________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
થાબડીએ. જાણે કશું ય નહીં. તે દુખતું ય મટી જાય. કારણ કે દહાડો તો ઠેલવવો પડશે ને ? કંઈ બૈરી જોડે વઢવાડ કરીએ, એમાં દહાડો વળે ?
આત્મા વૃત્તિઓને શું કહે છે કે “ચંદુભાઈ, તમારે જો તમારું કરવું હોય તો તમે જુદા અને હું જુદો. અને જો તમારે મારી જોડે એકતા કરવી હોય તો જે જોઈતું હોય તે મળશે. કાયમનું સુખ મળશે. અને એકતા ના કરવી હોય તો તમારું સુખ બહારથી ખોળો.” આપણે શુદ્ધાત્મા, એ આપણું સ્વરૂપ છે અને પરમાનંદી સ્વરૂપ છે. ઇટર્નલ સુખ છે ! પેલાં સુખ એ સુખ જ ના કહેવાયને ? આ સુખ તો જાય જ નહીં. અને કોઈ ગાળો દેતો હોયને તો ય મહીંથી સુખ જાય નહીં.
ઠપકારો ચંદુતે, જુદો રાખીને ! આ હમણે ખંભાત ગયા હતા. તે એક ભઈને કહ્યું કે ભઈ, ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર' બોલો. તે બોલવા માંડ્યો. બોલે ખરો પણ ઉત્સાહ નહીં. ઉત્સાહ ના દેખાય. ત્યારે મેં કહ્યું, ‘તું એમ કર, શું સારું નામ ?” ચંદુ. એટલે તું ચંદુને કહે કે ‘પદ્ધતસર બોલો. આવું ગોટાળિયું નહીં ચાલે.' એવું કહેવડાવીને પછી બોલાવ્યું. સરસ બોલ્યો, એવું સરસ બોલ્યો, ખરેખરું ઠેઠ સુધી. તે આ જ રીત છે, બીજું કશું નહીં. તમારે ફક્ત કહેવું જોઈએ. ‘આમ કેમ થાય છે ? ન થવું જોઈએ.’ ચાલ્યું ગાડું. આ તો કોઈ કહેનાર જ નહીંને ! કોઈ ના હોય તો આપણે તો ખરા. પછી કશું થે ડોઝીંગ રહે ? કો'ક કહે તે આપણને ગમે નહીં. એના કરતાં આપણે કહીએ તે શું ખોટું ? હવે વાત તમારે કહેવાની. તમને સમજ પડી ગઈને ?
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : એટલે આ ફક્ત એક જ ફેરો કહેને, “અરે ચંદુભાઈ, તમે આવડા મોટા પી.એચ.ડી. થઈને આ તે કંઈ શું બોલો છો !” એવી જ રીતે બસ એમને કહેવું. કારણ કે એ જાણે છે કે આ જુદા છે અને આપણે યુ જાણીએ છે આ જુદા છે. પણ પછી જુદાઈ રાખતા નથી. આવું રાખો. જુદાઈ ના રાખવી જોઈએ ? પછી આપણા કહ્યા પ્રમાણે ચાલે છે કે નહીં તે જોવું. તમે કહી તો જોજો, આ હું દાખલા કહું છું ત્યાં.
અમે તો પટેલને કહીએ, ‘બહુ પગ ફાટ્યા છે, નહીં ? હશે આ, આજની રાત જ છે ને પણ અમે છીએ ને તમારી જોડે.’ આમ કરીને ખભો
પ્રતિક્રમણથી તૂટે અભિપ્રાય પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી વૃત્તિઓ બધી પોતાના ઘર તરફ વળને ? હવે દાદા, મને તો એને અહીંયાં આવું ત્યારે કંઈ આના સિવાય બીજા વિચાર નથી આવતા અને બહાર જઉં તો પછી બધા બહારના જ વિચાર આવે. કપડાંના, બૂટનાં, ખાવાના જ...
દાદાશ્રી : એ તો મનનું કાર્ય છે, તે આપણે જોવાનું. પ્રશ્નકર્તા : મહીં ઇચ્છાપૂર્વક ઇન્ટરેસ્ટ પડી જાય એવું થાય છે.
દાદાશ્રી : ઇન્ટરેસ્ટ તો ચંદુભાઈને પડે તેય આપણે જોયું અને ચંદુભાઈને આપણે કહેવું કે ‘ભઈ, આટલું બધું શું સુખ આમાં કાઢવાનું છે? શા સુખ કાઢવાના છે ?” ઇન્ટરેસ્ટ તો પડી જાયને ! ઇન્ટરેસ્ટ તો દેહને આધીન છેને એ. તે ચંદુભાઈને ઇન્ટરેસ્ટ પડે !
ખરાં સુખ સિવાય બીજો કલ્પિત સુખ, બધાં ના ગમતાં આપણે કરવાના ખરા, આપણે જોવાનું કે “આમાં શું મજા છે ?” એવું તેવું કહેવાનું ચંદુભાઈને.
પ્રશ્નકર્તા : દાદા, પછીથી એવું લાગે કે શું મજા છે ! પણ તે વખતે ભૂલી જવાય છે.
દાદાશ્રી : ના, પણ ભૂલી જ જવાય છે. કર્મનો ઉદય છે ને ! એટલે સહુથી સારામાં સારો આનો ઉપાય કે ફાઈલ નંબર એકને ‘કેમ છે, કેમ નહીં’ એ વાતો કરવાથી એ જાય. શું કહેવું જોઈએ ?
પ્રશ્નકર્તા : નિરંતર એની સાથે વાત કરીને એને કહે કહે કરવું જોઈએ કે આ તમે સારું ના કર્યું. અણી કેમ ચૂકી જાવ છો ?
દાદાશ્રી : એવું કહેવાય. એટલે સુધી કહેવાય.