________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
૭૩
૪
દાદાશ્રી : એ તો એટલું ભોગ ભોગવવાનું કર્મ લખેલું. અશાતાવેદનીય ભોગવવાની હોયને, તો થયા કરે. તે એ ભોગવવાને આપણે જાણવું કે આ ભોગવે છે. આપણે મહીં રસ લીધો કે કર્મ ચોંટે !
પ્રશ્નકર્તા: રસ લીધો એટલે શું ?
દાદાશ્રી : “આ મને કેમ આવું થાય છે, મને કેમ આવું થાય છે ! આવું કેમ કરે એ ?!' એ રસ લીધો કહેવાય. આવું આવે તો બહુ ગુણકારી માનવું કે ઓહોહો, આજ બહુ મોટામાં મોટી ખોટ ભાંગી !
પ્રશ્નકર્તા : આ છેને દાદા, આ બધા બહારના એડજસ્ટમેન્ટ છે, કે તારો બહુ ઉપકાર છે કે મારે ખોટ ગઈ, બહુ સારું થયું, ભલું થજો.
દાદાશ્રી : હા. એ એડજસ્ટમેન્ટ થાય તો જ અંદરના એડજસ્ટમેન્ટ થાય, નહીં તો અંદરના એડજસ્ટમેન્ટ થાય નહીંને ! બહારનું એડજસ્ટમેન્ટ લઈએ એટલે અંદરનું સોલ્યુશન થઈ જાય.
પ્રશ્નકર્તા : એ બહાર બધા એડજસ્ટમેન્ટ તો ખબર હોય, પણ એ પછી અમુક જ રીતે કામ આપે, પછી બુટ્ટા થઈ જાય.
દાદાશ્રી : તે આમ શરૂઆત કરતાં કરતાં પછી બિલકુલ ખલાસ થઈ જાય. હજુ પેલો ઇન્ટરેસ્ટ એટલે પેલું સહન ના થાય. રસ પડી જાય નહીં.
પ્રશ્નકર્તા : સહન ના થાય એવું નહીં, બીજાને ખબર પડે કે ના ય પડે, પણ પોતાને મહીં અહંકાર દુખ્યા કરે.
દાદાશ્રી : તે દુખે તે જ ‘જોવાનું'ને આપણે. વધારે દુખે એ સારું. નફો બહુ સરસ થયો. ત્યાં દુઃખીને ખલાસ જ કરવાનોને ! એ તો બિલકુલ નફા-ખોટ વગરનો જ થઈ જવાનોને ! ખોટે નહીં ને નફોય નહીં, તો બહુ સારું કહેવાય.
પ્રશ્નકર્તા: આમ હકીકત છે કે ખાલી આશ્વાસન આપવા માટે છે ? અહંકારને આવું કહીએ તો એ કહે કે આ બધા આશ્વાસન છે.
દાદાશ્રી : ત્યારે બીજું શું છે ?! આશ્વાસન ના હોય તો બીજું શું આપીએ ?!
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : સોલિડ જોઈએ છે એને તો.
દાદાશ્રી : સોલિડ જ છેને ! આપણે ચંદુભાઈને કહીએ, ‘તમારે લેવું હોય તો લ્યો, નહીં તો અમે તો આ રહ્યા ! તમારી ખોટ તમને વધશે, અમારે શું વાંધો ?” એટલે આ જ આશ્વાસન, ત્યારે બીજું શું કહેવાય ? આપણે કંઈ એના સામું ઝેર પીએ ? એને પીવું હોય તો પીવે.
અમે તો આ બધું જગત જોઈ નાખેલું આવું. મને તો ઊલટું આનંદ થાય આવું આવે તો.
પ્રશ્નકર્તા : સોલ્યુશન નથી મળતું. શું પૂછું ? મને જોઈએ એવું નથી મળતું.
દાદાશ્રી : ના, એ નહીં મળે તો એની મેળે જ ઠેકાણે આવશે.
પ્રશ્નકર્તા : એની મેળે ઠેકાણે આવશે એમ તો કંઈ ના કહેવાય, દાદા. એની મેળે ઠેકાણે આવશે એ તો કેવી રીતે ? એનો તો કંઈ અર્થ જ નહીંને? એ તો બેસી રહેવાનુંને ?
દાદાશ્રી : બેસી રહેવું એ જ ઉત્તમ. એને ‘જોયા’ કરવાનું. પ્રશ્નકર્તા : પણ મહીં અહંકાર બળ્યા કરે તેનું શું ?
દાદાશ્રી : જેમ બળે તેમ ઓછો થતો જાય. આપણે બધું ઓછું જ કરવું છે ને ! લાકડું બાળી નાખવું છે, તેમાં જેટલું બધું એટલું ઓછું. બીજું બળતું હોય તો સારું ઊલટું. ‘જોયા’ કરવું. બાળવાનું જ છે ને !
પ્રશ્નકર્તા : પણ થોડું પોતે મહીં પછી બળવા માંડે... પેલું બળતું હોય ત્યારે પછી એની ઝાળ પોતાને લાગેને, દાદા ?
દાદાશ્રી : એ ઝાળ લાગે તે આપણે જાણવું જોઈએને કે ભઈ, આવડો મોટો ભડકો થયેલો તે ઝાળ લાગે. ખસી જવું ઝાળ લાગે એટલે. કારણ કે આત્મા એવો છે એને ઝાળ અડતી જ નથી. એ મનમાં માને કે મને ઝાળ અડી, એ તો ખોટું છે. અડી એવું દેખાય ખરી, પણ એને સ્પર્શ નથી કરતી. એને દુઃખ નથી આપતી. એને એમ લાગે કે મને