________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) થઈ ગયું ઊંચામાં ઊંચું. કારણ કે પુરુષાર્થ સહિત છને આ ? અને પોતે પોતાના પુરુષાર્થમાં છે. એટલે અંદર શુક્લધ્યાન ને બહાર ધર્મધ્યાન.
કોઈ અહંકાર ટુભવે, ત્યાં.. પ્રશ્નકર્તા : ઘણી વખત કોઈ આક્ષેપ મૂકે ત્યારે અહંકાર દુભાય, અહંકારને ઠેસ વાગે, ત્યારે પોતાને દુભાય, સામાથી પોતાને દુભાય એની
વાત કરું છું.
પ્રશ્નકર્તા : કે આટલું બધું જ્ઞાન સમજો છો પછી ટાઈમને વખતે કેમ ચૂકી જાવ છો ?
દાદાશ્રી : એટલું કહેવાય. પાછા ફરી ફરી જો આ ચૂકી જાય તો પાછું કહેવાનું અને પ્રતિક્રમણ કરવાનું. પશ્ચાતાપ તો કરવો જ પડે, નહીં તો પછી આ ખરું હતું એવું માની લે. પ્રતિક્રમણ એટલે આપણો અભિપ્રાય તૂટ્યો આ બાબતમાં કે આવું ના હો. આ સાચું છે અને આ ખોટું છે એ અભિપ્રાય તૂટી ગયો આપણો.
પોતે પોતાની જોડે ય સત્સંગ ! પ્રશ્નકર્તા : દાદી મળ્યા પછી ધારો કે કોઈ વાર એવું બને કે કોઈ સત્સંગી ના મળે તો આપણે પોતે ચંદુભાઈને કહેવાય છે કે ચાલો ચંદુભાઈ, આપણે સત્સંગ કરીએ ?
દાદાશ્રી : બધું કહેવાય. ચંદુભાઈને ઓળખતા થયા, એને શું ના કહેવાય ?! ચંદુભાઈની ઓળખાણ પડી કે હજુ ચંદુભાઈ છે જોડે, પછી રહ્યું જ નહીંને કશું !
પ્રશ્નકર્તા: હવે એકલા ચંદુભાઈ સત્સંગ કરે એ સારું કે બધા ઘણા ભેગા થઈને સત્સંગ કરે એ સારું !
દાદાશ્રી : અમને તો એકલા કરે કે બધા ભેગા કરે, ચંદુભાઈની જોડે વાત કરે એટલે થઈ ગયું. સત્સંગ ચાલુ થઈ ગયો. ચંદુભાઈની જોડે વાત કરવી, એનું નામ જ સત્સંગ.
સત્સંગમાં ભળી જવું બધાં જોડે ! આપણા સત્સંગમાં બીજા બધાં જે કરે એ પ્રમાણે પોતાની જાતને જોઈન્ટ (ભેગાં) કરી દે, તો ઊંચામાં ઊંચું રહે એ સ્થાન ! બધાં કરતાં હોય, તેની મહીં પોતે જોઈન્ટ થઈ જાય. ‘ચંદુભાઈ, તમે ‘જોઈન્ટ” થઈ જાવ એમાં’ એમ કહે કહે કરવાનું. ત્યારે કહે, ‘બધા ગાય છે.” ત્યારે કહીએ, ‘ગાવ'. બધા થબાકા પાડે છે. ત્યારે કહીએ, ‘થબાકા પાડો'. એટલે
દાદાશ્રી : એ તો લેટ ગો કરવો. આપણો જો અહંકાર દુભાય તો તો સારું ઊલટું, આપણાથી એનો અહંકાર દુભાય તો તેની જવાબદારી આપણા ઉપર. પણ આ તો ઊલટું સારું, મહીં મોટામાં મોટું તોફાન મટયું !
પ્રશ્નકર્તા : તોય આપણને મહીં એ બધી સમજણ હોય કે આ અહંકાર દુભાય છે એવુંય ખ્યાલ હોય, પણ તોય એ ઘવાયેલો અહંકાર દુઃખ આપે.
દાદાશ્રી : એ દુભાવે ત્યારે જાણવું કે આજ બહુ નફો થયો. પ્રશ્નકર્તા : દાદા, એવું બધું ના રહે.
દાદાશ્રી : એ તો રહેશે, નહીં રહે તો પછી રહેશે. જ્યારે ત્યારે તો એવું રહેશે જ ને ! અત્યારે તમને ટેવ નથી એટલે નથી રહેતું. ચા કડવી પીવાની ટેવ નથીને, એટલે પછી એ જ્યારે કહેશે કે ઓહો ! આ તો એનો સરસ ટેસ્ટ છે, ચા જેવી છે, તો સારું લાગશે. આ તો પીધી નથીને કડવી એટલે પહેલેથી ના ફાવે પીવાનું. કારણ કે અહંકાર દુભવે તે તો સારું. મન દુભવે તે તો, એમાં બહુ નફો ના મળે. અહંકાર દુભવે એ તો બહુ નફાવાળું. આપણે કોઈનો અહંકાર દુભવીએ તો એ બહુ ખોટ થઈ કહેવાય. આપણે છે તે ખોટ છે, એને કાઢવાની છેને ! ના સમજણ પડી તમને ?
પ્રશ્નકર્તા : આપ કહો છો એ બધું એવું સમજણમાં છે, પણ તોય પેલું દુખ્યા કરે. એ ના દુખે એના માટે શું કરવાનું?