું આશ્ચર્યને ! તેને લીધે આ શક્તિ છેને, જબરજસ્ત શક્તિ તેની જ છે. નહીં તો રહેતી હશે કે, એક દહાડો ઊડી ગયું એટલે ખલાસ.
પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાન સિવાય બની શકે એવું નથી આ.
દાદાશ્રી : ના બરોબર ! ‘હું અનંત શક્તિવાળો છું’ કહી દેવું. ‘હું અનંત શક્તિવાળો છું’ એમ કરીને હઠે ચડવું પછી તપ જ કરવું, બસ. એ આરો આવી ગયો.
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : વિચાર આવે, તો કોઈ વિચાર મહત્વનો હોતો નથી. જ્યાં સુધી એ વિચાર એની મેળે ચાલે ત્યાં સુધી ચાલવા દેવો. ના ચાલે ને પાછો મોકલે તો પાછો વાળી દેવો. એ પ્રમાણે જ હોય છે વ્યવસ્થિત. શું બને છે એ જ કરેક્ટ. એટલે બીજી ભાંજગડમાં નહીં પડવાનું. ‘હું અનંત શક્તિવાળો’ કહ્યું કે બધું બંધ થઈ ગયું. ગમે તેવું હોય તોય ‘અનંત શક્તિવાળો છું” એટલે ઉકેલ આવી ગયો. આત્માની શક્તિ પાર વગરની છે.
અક્રમ વિજ્ઞાનની અજાયબી ! જો તમે આત્મા થઈને રહો છો તો બધા કર્મની નિર્જરા છે ને આત્મા થઈને નથી રહેતા, તે જરાક ડખરાયાં કે એ કર્મના જરાક કંઈક ડાઘ પડશે. કારણ કે જે છે એ માન્યતા નથી તમારી, ભૂગ્લ થાય છે ત્યાં.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : સ્વપદમાંથી પરપદમાં ખસી જાય ?
દાદાશ્રી : ના, ખસી જતું નથી. પરપદમાં જતું નથી. પણ એના મનમાં એમ થાય છે કે “આ કોણ છે તે ? મારી જ ભૂલ છે ને આ ?” પણ તે “મારી ભૂલ’ તો ક્યારે ? જ્યાં સુધી “આપણે” “ચંદુભાઈ હતા, ત્યાં સુધી ભૂલ હતી. હવે તો ‘આપણે’ ‘શુદ્ધાત્મા’ થયા. શુદ્ધાત્મા તો એવી ભૂલવાળો છે જ નહીં. એટલે બહુ એ થાય તો આપણે કહેવું કે, ‘ચંદુભાઈ, ઓહોહો, બહુ ભૂલો કરી છે. ભારે કરી છે.’ તેનાથી એ શું થઈ જાય છે ? એ આપણે બોલીએ ને, એ જ છૂટાપણું દર્શાવે છે અને ‘તમારી’ જવાબદારી એનું થાય ત્યાં આગળ !
આપણું જ્ઞાન તો કેવું છે કે કોઈ કહે કે તમે અમારું ઘડિયાળ ચોરી ગયા. ત્યારે કહીએ કે ‘ભાઈ, ઘડિયાળ ચોરી ગયો તમને જે લાગે એ ખરું.’ આપણે આત્મસ્વરૂપ થઈને જવાબ આપવાના. પછી તે ઘડીએ તમે ચંદુભાઈ થઈ જાવ, પાછું આત્મા આપેલો જતો રહે. એટલે આપણા એક્રમ વિજ્ઞાનમાં આ ઉપાધિ છે.
પ્રશ્નકર્તા : ઉપાધિ હોવા છતાં ય જાગૃતિ તે વખતે કેળવાતી જાય. જાગૃતિ કેળવવા માટેનો આ માર્ગ છે.
દાદાશ્રી : હા. જાગૃતિ એકદમ વધી જાય. જાગૃતિ તો બહુ ઊંચી જતી રહે. જાગૃતિ તો બહુ વધે છે. પણ વસ્તુસ્થિતિમાં અત્યારે જરાક સહેજ ડખો રહેતો હોય તો તરત સ્વીકારી લે છે. ‘મેં ક્યાં ચોરી કરી છે ?” અલ્યા, રક્ષણ શું કરવા કરો છો તે ? તારું નથી, તેનું તું રક્ષણ શું કરવા કરે છે ? જે તારી વાત જ નથી, તેનું રક્ષણ તારે કરવાની જરૂર નથી. સ્વીકારી લઈએ પછી આપણી ભૂલ કહેવાયને ? પછી એને ખબર પડી જાય કે આપણી ભૂલ થઈ ગઈ. પછી ખબર પડે પણ એટલી જાગૃતિ તો છે.
- આ જ્ઞાન જ મોક્ષે લઈ જાય એવું છે. પણ તમારી જાગૃતિથી એને બહુ હેલ્પ કરવી જોઈએ પછી, પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષ થયા પછી પુરુષાર્થ હોય. પ્રકૃતિ ને પુરુષ બે જુદા થયા. જ્યાં સુધી તમે “ચંદુભાઈ’ હતા, ત્યાં સુધી પ્રકૃતિ હતી. તે પ્રકૃતિ જેમ નચાવે તેમ તમે નાચતા હતા.