________________
૭૫
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ ! બાળી મેલ્યો. પણ કશું અડે નહીં એવો આત્મા છે. સો ટકા ગેરન્ટી એની. આવો સરસ આત્મા આપ્યો પછી આવી બધી વાત જ ક્યાં રહી તે ?! આપણે જેટલી ખોટ ખઈએ એટલી જાય.
પ્રશ્નકર્તા : દાદા, જે આત્મા આપ્યો છે ને, એનો પૂરેપૂરો અનુભવ આમ કેવી રીતે આખો દિવસ રહે ?
આશા હોય નહીં આત્માને. આ તો કંઈ એક જ કલાકમાં બધી ખોટ જાય ? અનંત અવતારની ખોટ, બે-ત્રણ અવતાર જશેને. આ પહેલાં તો લાખ અવતારેય ના જાય. એ દાદાના જ્ઞાનથી આટલું સરળ થઈ પડ્યું. તે ઊલટું દાદાના જ્ઞાનનું એ બોલવું જોઈએ કે ધન્યભાગ્ય ! મને આ જ્ઞાન પ્રાપ્ત થયું અને દાદા ભેગા થયા.
પ્રશ્નકર્તા : એવું નથી રહેતું. હવે એવું લાગે છે, હવે એવું રહે છે કે આપણે કેટલા હતભાગી છીએ કે આવા દાદા મળ્યા તોય કામ કાઢી લેતા નથી આવડતું.
દાદાશ્રી : હં, દાદા મળ્યા તો કામ કાઢી લેવાનું. ફરી કંઈ આ તો જોવાનાય નહીં મળે.
દાદાશ્રી : હા. પણ અવળો રહેતો હતો, તે સવળો રહેવા માંડ્યો એટલે આપણે પૂછી પૂછીને આગળ ચાલવા માંડીએને ! પેલું પાંચસોની ખોટવાળું હોય તે નિકાલ આવી ગયો પણ જેમાં પાંચ હજારની ખોટ ગઈ હોય એ વાર લાગે, તે આપણે જોયા જ કરવું પડેને !
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : જેના ઉપર ભાવ હતો, તેની ઉપર જ અભાવ કરવાનો છે. એટલે અભાવ રહેતો હોય તો આપણે જાણવું કે અહીં ભાવ બહુ રહેતો હતો, તેનું આપણને કડવું મળે છે.
એ પક્ષમાં બેસીએ એટલે સમજાય નહીં. સ્વતંત્ર થવું હોય તો એ બધું સમજી જવાય એવું છે. એના પક્ષને આપણે કામ જ શું છે ? નહીં લેવા, નહીં દેવા.
પ્રશ્નકર્તા : દાદા, છૂટવું છે, છૂટાતું નથી.
દાદાશ્રી : બળ્યું છૂટવું છે, છૂટાતું નથી તે એ તો તમે જાણો છોને. તો એની મેળે જ ધીમે ધીમે આપણે એની પાછળ કર્યા કરશો તો છૂટી જશે. આપણે જાણવું જોઈએ કે અહીં આગળ આ પટ્ટી ચોંટેલી તે ઉખડતી નથી. પાણી ચોપડીએ, બીજું ચોપડીએ, એમ કરતાં કરતાં ઉખડશે. ઉખડ્યા વગર છૂટકો જ નથીને !
પ્રશ્નકર્તા ઃ તો આશા રાખીને બેસી રહેવાનું ?
દાદાશ્રી : આશા રાખવાની જ નહીં. બેસી રહેવાનું જ નહીં. આપણે ‘જોયા’ કરવાનું છૂટતું નથી તે. આશા વળી કોણે રાખવાની ?
ના ચલાવી લેને, તો એ ખોટ છે તે પૂરી થઈ જશે. એની મેળે જ પૂરી થશે. પણ આપણે દાદાની પાછળ એમની આજ્ઞા પાળી કે આપણું કામ જ થઈ જવાનું. એનો વિચારેય કરશો નહીં. ખોટ કેટલી તે જોવાની નહીં, આપણે તો આજ્ઞા કેમ કરીને પળાય અને આપણે આજ્ઞા ભૂલાય નહીં એટલું જ. આમાં તે શું ખોટ વળી !
અહંકાર ભગ્ન થઈ જાય તો શું કરવું ? જબરજસ્ત અહંકાર તોડી નાંખે તો ? આજુબાજુ શસ્ત્રોથી ઘા ઊંડો કરે, પણ આત્માને અનંત શક્તિ છે એટલે અનંત શક્તિવાળો છું, તારે જે કરવું હોય તે કર્યા કર ને ! આપણે હઠ લઈને બેસવાનું. તપ કરવાનું. અનંત શક્તિવાળો છું. એટલે પછી ધીમે ધીમે ઓછાં થઈ જાય પોતે જ. અને ટોળાં ઓછાં થાય. એટલે પછી પછી એનું બળ તૂટી ગયું. મારી હાજરીમાં બધુંય તૂટી જશે. શક્તિ બહુ જબરજસ્ત છેને ! અમારી હાજરીમાં બધું તૂટી જાય.
પ્રશ્નકર્તા : આપની હાજરીમાં જે આ નિશ્ચય કર્યો છે, એ આપની હાજરીમાં જ પૂરો કરવો છે.
દાદાશ્રી : પૂરો થઈ જશે બસ બસ ! તમને તો એમ લાગશે કે આ તો બહુ શક્તિ વધી.